શું તમારું ડ્રાઈવિંગ લાયસન્સ એક્સપાયર થઇ ગયુ છે? તો પણ પોલીસ નહીં ફાડી શકે મેમો, જાણી લો નવા નિયમો વિશે

લાયસન્સ ગયા વર્ષે એક્સપાયર થઈ ગયું હોય કે આગળના દિવસોમાં એક્સપાયર થવાનું હોય તો તમારે ગભરાવવાની જરૂર નથી કારણ કે આ માટે પોલીસ તમને મેમો નહિ ફટકારે. અસલમાં ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ RC, ફિટનેસ સર્ટિફિકેટ સહિત બીજા મોટર વહિકલ ડોક્યુમેન્ટની વેલેડીટી સરકારે વધુ એક વખત વધારી દીધી છે.

કોરોના મહામારીની બીજી લહેરને ધ્યાનમાં રાખીને આ બધા ડોક્યુમેન્ટ હવે આગામી 30 સપ્ટેમ્બર સુધી માન્ય રાખવામાં આવશે. પહેલા આ બધા ડોક્યુમેન્ટની માન્યતા 30 જૂને પુરી થવાની હતી. સરકારે આ પગલું ભરતા હજારો લોકોને તેનો ફાયદો મળશે.

image source

30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC

રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ ઉલ્લેખિત ડોક્યુમેન્ટ જે 1 ફેબ્રુઆરી 2020 સુધી એક્સપાયર થઈ ગયા છે અથવા 30 સપ્ટેમ્બર 2021 સુધી એક્સપાયર થવાના છે અને લોકડાઉનને કારણે રીન્યુ નથી થઈ શક્યા એટલે હવે તેને 30 સપ્ટેમ્બર 2021 સુધી માન્ય ગણવામાં આવશે. મંત્રાલય તરફથી બધા સંબંધિત વિભાગોને આ બાબતે આદેશ આપી દેવામાં આવ્યા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી નાગરિકોને ટ્રાન્સપોર્ટ સંબંધીત સેવાઓમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે. બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને કહેવામાં આવ્યું છે કે તેઓ તાત્કાલિક આ આદેશ લાગુ કરે જેથી ટ્રાન્સપોર્ટર્સ અને અન્ય સંસ્થાઓ જે આ મુશ્કેલ સમયમાં કામ કરી રહી છે તેઓને કોઈ પ્રકારની હેરાનગતિ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

image source

6 વખત પહેલા પણ વધારવામાં આવી છે વેલીડીટી

નોંધનીય છે કે સરકારે કોરોના મહામારીના સંકટને કારણે આ પહેલા પણ 6 વખત ડ્રાઇવિંગ લાયસન્સ, rc અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટની વેલીડીટી વધારી છે. આ પહેલા ઉલ્લેખિત ડોક્યુમેન્ટને 30 જૂન સુધી માન્ય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને તેના પણ પહેલા 30 માર્ચ 2020, 9 જૂન 2020, 24 ઓગસ્ટ 2020, 27 ડિસેમ્બર 2020 અને 26 માર્ચ 2021 ના રોજ પણ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.

સરકારનું કહેવું છે કે લોકડાઉનના પ્રતિબંધોને કારણે આવશ્યક સામાનનું ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન વ્યવસ્થિત રીતે ચાલતું રહે તે માટે ઉપરોક્ત પેપર્સની વેલીડીટી વધારવામાં આવી છે. સરકારને જ્યારે એ વાતની જાણ થઈ કે નાગરિકોને મોટર વહિકલ ડોક્યુમેન્ટના રિન્યુઅલ કરાવવામાં મુશ્કેલી પડી રહી છે તો સરકારે તેની વેલીડીટીમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

image source

ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં નવા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું શરૂ

હાલ ઉત્તરપ્રદેશ સહિત અમુક રાજ્યોમાં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ ફક્ત નવા લાયસન્સ જ બનાવવામાં આવી રહ્યા છે. લાયસન્સનું રિન્યુઅલ, લર્નિંગ લાયસન્સ માટે હજુ વાર લાગી શકે છે. 30 જૂન સુધીમાં એક્સપાયર થઈ ચૂકેલા મોટર વહિકલ ડોક્યુમેન્ટની વેલીડીટી પુરી થઈ રહી હતી ત્યારબાદ લોકોના મનમાં એવી આશંકા હતી કે તેઓ આગળ તેની ગાડીના કાગળો કઈ રીતે મેળવશે ત્યારે સરકારનો ઉપરોક્ત નિર્ણય હજારો વાહનચાલકો માટે રાહત બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!