ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આવ્યા દુ:ખના સમાચાર, આ ફેમસ અભિનેત્રીએ સ્યુસાઇડ કરી લેતા ચકચાર, ઓગસ્ટ મહિનામાં જ થઈ હતી સગાઇ

વર્ષ 2020 માં એન્ટરટેન ઉદ્યોગ તરફથી સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા સિતારાઓએ આ વર્ષે દુનિયાને અલવિદા કહી દીધુ છે. બોલિવૂડથી માંડીને ટેલીવુડ સુધીના ઘણા સ્ટાર્સના આ વર્ષે મોત નિપજ્યા છે. તો કડીમાં આજે વધુ એક નામ જોડાઈ ગયું છે. એ છે વી.જે.ચિત્રા.

वीजे चित्रा
image source

બુધવારે સવારે દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી અને વી.જે.ચિત્રા એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. પ્રારંભિક તપાસમાં આત્મહત્યાનો આ કિસ્સો નોંધાઈ રહ્યો છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસને આ અંગે જાણ કરવામાં આવી

image source

આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે વીજે ચિત્રાએ મોડી રાત્રી સુધી શૂટિંગ કર્યું હતુ. શૂટિંગ બાદ તેણે પોતાના હોટલના રૂમમાં પણ ચેક ઈન કર્યું હતું. પરંતુ બાદમાં હોટલના રિસેપ્શનિસ્ટને તેના મોત વિશે જાણ થઈ અને તુરંત જ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.વીજે ચિત્રા સીરિયલ પાંડિયન સ્ટોર્સ માટે જાણીતી છે, તે લાંબા સમયથી આ સીરિયલમાં મુલઈનું પાત્ર ભજવી રહી હતી,

ઓગસ્ટમાં બિઝનેસમેન હેમંત રવિ સાથે સગાઇ કરી હતી

image source

તમને જણાવી દઈએ કે તેમની લોકપ્રિયતા તે સિરિયલને કારણે એટલી વધુ હતી કે તમામ તેમને મુલઈના રૂપમાં યાદ રાખતા હતા. પરંતુ હવે આ શ્રેષ્ઠ અભિનેત્રી વીજેનું નિધન થયું છે. તેમના જવાથી સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શરૂઆતની તપાસમાં જરૂર આ સુસાઇડ કેસ જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ બાદ જ સાચી હકિકત સામે આવશે. જણાવી દઇએ કે ચિત્રાનો પરિવાર ચેન્નઇમાં રહે છે. તેણે આ વર્ષે જ ઓગસ્ટમાં બિઝનેસમેન હેમંત રવિ સાથે સગાઇ કરી હતી. અને અચાનક આ રીતે સ્યૂસાઈડ કરી લેતા અનેક સવાલો ઉઠ્યા છે. જો કે આ અંગે તેમના પરિવાર કે તેમના પતિ તરફથી કોઈ પ્રતિક્રીયા હજુ સામે આવી નથી.

સોમવારે થયું હતું અભિનેત્રી દિવ્યા ભટનાગરનું નિધન

image source

સોમવારે એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું નિધન થયુ હતું. તે ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ગુલાબોનું પાત્ર ભજવતી હતી. કોરોનાને કારણે તેમની તબિયત વધુ લથડી હતી અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જો કે તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હોત અને આખરે તે દુનિયા છોડીને ચાલી ગઈ હતી. જે બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

34 વર્ષ વયે નિધન

image source

તમને જણાવી દઈએ કે અભિનેત્રીને ન્યુમોનિયા થયો હતો. ત્યારે બીજી તરફ દિવ્યાની હાલત અત્યંત ગંભીર હતી, તેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હતું. ત્યાર બાદ તેમના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર ઘણા દિવસો સુધી જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, પરંતુ તેઓ બિમારીને માત આપી શક્યા નહી અને 34 વયે નિધન થઈ ગયું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત