ચંદન ફેસપેક બનાવે છે ત્વચાને સુંદર અને ડાઘ વગરની, કરો આ રીતે ઉપયોગ અને નજરે જુઓ પ્રભાવ…

ચહેરા ની સુંદરતા વધારવા માટે લોકો વર્ષો થી ચંદનનો ઉપયોગ કરતા આવી રહ્યા છે. ચંદન ચહેરા માટે બધી રીતે ફાયદાકારક છે. સામાન્ય રીતે તમે ચંદન પાઉડર નો ઉપયોગ કરી શકો છો, પરંતુ સારું પરિણામ મેળવવા માટે યોગ્ય રહેશે કે તમે ચંદનની લાકડી ઘસીને ઉપયોગ કરો.

image source

ચંદન તમારા ચહેરા ની સ્કિનને જ ગ્લોઈંગ બનાવતું નથી, ચહેરામાંથી ડાઘ-ધબ્બા દૂર કરીને ચહેરા ની ચમક પણ વધારે છે, અને પિમ્પલથી પણ છૂટકારો અપાવે છે. જાણો, ચંદનનો ચહેરા પર ઉપયોગ કેવી રીતે કરશો…? જો તમારી ત્વચા શુષ્ક છે, તો તમારે ચંદનના પાવડરને બદલે ચંદનના તેલ નો ઉપયોગ કરવો.

image source

સાફ અને સ્વચ્છ ત્વચા માટે, એક બાઉલમાં એક ચમચી ચંદન પાવડર અથવા ચંદન નું તેલ લો. પછી તેમાં એક ચમચી બેસન, એક નાની ચમચી હળદર અને પૂરતું ગુલાબજળ ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવો. ચહેરો સારી રીતે ધોઈને સાફ કરો અને પછી આ પેસ્ટ લગાવો. તેને થોડા સમય માટે રહેવા દો, જ્યારે તે સુકાઈ જાય, પછી તેને ધોઈ લો. તમે આ રોજ લગાવી શકો છો. તમને થોડા અઠવાડિયામાં જ ફરક દેખાશે.

ચહેરા ની સ્કિનને ગ્લોઈંગ બનાવવા અને પિમ્પલથી છૂટકારો મેળવવા માટે તમે પાંચ ગ્રામ ચંદન પાઉડરમાં, બે ગ્રામ કપૂર ને દળીને મિક્સ કરો. તેમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરો અને જાડી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ફેસપેક ની જેમ પોતાના ચહેરા પર અપ્લાય કરો અને પંદર મિનિટ માટે રહેવા દો. સુકાઇ જવા પર ઠંડા પાણીથી ચહેરાને ધોઇ નાંખો.

image soure

ચહેરાના ડાઘ-ધબ્બા દૂર કરવા અને સ્કિન ને ચમકદાર બનાવવાની સાથે, પિમ્પલ્સ થી છૂટકારો મેળવવા માટે એક ચમચી ચંદન પાઉડરમાં તમે બે ચમચી દૂધ મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો.. તેમાંથી એક ચમચી બદામનો પાઉડર પણ મિક્સ કરી લો. તેને મિક્સ કરીને ચહેરા પર લગાઓ અને સુકાઇ જવા સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરા ને ઠંડાં પાણીથી ધોઇ નાંખો.

image source

એક ચમચી ચંદન પાઉડર લો. તેમાં અડધી ચમચી મધ અને અડધી ચમચી દહીં મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર ફેસપેક ની જેમ અપ્લાય કરો. આ પેકને પંદર મિનિટ સુધી ચહેરા પર આમ જ લગાવીને રહેવા દો. ત્યારબાદ ઠંડાં પાણીથી ચહેરો ધોઇ નાંખો. તેનાથી તમારા ચહેરા પર જમા ગંદકી નીકળી જશે, ચહેરાની ચમક વધશે અને પિમ્પલ્સથી પણ છૂટકારો મળશે.

એક નાની ચમચી હળદરમાં એક ચપટી કપૂર મિક્સ કરો અને તેમાં ચંદન નું તેલ નાંખીને પેસ્ટ બનાઈ લો. આ પેસ્ટને રાતમાં સૂતા પહેલા ચહેરા પર ફેસપેક ની જેમ લગાઓ. સવારે ચહેરાને ઠંડાં પાણીથી ધોઇ નાંખો. તેનાથી તમારા ચહેરા પર ગ્લો આવશે અને ખીલ થી પણ છૂટકારો મળશે.