આ જગ્યાએ પડ્યો હતો સ્વર્ગમાંથી શ્રી કૃષ્ણનો રહસ્યમય પથ્થર, દેશમાં બીજા પણ છે રહસ્યમય પથ્થરો, જાણો વિગતે માહિતી

આપણી પૃથ્વી ઘણી અજાયબીઓ અને રહસ્યમય વસ્તુઓથી ભરેલી છે. જેના વિશે આપણે ક્યારેક પુસ્તકોમાં વાંચીએ છીએ, ક્યારેક આ વિશે લોકો પાસેથી સંભળાતા હોઈ એ છીએ. આ અદ્ભુત વસ્તુઓ અને સ્થળોના અસ્તિત્વ પર વિશ્વાસ કરવો અઘરો બને છે. આજે અહીં તમને દેશના કેટલાક ચમત્કારિક પથ્થરો વિશે માહિતી આપવામા આવી છે જેનાથી ઘણા લોકો આજે પણ અજાણ છે.

કૃષ્ણનો બટર બોલ:

image soucre

આ વિશાળ પથ્થર દક્ષિણ ભારતમાં ચેન્નઈના મહાબલીપુરમમાં આવેલું છે. આ વિશાળ ગોળાકાર ઢાળવાળી ટેકરી પર આવેલો છે. નવાઈની વાત એ છે કે 45 ડિગ્રીના ખૂણા પર રોલિંગ વગર આ પથ્થર ઉભેલો છે. આ પથ્થર કૃષ્ણના બટર બોલ તરીકે પ્રખ્યાત છે. તે કૃષ્ણના પ્રિય ખોરાક એટલે કે માખણનં પ્રતીક માનવામાં આવે છે. આ સાથે આ પથ્થર સાથે માન્યતા પણ છે કે તે સ્વર્ગમાંથી પડ્યો છે. આ પથ્થર વિશે વાત કરીએ તો તે 20 ફૂટ ઉંચો અને 5 મીટર પહોળો છે. તેનું વજન આશરે 250 ટન છે. ભગવાનનો બટર બોલ ગુરુત્વાકર્ષણના નિયમોથી વિરુદ્ધ ઘણી સદીઓથી એક જ જગ્યાએ ઉભો રહ્યો છે.

ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ:

image soucre

દેશ અને દુનિયાના લોકો હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી એટલે કે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર આવે છે. તારાગઢ ટેકરીની તળેટીમાં હાજર આ પથ્થર વિશે લોકો કહે છે કે પથ્થર એક વ્યક્તિ પર પડવાનો હતો. તે વ્યક્તિએ ખ્વાજા સાહેબને યાદ કર્યા અને તેણે આ પથ્થરને હવામાં જ રોકી દીધો. આ પથ્થર બે ઇંચ અધ્ધર જોવા મળે છે.

ઠીનઠીન પથ્થર, સુરગુજા, છત્તીસગઢ:

image soucre

આ ચમત્કારિક પથ્થર એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે જો કોઈ અન્ય પદાર્થ કે પથ્થર તેની સાથે ટકરાય તો ટક્કરમાંથી એક મધુર અવાજ નીકળે છે. આ પથ્થર છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં સ્થિત છિંદકાલો ગામમાં છે. વૈજ્ઞાનિકો પણ આ જાદુઈ પથ્થરનું રહસ્ય જાણી શક્યા નથી કે તેમાંથી આવો અવાજ કેવી રીતે આવે છે. ગામના લોકોએ આ પથ્થરને ‘ઠીનઠીન પથ્થર’ નામ આપ્યું છે. તેનું સાચું નામ ફોનોટિક સ્ટોન છે.

દરગાહનો ચામત્કારીક પથ્થર:

હઝરત કમર અલી દરવેશ બાબાની દરગાહ પુણે-બેંગલુરુ હાઇવે પર મુંબઈથી 180 કિમી દૂર શિવપુર ગામમાં આવેલી છે. સૂફી સંત હઝરત કમર અલીને અહીં 700 વર્ષ પહેલા દફનાવવામાં આવ્યા હતા. આ દરગાહના પરિસરમાં 90 કિલો જેટલા વજનનો પથ્થર રાખવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જો 11 લોકો સૂફી સંતનું નામ લેઇ અને તેમની તર્જની આંગળીથી પણ આ પથ્થર ઉપાડે તો આ પથ્થર સરળતાથી ઉચો થઈ જાય છે. પરંતુ જો આ પથ્થર દરગાહ પરિસરમાંથી બહાર કાઢવામાં આવે તો તેને સરળતાથી ઉપાડી શકાતો નથી.

ચેરાપુંજીનો બેલેન્સ પથ્થર:

તમને આવી ઘણી અનોખી વાતો સાંભળવા મળશે જે તમને વિચારવા મજબૂર કરી દેશે કે આખરે તેનું રહસ્ય શું છે જે આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આવી જ નવાઇ પમાડ્નારી એક તસવીર ચેરાપુંજીથી પણ સામે આવી છે. અહીં 1 નાના પથ્થર પર મોટો ખડક ઉભો જોવા મળે છે. અચરજની વાત અહી એ છે કે આ પથ્થરનુ સંતુલન જોવા લાયક છે કારણ કે આ પથ્થર વર્ષોથી આ રીતે જ ઉભો છે અને કોઈ પણ તોફાન કે ભૂકંપ પણ આ પથ્થરના સંતુલનને ખલેલ પહોંચાડી શકયા નથી.