આ રીતે WhastApp પર થયેલા કોલને કરો રેકોર્ડ, જાણો સરળ સ્ટેપ્સ

જો તમે whatsapp પર કોઈ સાથે કરેલ ઓડિયો કોલને રેકોર્ડ કરવા ઇચ્છતા હોય તો તમે થર્ડ પાર્ટી એપ દ્વારા આમ કરી શકો છો. થર્ડ પાર્ટી એપમાં એક સિમ્પલ તરીકે દ્વારા તમે સરળતાથી કોઈના ઓડિયો કોલને રેકોર્ડ કરી શકશો.

Whatsapp દ્વારા તમે ચેટ, ફોટો અને વિડીયો ફાઈલ મોકલવા સિવાય ઓડિયો કોલ અને વિડીયો કોલ પણ કરી શકો છો. જે લોકોને મોબાઈલ ફોનમાં નેટવર્ક કવરેજની સમસ્યા રહેતી હોય અને જે લોકો વાઇફાઇનો ઉપયોગ કરતા હોય તેઓ પૈકી ઘણાખરા લોકો whatsapp કોલનો ઉપયોગ કરે છે. ઘણા લોકો એટલા માટે પણ whatsapp કોલનો ઉપયોગ કરતા હોય છે કે જેથી તેના કોલનું રેકોર્ડિંગ ન થઇ શકે. અને ખરેખર whatsapp પોતે પણ પોતાના યુઝર્સને કોલ રેકોર્ડ કરવા માટે કોઈ ફીચર્સ આપતું નથી.

image source

હા, જો તમારે whatsapp માંથી કરવામાં આવતા કોલને રેકોર્ડ કરવા જ હોય તો તેના માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. અહીં અમે આપને તેના માટે એક સરળ ટ્રીક પણ બતાવીશું જેના દ્વારા તમે whatsapp કોલ રેકોર્ડ કરી શકશો. તો ચાલો જાણીએ તેના માટેના સેટિંગ વિષે.

image source

આઈફોન યુઝર્સ આ રીતે કરે કોલ રેકોર્ડ

  • – જો તમે એક આઈફોન યુઝર હોય તો તમે Mac ની મદદથી whatsapp કોલ રેકોર્ડ કરી શકો છો.
  • – આ માટે તમારે તમારા આઈફોનને લાઈટનિંગ કેબલ દ્વારા Mac પર કનેક્ટ કરવાનો રહેશે.
  • – હવે ફોન પર લખેલું આવશે ટ્રસ્ટ ધીસ કોમ્પ્યુટર, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • – Mac પર પહેલી વખત ફોન કનેક્ટ કરી રહ્યા હોય તો તમારે quick time વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • – હવે તમને અહીં ફાઈલ સેક્શનમાં ન્યુ ઓડિયો રેકોર્ડિંગનો વિકલ્પ મળશે, અહીં રેકોર્ડ બટન પર કરી દેવું.
  • – આટલી પ્રોસેસ બાદ quick time રેકોર્ડ બટન પર ક્લિક કરો અને whatsapp પર કોલ કરો.

– જેવો તમારો કોલ કનેક્ટ થાય એટલે યુઝર આઇકનને એડ કરી લેવું, હવે તમારો કોલ રિસીવ થતા જ રેકોર્ડિંગ થવા લાગશે.

image source

એન્ડ્રોઇડ યુઝર આ રીતે કરી શકે છે કોલ રેકોર્ડ

  • – જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝ કરી રહ્યા હોય તો તમે whatsapp કોલ રેકોર્ડ કરવા માટે થર્ડ પાર્ટી એપની મદદ લઇ શકો છો.
  • – આ માટે તમારે તમારા ફોનમાં cube call recorder કે આવી જ અન્ય કોઈ એપ ડાઉનલોડ કરવી પડશે.
  • – હવે એપને ઓપન કરી whatsapp પર જાવ, અને જે કોલ રેકોર્ડ કરવાની હોય તે નંબર પર whatsapp કોલ કરો.
  • – જો તમને એપમાં ક્યુબ કોલ વિઝીટ દેખાય તો સમજી જવું કે કોલ રેકોર્ડ થઇ રહી છે.
  • – જો કોઈ કારણોસર ફોનમાં error દેખાય તો તમારે cube call recorder એપને ફરીથી ઓપન કરવી પડશે.
  • – હવે એપની સેટિંગમાં જઈને ત્યાં force voice પર ક્લિક કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!