100 કરોડ રૂપિયા સેલેરી લે છે આ પરિવાર, લોકોને શેરબજારમાંથી આવી રીતે કરાવે છે કમાણી.

શેરબજાર દ્વારા લોકોને કમાણી કરાવવા માટે બજારમાં ઘણા પ્રકારના પ્રોડક્ટ્સ અને પ્લેટફોર્મ રહેલા છે. એન્જલ બ્રોકિંગ, જીરોધા,
શેરખાન જેવા ટ્રેડિંગ પ્લેટફોર્મ ભારતમાં ખૂબ જ ફેમસ છે. લોકોને શેરબજારમાંથી આ પ્લેટફોર્મ કમાણી તો કરાવે જ છે. પણ શું તમે
જાણો છો કે એમના ફાઉન્ડરસ, પ્રમોટર્સ કેટલું કમાય છે. આજના સમયનું લોકપ્રિય ટ્રેડિંગ પ્લેટફોર્મ જીરોધાની વાત કરીએ તો એના
ફાઉન્ડર્સની સેલેરી 100 કરોડ રૂપિયા છે જે મોટી મોટી કંપનીઓના અધિકારીઓ અને પ્રમોટર્સ કરતા ઘણી વધારે છે.

100 करोड़ रुपए की सैलरी लेता है यह परिवार, लोगों को शेयर बाजार से ऐसे कराता है कमाई
image source

જીરોધાના ફાઉન્ડર નીતિન કામથ એમની પત્ની સીમા પાટીલ અને નીતિન કામથના ભાઈ નિખિલ કામથની સેલેરી 100 કરોડ રૂપિયા છે. બેંગલુરુ બેઝડ આ ઓનલાઇન પ્લેટફોર્મ લોકોને શેરબજારમાંથી કમાણી કરાવે છે. આ પ્લેટફોર્મ પર લોકો ઈકવિટી માર્કેટ પર ડિલિવરી અને ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરી શકે છે. વર્ષ 2010માં સ્થાપિત આ કંપની આજે રોકાણકારો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બની ચુકી છે.

image source

નીતિન કામથ અને એમની પત્ની સીમા પાટીલ તેમજ નીતિન કામથના ભાઈ નિખિલ કામથ દેશની ઘણી બધી મોટી કંપનીઓના
પ્રમોટર્સની સેલેરી પર પણ ભારે પડી રહ્યા છે. નાણાકીય વર્ષ 2020માં આ પહેલા સન ફાર્માના કલાનિથી મારનની સેલેરી 87.5
કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. તો હીરો મોટરકોર્પના પવન મુંજાલની સેલેરી 84.6 કરોડ રૂપિયા હતી. તો આમરા રાજાના
ફાઉન્ડર જ્યાદેવ ગાલાની સેલેરી લગભગ 45 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. જો કે ટેક મહિન્દ્રાના સીઈઓ સી પી ગુરનાની
આ બધામાં અવવલ છે. એમની સેલેરી લગભગ 146 કરોડ રૂપિયા છે.

કંપનીની વેલ્યુ 2 અરબ ડોલર.

image source

ફક્ત 10 વર્ષમાં જીરોધા કંપનીએ કઈ ઝડપથી પ્રગતિ કરી છે એનો અંદાજો તમે કંપનીની વેલ્યુ પરથી લગાવી શકો છો. ફકત 10 વર્ષમાં કંપનીની વેલ્યુ 2 અરબ ડોલર થઈ ગઈ છે. હવે કંપની પોતાના આ ગ્રોથનો ફાયદો પોતાના કર્મચારીઓને આપવા માંગે છે. એ હેઠળ કંપનીએ પોતાના શરૂઆતના કર્મચારીઓ માટે શેર બાયબેક કરવાની યોજના પણ બનાવી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે જીરોધાની વેલ્યુ ફક્ત 1 વર્ષમાં જ બે ગણી થઈ ગઈ છે. કંપનીના ફાઉન્ડર નીતિન કામથએ ટ્વીટર પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કંપની લગભગ 2.5 કરોડ ડોલર એટલે કે 150થી 200 કરોડ રૂપિયાને એમ્પ્લોય સ્ટોક ઓપશન પ્લાન બાયબેક કરવાની યોજના પર કામ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *