કરોડો રૂપિયાની સંપતી ધરાવતી આ અભિનેત્રી આજે પણ કરે છે બોલીવૂડ પર રાજ, જાણો કોણ છે આ અભિનેત્રી…?

નમસ્તે મિત્રો આજે આપણે ફિલ્મ ક્ષેત્રે ખુબજ આગળ પ્રગતિ કરતી અદાકારા માધુરી દીક્ષિત વિશે ચર્ચા કરીશું.આ અદાકારા અનેક લોકોના દિલ પર રાજ કરી રહી છે. માધુરી દીક્ષિત નુ મૂળ વતન મુંબઇ, ભારત છે. તેમનો જન્મ મરાઠી બ્રાહ્મણ કુટુંબ મા થયો હતો, તથા તેમના માતાપિતા શંકર અને સ્નેહલતા દીક્ષિત છે. માધુરી દીક્ષિતે ડિવાઇન ચાઇલ્ડ હાઇસ્કુલ અને મુંબઇ યુનિવર્સિટી મા અભ્યાસ કર્યો. તેમણે કથ્થક નૃત્ય ની તાલીમ લીધી છે.

image source

આ અભિનેત્રી નુત્ય ક્ષેત્રે ખુબજ પોતાના જલવા બતાવ્યા છે અને ત્યારથીજ દુનિયા તેની દિવાની થઈ શુકી છે.આ અદાકારાએ ફિલ્મ ક્ષેત્રની અંદર પગ મુક્તાની સાથે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે.માધુરી દિક્ષિતે તેની અભિનયની શરુઆત રાજશ્રી પ્રોડક્શનસ્’ ની ફિલ્મ અબોધ થી ૧૯૮૪મા કરી હતી. આ ફિલ્મ નિષ્ફળ ગઇ પરંતુ તેણે સહાયક ભૂમિકાઓ કરવાનુ ચાલુ રાખ્યુ. તેણે કરેલ મુખ્ય ભુમિકા એન. ચન્દ્રા ની સફળ ફિલ્મ તેઝાબ થી અભિનેત્રી ની હરોળમા આવી ગઈ.

image source

ત્યાર બાદ અનેક ફિલ્મોની અંદર આ અભિનેત્રીએ તેના પાત્રો નિભાવ્યા છે.માધુરી દીક્ષિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. તેણે ૧૯૮૪મા ‘અબોધ’ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ, માધુરીને ૧૯૮૮મા આવેલી ફિલ્મ ‘તેઝાબ’ થી ઓળખ મળી.

આ ફિલ્મની ભવ્ય સફળતા બાદ તેણે ક્યારેય પાછળ જોયું નહીં. ત્યાર બાદ તે ‘રામ લખન’, ‘પરિંદા’, ‘ત્રિદેવ’, ‘કિશન-કન્હૈયા’, ‘પ્રહાર’, ‘દેવદાસ’, ‘ખલનાયક’, ‘દિલ તો પાગલ હૈ’ વગેરે સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. માધુરી દીક્ષિતને ફિલ્મ દિલ માટે ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે એક ધનિક છોકરીનું પાત્ર ભજવ્યું હતું,

image source

જેમાં તે એક સરળ પરિવારના છોકરા સાથે પ્રેમમાં પડે છે. અને ત્યાર બાદ તે લગ્ન કરવા માટે તેના પરિવારના સભ્યોની વિરુદ્ધ જાય છે. માધુરી દીક્ષિતને ધક-ધક ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો તેને દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ઇચ્છે છે. માધુરી બોલિવૂડની એકમાત્ર અભિનેત્રી છે, જેને દેવદાસ ફિલ્મના ગીત માટે પંડિત બિરજુ મહારાજે કોરિયોગ્રાફી કરી હતી. આજે અમે તમને માધુરી દીક્ષિતના નેટવર્ક વિશે જણાવીશું.

image source

આ અદાકારાએ ફિલ્મ ક્ષેત્રે ખુબજ વિકાસ કર્યો છે. ઘણા અહેવાલો અનુસાર માધુરી દીક્ષિત ૨૫૦ કરોડની સંપત્તિની માલિક છે. અભિનેત્રી એક ફિલ્મ માટે ૪-૫ કરોડ રૂપિયા લે છે. બીજી બાજુ રિયાલિટી શોની સીઝન માટે ૨૪-૨૫ કરોડ રૂપિયા લે છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી માધુરી સૌથી વધુ કમાણી કરે છે. તે એક બ્રાન્ડ માટે આઠ કરોડ લે છે

image source

માધુરી દીક્ષિત પણ ઘણી લક્ઝરી કારની માલિક છે. તેની પાસે ઓડી, ટોયોટા ઇનોવા ક્રિસ્ટા અને રોલ્સ રોયસ જેવી કાર છે. વર્ક ફ્રન્ટ પર, અભિનેત્રી છેલ્લે કલંક ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપુર, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા પણ હતા. મલ્ટી સ્ટાર ફિલ્મ ફ્લોપ ગઈ હતી. માધુરી દીક્ષિત હાલમાં ટીવી શો કરી રહી છે. તે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાનાની ત્રીજી સિજનમાં જોવા મળી રહી છે.