સની લિયોનનું પાન કાર્ડ લઈને કોઈ અજાણ્યા માણસે પોતાનો હપ્તો ભરી લીધો, અભિનેત્રીએ કહ્યું- આવુ કયારેય નથી થયું

બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની લોન ફ્રોડનો ભોગ બની છે. સનીના પાનકાર્ડનો મીસયૂઝ કરીને અજાણી વ્યક્તિએ તેની લોન ભરી છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે આની ફરિયાદ કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. સની લિયોનીએ પોસ્ટમાં લખ્યું ‘કોઈક મૂર્ખાએ મારા પાનકાર્ડનો 2,000 રૂપિયાની લોન પ્રોસેસ કરવા માટે ઉપયોગ કર્યો છે.

image source

બોલિવૂડ અભિનેત્રીએ ટ્વિટર પર આ માહિતી આપી હતી. સની લિયોને ટ્વિટર પર લખ્યું છે કે કોઈએ તેની જાણ વગર તેના પાન નંબર પર 2,000 રૂપિયાની લોન લીધી છે. સની લિયોને કહ્યું કે જે લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે તેઓએ મારો CIBIL સ્કોર (sic) બગાડ્યો છે. જોકે, બાદમાં સનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.

image source

સની લિયોનીના ટ્વીટ બાદ આ મામલો સતત જોર પકડી રહ્યો છે. સની લિયોની ઉપરાંત શબાના આઝમી અને અમૃતા રાવ જેવી એક્ટ્રેસ પણ અલગ-અલગ માધ્યમથી ફ્રોડનો શિકાર બની ચૂકી છે.