અડધી રાતે રસોડામાંથી આવી રહ્યાં હતાં ડરામણા આવજો, ઉઠીને જોયું તો બધાના હોશ ઉડી ગયા, તમે પણ જુઓ શું હતું

રાત્રી દરમિયાન અંધારાથી ઘણાં લોકો ડરી જતાં હોય છે અને જ્યારે તેમાં પણ એકલા હોય અથવા તો અજીબ આવજો સંભળાય તો તો હાલત ખરાબ થઇ જતી હોય છે. રાત્રે ભૂત, ચુડેલ જેવા આભાસ પણ જો કોઈ અવાજ અચાનક સંભળાય તો માણસને થવા લાગે છે.

હાલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં રાતે અજીબ આવજો સંભળાવવા લાગ્યા. આ પછી તે મકાનમાં રહેતાં લોકો જ્યારે ત્યાં હિંમત કરીને જોવા માટે ગયાં ત્યારે ત્યાં જે દેખાયું તે જોઈને તેમના હોશ ઉડી ગયા હતા.

image source

મળતી માહિતી મુજબ આ કેસ થાઇલેન્ડની સામે આવ્યો છે. અહીં એક વિશાળ હાથી ભોજનની શોધમાં એક ઘરમાં ઘુસી આવ્યો હતો. નવાઈની વાત એ છે કે તે હાથી એટલો બધો ભૂખો હતો કે તે ઘરની દિવાલ તોડીને તે ઘરમાં ઘૂસી ગયો હતો. ઘરનાં લોકોએ જણાવ્યું હતું કે જ્યારે આવજો આવ્યાં ત્યારે ઘરના રસોડામાંથી મળી આવ્યો હતો.

image source

આ પછી ઘરનાં માલિકે જ્યારે ફેસબુક પર આ ઘટનાના ફોટા અને વીડિયો શેર કર્યા ત્યારે આ ઘટના સોશિયલ મીડીયા પર વાયરલ થઇ ગઇ હતી. તેણે આ પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં હાથીને સંબોધીને ઉમેર્યું હતું કે તું દરરોજ આવી શકે છે.

image source

આ ઘટનાં વિશે જાણવા મળ્યું છે કે રવિવારે રાત્રે 2 વાગ્યે ઘરની બહારથી કેટલાક અજીબ અવાજ સાંભળ્યા હતા. આ પછી આ અવાજ ક્યાંથી અને શેના આવી રહ્યાં છે તે તપાસ કરવા માટે તે અવાજની દિશામાં ગઈ તો તેણે જોયું કે ઘરમાં જે રસોડાની દિવાલ છે ત્યાં હાથીએ એક મોટું કાણું પાડી દીધું હતું. તે કાણામાંથી તે હાથી સૂંઢ રસોડામાં નાખી અને કઈક ખાવાનું શોધી રહ્યો હતો.

આ સમયે સારી વાત એ હતી કે તે હાથી ગુસ્સામાં હતો નહીં. જ્યારે ઘરની માલકીન ત્યાં પોહચી ત્યારે તેણે હાથીની સામે જ તેનાં ફોટા પડ્યાં અને વીડિયો પણ બનાવી લીધો હતો.

આ સાથે ધ ડિપાર્ટમેન્ટ ઓફ નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ એન્ડ પ્લાન્ટ એજન્સીઓ તે ઘર માલિકને નુકસાન જે પણ નુકશાન આ હાથીએ પહોંચાડયું છે તેની ભરપાઈ કરી આપવા અંગે વિચાર કરી રહ્યું છે.

આ અંગે વિભાગ જણાવ્યું હતું કે સરકારી એજન્સીઓના હવે ટુંક સમયગાળામાં જ આ મકાન માલિકના ઘરને રીપેર કરવાની કોશિશ કરવામાં આવશે. હવે આ વિસ્તારોમાં હાથીઓ અંગે ગામના લોકોએ જાગૃત કર્યા છે. હાલ હાથીનો આ વીડિયો સો શિયલ મીડીયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!