ઋતિક રોશન બીજી વખત બનશે વરરાજો, ટૂંક સમયમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે સાત ફેરા લેશે?
સુપરસ્ટાર ઋતિક રોશન આ દિવસોમાં પોતાનું પર્સનલ લાઈફને લઇ ખુબ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી ઋતિકની ડેટિંગની ખબર છવાયેલી છે. એમને ઘણી વખત એક્ટ્રેસ સબા આઝમ સાથે સ્પોટ કરવામાં આવ્યા છે જે પછી બંનેના રિલેશનમાં હોવાની કચાસ લગાવવામાં આવી રહી છે. જો કે બંને એક બીજા સાથે સબંધની ખબર પર ચૂપ છે. આ વચ્ચે એક મીડિયા રિપોર્ટ અનુસાર ઋતિક રોશન આ રિલેશનને લઇ ખુબ સિરિયસ છે અને જલ્દીમાં જલ્દી સબા સાથે લગ્નના સબંધમાં બંધાવા માંગે છે.
ઋતિક સબા સાથેના સંબંધને લઈને ગંભીર છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋતિક રોશન અને સબા આઝાદ ધીમે ધીમે તેમના સંબંધોને આગળ લઈ રહ્યા છે. બોલિવૂડ લાઈફ અનુસાર, ઋતિક જલ્દી જ સબા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે. પોર્ટલ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, ઋતિક સબા સાથેના તેના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર છે અને આ સંબંધને આગળ લઈ જવા માંગે છે. તે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યો છે. જો કે, હજુ સુધી કંઈ નક્કી નથી થયું પરંતુ બંને એક સાથે ખૂબ જ ખુશ છે.
કપલ લગ્ન કરવાના મૂડમાં
સ્ત્રોતે વધુમાં ઉમેર્યું હતું કે, ઋતિક સબા સાથે લગ્ન કરવાના મૂડમાં છે. પરંતુ પહેલા તે ધીમે ધીમે તેના સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે સમય લેશે. તે પોતાના સંબંધોને મીડિયાથી દૂર રાખવા માંગે છે. સૂત્રએ એ પણ ખુલાસો કર્યો હતો કે ઋતિક સાત ફેરે લેવાનું વિચારી રહ્યો છે પરંતુ ફરહાન અખ્તર અને શિબાની અખ્તરની જેમ લગ્ન કાર્યક્રમ પણ નાનો હશે.
View this post on Instagram
રોશન પરિવાર સાથે સબાની નિકટતા વધી
હાલમાં જ સબા આઝાદ રોશન પરિવાર સાથે જોવા મળી હતી. તેણે ઋતિકના આખા પરિવાર સાથે લંચ કર્યું હતું. આ દરમિયાન ઋતિકના કાકા રાજેશ રોશન દ્વારા કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી, જે જોતા જ વાયરલ થઈ ગઈ હતી. આ તસવીરો પર ઋતિક રોશને કોમેન્ટ પણ કરી હતી. તેણે લખ્યું, ‘તે વાત સાચી કે કાકા અને તમે સૌથી વધુ ધમાલ કરો છો.’ ઋતિક બાદ સબા આઝાદે પણ આ તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપી.. સબાએ કોમેન્ટ કરી, ‘બેસ્ટ સન્ડે’
સબા અને ઋતિકનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઋતિક રોશન જલ્દી જ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં જોવા મળવાનો છે. થોડા અઠવાડિયા પહેલા આ ફિલ્મનો રિતિક રોશનનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો હતો. આ સિવાય તે ફિલ્મ ‘ફાઈટર’માં જોવા મળવાનો છે. આ ફિલ્મ દ્વારા ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની જોડી પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. સબા આઝાદની વાત કરીએ તો હાલમાં જ તેની વેબ સિરીઝ ‘રોકેટ બોયઝ’ લોન્ચ કરવામાં આવી છે. આ સિરીઝમાં જિમ સરભ અને ઈશ્વાક સિંહે મહત્વની ભૂમિકાઓ ભજવી છે.