કરોડોની પ્રોપર્ટી હોવા છતાં કેટરીના કેફ પાસે નથી પોતાનું ઘર, આ કારણે રહે છે ભાડાના ઘરમાં
કરોડોની પ્રોપર્ટી હોવા છતાં કેટરીના કેફ પાસે નથી એમનું ઘર, જાણો કેમ ભાડાના મકાનમાં રહેવા માટે છે મજબૂર.
બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો પોતાની ફિલ્મોથી ઉંચી કમાણી કરે છે. એક જ ફિલ્મ માટે કરોડો ચાર્જ કરનાર સ્ટાર્સમાં કેટરીના કેફનું નામ પણ સામેલ છે. હા કેટરીના કેફ કરોડોની પ્રોપર્ટીની માલકીન છે પણ અચરજ પમાડે એવી વાત એ છે મુંબઈમાં એમનું પોતાનું ઘર જ નથી અને ભાડાના મકાનમાં રહેવા મજબુર છે. કરોડોની પ્રોપર્ટી હોવા છતાં આખરે કેમ કેટરીના ભાડાના મકાનમાં રહે છે એનો જવાબ ખુદ એમને એકવાર કરણ જોહરના શોમાં ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે એમને હજી સુધી પોતાનું ઘર કેમ નથી ખરીદ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટરીના પાસે લગભગ 30 મિલિયન ડોલર એટલે કે 222 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે પણ એ હજી મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. વર્ષ 2003થી ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ કેટરીના કેફ પોતાના શરૂઆતના દિવસોમાં બાંદ્રામાં ગુલદેવ સાગરમાં રહેતી હતી. જો કે જ્યારે એમનું અફેર રણબીર કપૂર સાથે શરૂ થયું તો એ વર્ષ 2014માં રણબીર કપૂર સાથે કાર્ટર રોડના સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ હતી. પણ વર્ષ 2016માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
રિપોર્ટ્સ અનુસાર રણબીર કપૂર સાથે બ્રેકઅપ પછી ખબર આવી હતી કે કેટરીના બાંદ્રાના માઉન્ટ મેરી ચર્ચ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં એકલા શિફ્ટ થઈ ગઈ. હાલ કેટરીના મુંબઈના અંધરેઈ વેસ્ટમાં મૌર્યા હાઉસમાં એમની બહેન ઇસાબેલ સાથે રહે છે.ગયા વર્ષે કેટરીનાએ પોતાના ઘરના કેટલાક ફોટા પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. કેટરીનાનું આ એપાર્ટમેન્ટ ડુપ્લેક્ષ છે અને એમના લિવિંગ રૂમમાં ઘુમાવદાર સીડીઓ છે. લોકડાઉન દરમિયાન કેટરીનાએ પોતાના ઘરનો ફોટો શેર કર્યો હતો જેમાં એ ઘરમાં કચરો વાડતી દેખાઈ રહી હતી.
આખરે કરોડોની પ્રોપર્ટી હોવા છતાં કેટરીના કેફ ભાડાના મકાનમાં કેમ રહે છે એનો ખુલાસો કરતા એક્ટ્રેસે જણાવ્યું હતું કે એ એક નાના અમથા ઘરમાં રહે છે જ્યારે એમના કોમ્પિટિટર્સ પાસે મોટા અને આલિશાન બંગલા છે. જ્યારે ચેટ શોમાં કરણ જોહર અને વરુણ ધવને કેટરીનાને સવાલ કર્યો કે આખરે એમણે એમને ક્રિસમસ પાર્ટી પર એમના ઘરે કેમ ન બોલાવ્યા? તો એનો જવાબ આપતા કેટરીનાએ કહ્યું હતું કે મને તમને લોકોને ઇનવાઈટ કરીને ખૂબ જ ખુશી થાત પણ હું શું કરું મારુ ઘર ખૂબ જ નાનું છે. ઘર નાનું હોવાના કારણે હું હાઉસ પાર્ટી નથી કરી શકતી.
કેટરીનાનો આ જવાબ સાંભળ્યા પછી કરણ જોહરે એમને કહ્યું હતું કે આખરે એ મોટું ઘર કેમ નથી લેતી? એ સાથે જ કરણે કહ્યું કે કેટરીના ઘણીવાર સારી પ્રોપર્ટીની શોધમાં રહે છે. જો એ હજી સુધી ઘર નથી લઈ શકી તો બની શકે કે એ ફિલ્મો પછી બ્રોકર બનવાની તૈયારીમાં છે. કરણે મજાક કરતા કહ્યું કે મેં જેટલી પણ પ્રોપર્ટી જોઈ છે, ત્યાં કેટરીના પણ જઈ ચુકી હતી પણ એમને પ્રોપર્ટી ન ખરીદી.
જો કે કેટરીનાએ કરણને જવાબ આપતા કહ્યું હતું કે મને લાગે છે કે દોસ્ત, રિલેશનશિપ અને ઘર આ વસ્તુઓ માણસ પોતાના સ્વભાવ અનુસાર જ પસંદ કરે છે. જ્યારે તમારી સામે એ વસ્તુઓ આવે છે તો તમને તરત અહેસાસ થઈ જાય છે કે આ વસ્તુઓ સાચી છે કે નહીં. એક્ટ્રેસનું માનવું છે કે જ્યારે એમને લાગશે કે એમને કોઈ સારું ઘર મળી ગયું છે તો એ જરૂર પોતાનું ઘર ખરીદી લેશે.
તમને જણાવી દઈએ કે કેટરીના કેફ લાંબા સમયથી ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. ઘણી ઉમદા ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોનું દિલ જીતનારી કેટરીના કેફ ફિલ્મો સિવાય મોડલિંગ અને એડ ફિલ્મ્સથી પણ કમાણી કરે છે. કેટરીના પોતાની એક ફિલ્મ માટે 9 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ભલે કેટરીના ભાડાના મકાનમાં રહેતી હોય પણ એમને કારણો5 ખૂબ જ શોખ છે અને એમની પાસે ઘણી લકઝરી કાર છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!