આ છે દુનિયાનું સૌથી ગંદુ ઘર તેમ છતાં તેની કિંમત છે એક કરોડથી પણ વધારે…
જ્યારે કોઈ મકાનને વેચવાનું હોય છે ત્યારે મકાન માલિક તેની સારી કિંમત આવે તે માટે તેને સારી રીતે સાફ કરાવે છે અને સમારકામ ની જરૂર હોય તો તે પણ કરાવી લેતા હોય છે. કારણ કે ગંદુ ઘર ખરીદવા માટે કોઈ તૈયાર થતું નથી અને કદાચ જો કોઈ ખરીદવા તૈયાર પણ થાય તો તેની ઊંચી કિંમત ન આવે.
આવું સામાન્ય રીતે તો હોય છે પરંતુ આજકાલ છે ઘર ચર્ચામાં છે તે આ વાતને ખોટી પાડે છે. આ ઘર આવેલું છે યુકેના પ્લાઈમોથ શહેરમાં. આ ઘર મકાન માલિકે વેચવા માટે મુક્યું ત્યારથી સતત ચર્ચામાં છે. તેનું કારણ છે ઘરની અંદર રહેલો કચરો. આ કચરો પણ થોડો નથી પરંતુ છેલ્લા 13 વર્ષથી એક્ઠો કરેલો કચરો છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર આ ઘરમાં છેલ્લા 13 વર્ષથી સાફ-સફાઈ જ થઈ નથી જેના કારણે આ ઘર દુનિયાનું સૌથી ગંદુ ઘર બની ચૂક્યું છે. આ ઘરની તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ છે અને તેને જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.
આખર બ્રિટનનું સૌથી ખરાબ કર છે જેમાં છેલ્લા 13 વર્ષથી કચરાના ઢગલા થઈ ગયા છે હવે આ ઘર જે ખરીદશે તેને કચરા સાથે ઘર ખરીદવું પડશે. જો કે દુનિયાના સૌથી ગંદા ઘરની કિંમત પણ એક કરોડથી વધારેની મૂકવામાં આવી છે.
ઘરમાં ફેલાયેલી ગંદકી ની વાત કરીએ તો ઘરના રસોડામાં 13 વર્ષથી એઠા વાસણ જેમના તેમ પડેલા છે આ સાથે જ રસોડામાં રાખેલું ખાદ્ય પદાર્થ પણ સળી ચૂક્યો છે. ઘરના માસ્ટર બેડરૂમમાં બેડ ઉપર કચરો જોવા મળે છે ઘરને મકાનમાલિકે સફાઈ કર્યા વિના જ વેચાણ અર્થે મૂક્યું છે.
ઘરની અંદર સીડી પર પણ કચરાના ઢગલા પડ્યા છે જાણવા મળતી માહિતી અનુસાર આ ઘરમાં એક કપલ રહેતું હતું. પરંતુ તેના મૃત્યુ બાદ તેમનો દીકરો આ શહેર છોડીને જતો રહ્યો. ત્યારબાદથી આ ઘર સતત બંધ રહ્યું છે અને તેની સફાઇ પણ કરવામાં આવી નથી. હવે મકાન માલિકને આ ઘર વેચી નાખવું છે પણ તેની સાથે ખરીદનારને 13 વર્ષથી એકત્ર થયેલો કચરો ફ્રીમાં મળશે.