વિદ્યાર્થીએ સાઇકલની સાથે બેસાડ્યો એવો જુગાડ કે ‘વોશિંગ મશીન’ બની ગઈ.

આપણા દેશમાં ટેલેન્ટની ખામી છે નહી. બસ જરૂરિયાત છે તો તેને બહાર લાવવાની. આજે આ લેખમાં આવા જ ટેલેન્ટ વિષે જણાવીશું. ઘણા બધા બાળકો ઈચ્છે છે કે, તેઓ પોતાની માતાને એક વોશિંગ મશીન ખરીદીને આપે. પરંતુ નાનપણમાં પૈસા ક્યાં હોય છે ભાઈ! એટલા માટે શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કપડા ધોવા માટે એવો જુગાડ બેસાડ્યો છે કે, આ મામલો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. ગજબ તો આ છે કે, એક જૂની સાઈકલ અને ડ્રમની મદદથી બનેલ આ ‘વોશિંગ મશીન’નો ઉપયોગ કરવાથી આપણી કસરત પણ થઈ જશે

image source

રીપોર્ટ મુજબ, આ ‘દેશી વોશિંગ મશીન’ વિદ્યાર્થીએ પોતાની શાળાના એક પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરી, જેમાં કપડા ધોવા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કેમ કે, ભાઈ, આ ‘મશીન’ કપડાની સફાઈ ત્યારે કરશે જયારે કોઈ સાઈકલ પર બેસીને પેડલ મારશે.

પછી મારવાના હોય છે પેડલ.

image source

વિદ્યાર્થીએ આ મશીનને બનાવવા માટે જૂની સાઈકલના સ્ટ્રક્ચરનો ઉપયોગ કર્યો, જેની પાછળ એક મોટા ડ્રમમાં કપડા ધોવા માટે મશીનરી સિસ્ટમ બેસાડી છે.

સાફ થઈને નીકળે છે કપડા.

અને કપડા પણ ધોવાઇ જશે.!

પહેલા ડ્રમમાં નાખે છે કપડા.

image source

આપને જણાવી દઈએ કે, આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પેજ stories4memes પરથી તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ શેર કરવામાં આવ્યો હતો. જો કે, હવે આ વિડીયો સોશિયલ મીડિયા યુઝર્સની વચ્ચે ખુબ જ પોપ્યુલર થઈ રહ્યો છે. ઘણા બધા સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયોને જોઈ લીધા બાદ વિદ્યાર્થીઓના આ આઈડિયાની પ્રસંશા કરી રહ્યા છે.

image source

આ સાથે જ, આ પણ કહી રહ્યા છે કે, આપણા દેશમાં ટેલેન્ટની કોઈ ખામી છે નહી! જો કે, અત્યાર સુધી એની પુષ્ટિ કરવામાં આવી છે નહી કે, આ વિડીયો ક્યારે અને ફિલ્માવવામાં આવ્યો છે.

શું છે આ વિડીયોમાં?

આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે, વિદ્યાર્થીઓના એક સમૂહ ‘દેશી વોશિંગ મશીન’ને ઘેરીને ઉભા રહ્યા છે. એક વિદ્યાર્થી મશીનનો ડેમો આપી રહ્યા છે. તે એક ગંદુ કપડું બતાવે છે. ત્યાર બાદ તેને સાઈકલની પાછળ લાગેલ ડ્રમમાં નાખી દે છે.આની સાથે જ થોડોક ડીટર્જન્ટ પણ નાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Stories 4 Memes (@stories4memes)

ત્યાર બાદ તે વિદ્યાર્થી સાઈકલની ગાદી પર બેસીને કેટલીક મિનીટ સુધી પેડલીંગ કરે છે. અંતે જયારે તે મશીનમાં નાખવામાં આવેલ કપડાને બહાર કાઢે છે તો તે કપડા એકદમ સાફ થઈ ગયા હોય છે.