મલ્ટી પર્પસ વેહિકલમાં નંબર 1 બની મારુતિ સુઝુકી એર્ટીગા, સારી સારી ગાડીઓ રહી ગઈ પાછળ.

મારૂતી સુઝુકી એર્ટીગાનો રહ્યો દબદબો, બધાને પાછળ મૂકી બની નંબર 1 MPV. મારુતિ સુઝુકી એર્ટીગા બની નંબર 1 MPV, ભલભલી કારને પાછળ મૂકી દીધી. મલ્ટી પર્પસ વેહિકલમાં નંબર 1 બની મારુતિ સુઝુકી એર્ટીગા, સારી સારી ગાડીઓ રહી ગઈ પાછળ.

મલ્ટી પર્પસ વેહિકલ(MPV) સેગમેન્ટમાં Maruti Suzuki Ertigaનો દબદબો રહ્યો છે. એર્ટીગાનો આ જલવો જુલાઈ મહિનામાં પણ જળવાઈ રહ્યો છે. મારુતિની આ એમપીવી એ ગયા મહિને વેચાણની બાબતમાં બીજી બધી જ એમપીવીને પછાડીને નંબર 1 જગ્યા પર કબજો કરી લીધો છે. તો ચાલો તમને જુલાઈ મહિનામાં સૌથી વધુ વેચાયેલી ટોપ 5 MPV/ MUV ગાડીઓ વિશે જણાવી દઈએ.

5- કિઆ કાર્નિવલ.

image source

કિઆ મોટર્સની પ્રીમિયમ એમપીવી કાર્નિવલ આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે. જુલાઈ મહિનામાં આ કાર્નિવલ એમપીવી કારના 232 યુનિટ વેચાયા છે. કિઆ મોટર્સની આ એમપીવી કારની કિંમત 24.95 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

4- મારુતિ XL6

image source

મારુતિની આ પ્રીમિયમ 6 સીટર એમપીવી આ હરોળમાં ચોથા નંબર પર છે. જુલાઈ મહિનામાં મારુતિની આ પ્રિમયમ કારના 1874 યુનિટ વેચાયા છે. મારુતિ XL6ની કિંમત 9.84 લાખથી 11.51 લાખ રૂપિયાની વચ્ચે છે

3-ટોયોટો ઇનોવા ક્રિસટા.

image source

ટોયોટો કંપનીની આ પોપ્યુલર એમપીવી કારનો આ લિસ્ટમાં ત્રીજો નંબર છે. ગયા મહિને ટોયોટોની ઇનોવા ક્રિસટાના 2927 યુનિટ વેચાયા છે. જો કે ગયા વર્ષે જુલાઈ મહિનામાં વેચાયેલ યુનિટની સરખામણીમાં આ વર્ષે એનું વેચાણ લગભગ 40 ટકા ઘટ્યું છે. જુલાઈ 2019માં ઇનોવા ક્રિસટાના 4865 યુનિટ વેચાયા હતા. ટોયોટો ઇનોવા ક્રિસટાના પેટ્રોલ મોડેલની કિંમત 15.66 લાખ છે જ્યારે ઇનોવા ક્રિસટાના ડીઝલ મોડેલની કિંમત 16.44 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

2- રેનો ટ્રાઇબર.

image source

રેનોની આ કોમ્પેક્ટ એમપીવી જુલાઈ મહિનામાં બીજા નંબરની સૌથી વધુ વેચાયેલી એમપીવી કાર રહી છે. ગયા જુલાઈ મહિનામાં 3076 યુનિટ રેનો ટ્રાઇબર કાર વેચાઈ હતી. આ રેનો ટ્રાઇબર કારની કિંમત 4.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

1- મારુતિ આર્ટિગા.

image source

મારુતિ આર્ટિગા જુલાઈ મહિનામાં 8504 યુનિટના વેચાણ સાથે ગયા જુલાઈ મહિનાની સૌથી વધુ વેચાયેલી એમપીવી બની છે. અને એ સાથે જ એ આ લિસ્ટમાં પહેલા નંબર પર પણ પહોંચી છે. જોકે ગયા વર્ષે એટલે કે જુલાઈ 2019ની સરખામણીમાં આ કારનું વેચાણ આ વર્ષે 8 ટકા જેટલું ઘટ્યું છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં 9222 યુનિટ મારુતિ આર્ટિગાનું વેચાણ થયું હતું. તમને જણાવી દઈએ કે આ પ્રીમિયમ કારની શરૂઆતની કિંમત 7.59 લાખ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત