જો તમે પણ ક્યારેક ક્લાસમાં ફેલ થયા છો, તો આ વીડિયો તમારા માટે છે

જો તમે પણ ક્યારેય શાળામાં ફેલ થયા છો અને દોસ્તોથી ખરી ખોટી સાંભળી છે, તમારા સગા સંબંધીઓએ તમને કંઈ પણ સંભળાવ્યું છે તો તમે નિરાશ થયા વિના તમને પોતાને સાબિત કરવા વિચાર્યું હશે કે અપના ટાઈમ આયેગા. તમારે બોલવાની જરૂર નથી રહેતી. તમારી હરકતો અને કામ જ દુનિયાને જણાવી દે છે.

image source

આ વ્યક્તિએ પણ આવું જ કર્યું છે. ખાસ કરીને જે લોકો નિરાશ થાય છે તે હાર જેવું અનુભવે છે. એવું નથી કે ફેલ ફક્ત ક્લાસમાં જ થવાય છે. જિંદગીમાં અનેક અવસર આવે છે જ્યાં આપણે ફેલ થઈ જઈએ છીએ. પણ આ સમયે હારવાનું રહેતું નથી.

જુઓ આ વીડિયો

મનુ ગુલાટી એક સરકારી શિક્ષિકા છે. તેઓએ આ વીડિયો શેર કર્યો છે. તેઓએ લખ્યું છે કે હું ફેલ થઈ છું. મારા સાથી બાળકો આગળ નીકળી ગયા છે. પ્રિસિંપલ્સ, ટીચર્સ, પેરન્ટ્સે મારી પર વિશ્વાસ કર્યો અને હું 12માંમાં 96 ટકા માર્ક લાવી. કહેવાય છે ને કે રુક જાના નહીં તું કહીં હાર કે, કાંટો પે ચલ કે મિલેંગે સાયે બહાર કે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ બેઠા છે.

બાળકોને ક્લાસમાં બોલવા દો

લોકોએ વીડિયો પસંદ કર્યો છે. એટલું નહીં કોઈએ તો લખ્યું કે ક્લાસમાં બાળકોને 5 મિનિટ તો બોલવા જ દેવા. જેથી તેમનો આત્મવિશ્વાસ વધે.

પોઝિટિવ ન્યૂઝ ફોર ધ ડે

આ રીતે જ ભારત બનશે મહાન

વેલ ડન બાળકો

ટોપર બની ચારુ યાદવ

image source

મળતી જાણકારી અનુસાર રોહિણીના રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલયની સ્ટુડન્ટ છે ચારુ યાદવ. તે 11મા ધોરણમાં ફેલ થઈ હતી અને તેઓએ અભ્યાસ છોડી દીધો હતો. પ્રધાનાચાર્ય અને શિક્ષકો અને પેરન્ટ્સના પ્રોત્સાહનના કારણે 12માના માનવિકી સંકાયમાં તે ટોપર બની. તો જોયું ફેલ થનારાને પણ હાર નથી માની.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત