જો તમે પણ છો એરટેલ યુઝર તો ચેક કરી લેજો કે તમને તો નથી આવ્યો ને આવો મેસેજ

જો તમે એક એરટેલ ગ્રાહક હોય તો કદાચ તમને કંપની તરફથી એક મેસેજ મળ્યો હશે કે મળી શકે છે જેમાં તમને સૂચિત કરવામાં આવશે કે તમારી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આજના આ આર્ટિકલમા આપણે જાણીશું કે આ મેસેજ શા માટે મોકલવામાં આવ્યો છે અને તમને આ મેસેજ મળ્યો હોય તો તમારે શું કરવું ?

image soucre

જેમ આપણે ઉપર વાત કરી તેમ જો તમે એક એરટેલ ગ્રાહક હોય તો કદાચ તમને કંપની તરફથી એક મેસેજ મળ્યો હશે કે મળી શકે છે જેમાં તમને સૂચિત કરવામાં આવશે કે તમારી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અને સાથે જ તમને આ સેવાઓ ચાલુ રાખવી હોય તો તમારા નંબર પર રિચાર્જ કરવા માટે જણાવવામાં આવે છે. જો તમને પણ આવો મેસેજ આવ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કંપની તરફથી ટેક્નિકલ પ્રોબ્લેમને લીધે આ મેસેજ યુઝર્સને મોકલવામાં આવ્યા હતા. આ બાબતે કેટલાક યુઝરોએ ટ્વિટર પર આ મુદ્દે સૂચના આપી હતી.

યુઝરને મળ્યા હતા આ પ્રકારના મેસેજ

image soucre

યુઝર્સના જણાવ્યા મુજબ તેઓને એરટેલ તરફથી એક મેસેજ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે, તમારી ચાલુ રહેલી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે ચાલુ રાખવા માટે airtel.in પ્રિપેડ / પોસ્ટ પેડ રિચાર્જ પર ક્લિક કરો અથવા 121 ડાયલ કરો. હવે જો તમારો પ્રિપેડ પ્લાન પૂરો થઈ ગયો હોય તો તમારે તમારા નંબર પર રિચાર્જ કરવું જોઈએ પરંતુ જો તમે હાલમાં જ તમારા નંબર પર રિચાર્જ કરાવ્યું હોય તો તમારે આ મેસેજને ઇગ્નોર કરી દેવાનો રહેશે.

ટ્વિટર પર યુઝરે ઉઠાવ્યો આ મુદ્દો

image soucre

એક ટ્વિટર યુઝરે આ મેસેજનો સ્ક્રીન શોટ લઈ તેને ટ્વિટર પર શેયર કરતા લખ્યું હતું કે, ડિયર Airtel_Presence @airtelindia, મને મારા બધા નંબર પર નીચે દર્શાવેલો મેસેજ મળ્યો છે, શું આ સિસ્ટમની એરરના કારણે છે ? મારા બધા નંબર પર કાયદેસર સક્રિય યોજનાઓ છે, કૃપયા સલાહ આપો.

કંપની તરફથી આપવામાં આવ્યો આ જવાબ

image soucre

આ મેસેજ બાબતે કંપનીને ટ્વિટર પર યુઝરે જાણ કરતા એરટેલ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, અમારી તરફથી એક ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે તમને સેવાઓ પર નિષ્ક્રીય કરવા સંબંધે એક ખોટો sms પ્રાપ્ત થઈ શકે છે. કૃપયા તેને અગનોર કરો, તમને થયેલ આ અસુવિધા માટે અમે દિલગીર છીએ.