હદ થઇ! કૂતરાને દોરડાથી બાંધીને બાઈક પાછળ ધસડીને લઈ જતા આ માણસોને શરમ પણ ના આવી…

કયા માણસના નસીબ કયારે પલટી જાય તે અંગે કંઈ કહી ન શકાય. એવી અનેક વાતો તમે સાંભળી હશે જેમાં કોઈ શખ્સના નસીબ રાતોરાત બદલાય ગયા હોય. સામાન્ય રૂપે માણસના અવેધ સંબંધના કારણે હત્યા, સંબંધોમાં દરાડ અને ઘર મૂકવાની વાત તમે સારી રીતે સાંભળી હશે પણ શું ક્યારે આ સાંભ્ળ્યું છે કે કોઇ માણસ પોતાની મજા માટે એક માસૂમ કૂતરાને પોતાની બાઇક સાથે ઘસડે? ટેકનોલોજીના જમાનામાં લાગણીઓ ભૂલાઈ છે. માનવી ધીરે ધીરે પત્થર દિલનો બની રહ્યો છે. એમ કહો કે, લાગણીહિન માનવ ક્રુરતાની હદ વટાવી રહ્યો છે. માણસો મૂંગા પશુઓને પણ છોડતો નથી. મૂંગા પશુ સાથે પિશાચી કૃત્ય કરતા પણ જરા વિચારતા નથી. આ સાંભળીને આશ્ચર્ય જરૂરથી થાય. પરંતુ આ એક હકિકત છે. ત્યારે સુરતમાંથી એવો વીડિયો સામે આવ્યો છે જે તમારું કાળજુ કંપાવી દેશે.

image source

સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શ્વાનને દોરડાથી બાંધીને ગાડી સાથે ખેંચવામાં આવ્યો છે. આ સાંભળવું પણ ન ગમે, ત્યારે કેટલાક લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. શ્વાનને દોરડા સાથે
બાંધીને ચાલુ ગાડીએ ઘસડીને લઈ જવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો વેસુ વિસ્તારનો હોવાનું અનુમાન છે. ચાલુ ગાડીએ શ્વાનને ધસડીને લઈ જતા તે મોતને ભેટ્યો હતો. તેમ છતા બે યુવકો શ્વાનને ધસડીને લઈ જઈ રહ્યાં છે.

image source

પાછળ બેસેલ શખ્સે શ્વાનના ગળાના ભાગે દોરી બાંધી હતી, અને તેનો બીજો છેડો બાઈક પર પકડીને રાખ્યો હતો. જોકે, અન્ય બાઇક ચાલકે પોતાના મોબાઈલમાં આ વીડિયો ઉતાર્યો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ પશુપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે જેટલા શ્વાનને ઝેરી આપી મારી નંખાયા હતા. જે ઘટનામાં પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

વલસાડમાં રખડતા ઢોરોનો આતંક

image source

વલસાડના શાકભાજી માર્કેટ ખાતે આવેલ જ્યોતિ હોલ સામે રવિવારના રોજ સાંજના અરસામાં પાલતુ શ્વાન અને તેના માલિક ઉપર 3 જેટલી ગાયોએ હુમલો કર્યો હતો. પાલતુ શ્વાન ગાયો સામે ભસતા ગાયો ભડકી ગઈ હતી, અને ગાયોએ શ્વાન અને શ્વાનના માલિક પર હુમલો કર્યો હતો. હુમલો કરતા અનેક લોકો વચ્ચે પડી હતી. વિફરેલી ગાયોને ભગાડી શ્વાન અને શ્વાનના માલિકનો જીવ બચાવાયો હતો. આ ઘટનામાં શ્વાન અને માલિકને સામાન્ય ઇજા પહોંચી
હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેનાબાદ સોશિયલ મીડીયામાં વાયરલ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!