આ ગંધાતા ઘરની તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો છી…છી…છી

દુનિયાનું સૌથી ગાંધાતુ ઘર – જ્યાં પગ મુકતા જ લોકો પાછા વળી જાય છે

image source

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના કાળ ચાલી રહ્યો છે જે હવે મંદી કાળનો પણ પર્યાય બની ગયો છે. કારણ કે વિશ્વના ઘણા બધા ધંધા હાલ ઠપ્પ થઈ ગયા છે. રોજગારી તેના સૌથી નીચા દરે પહોંચી ગઈ છે. લોકોની ખર્ચ શક્તિ પણ સાવજ નીચી આવી ગઈ છે. તો બીજી બાજુ લોકો ઓછું વળતર મેળવીને ધંધો કરવા પર મજબુર બન્યા છે. બધા જ વ્યવસાયની જેમ પ્રોપર્ટી બિઝનેસને પણ આ દરમિયાન માઠી અસર પડી છે. અને કેટલાક લોકો તો મજબૂરીનો એવો શિકાર બન્યા છે કે તેઓ સાવ જ નજીવા ભાવે પોતાની પ્રોપર્ટી વેચવા ઉતાવળા થયા છે. જો કે જેની પાસે રૂપિયા હોય તે લોકો આવી સ્થિતિનો ભરપુર ફાયદો ઉઠાવી શકે છે અને ભવિષ્યમાં તેમાંથી કેટલાએ ગણું વળતર મેળવી શકે છે.

image source

તાજેતરમાં યુકેના લીડ્સ પ્રાંતમાં એક મકાન વેચવા માટે ખુલ્લુ મુકવામા આવ્યું છે. અને તે હાલ ઇન્ટરનેટ પર ખૂબ જ ચર્ચા જગાવી રહ્યું છે. આ મકાન ત્રણ માળનું છે અને 53 લાખ રૂપિયામાં વેચાવા માટે માર્કેટમાં છે. પણ આટલા સસ્તા મકાનને ખરીદવા માટે કોઈ તૈયાર નથી થતું.

image source

એક અહેવાલ પ્રમાણે સામાન્ય રીતે આ એરિયાના અન્ય મકાનની કિંમત આ મકાન કરતા કેટલાએ ગણી વધારે છે. જેની સરખામણીએ આ મકાનની કિંમત ખૂબ ઓછી છે. આટલા સસ્તા મકાનની એડ જોઈ સૌ પ્રથમ તો લોકો આ મકાન તરફ ખૂબ આકર્ષિત થાય છે અને તેને જોવા પણ આવે છે, પણ મકાનની અંદર પગ મુકતા જ તેમને દીવસે તારા દેખાવા લાગે છે. અને પછી તો તેમને એવું જ લાગે છે કે આ મકાન તો કોઈ મફતમાં આપે તો પણ ન લેવાય.

image source
image source

કારણ કે આ મકાનમાં એક ખૂબ મોટી ખોટ છે. બહારથી તો આ મકાન આજુબાજુના સામાન્ય મકાનો જેવું જ લાગે છે. આ મકાનને બે બેડરૂમ છે. ડ્રોઇંગરૂમ છે બાથરૂમ છે બધું જ છે પણ તે બધું સાવ જ વાપરી ન શકાય તેવી સ્થિતિમાં છે. માટે જ લોકો આ ઘરમાં પહેલો પગ અંદર મુકે તો બીજો પગ પાછો બહાર મુકી દે છે. કારણ કે આ ઘરને જાણે વર્ષોથી સાફ કરવામાં ન આવ્યુ હોય તેટલા કચરાના ઢગ જામેલા છે. દીવાલોની હાલત પણ અત્યંત ખરાબ છે. ઘરમાં અગણિત કરોળિયાના જાળા બાજેલા છે. બાથરૂમની હાલત જોતાં તો ત્યાંને ત્યાંજ ઉલટી આવી જાય તેવું છે.

image source

તો વળી ઘરની અંદરના રાચરચિલા એટલી ખરાબ સ્થિતિમાં છે કે ભંગાર વાળાને ખરીદનારે સામેથી ત્યાંથી તે સામાન લઈ જવા માટે પૈસા આપવા પડે. આ ઘરને ઘર નહીં પણ એક મોટી કચરાપેટી જ કહેવું જોઈએ. નથી તો દીવાલ પર પ્લાસ્ટરનું કોઈ પડ, જગ્યાએ જગ્યાએ વોલપેપર ઉખડી ગયા છે. ઓછી કીંમતથી આકર્ષાઈને જે પણ વ્યક્તિ ઘર જોવા આવે તે બીજી જ ક્ષણે ઘરની બહાર ભાગી આવે છે. આ ઘરનો એક પણ ખૂણો વાપરવા યોગ્ય નથી. એક રીતે તો એ પણ પ્રશ્ન થાય છે કે મકાન માલીકે કયા મોઢે આ ઘર વેચવા કાઢ્યું હશે ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત