આ ગામમાં માનવો નહીં દાનવો રહે છે! પંચાયતની બેઠકમાં મહિલાને નગ્ન કરી માર માર્યો, વીડિયો ઉતારી વાયરલ પણ કર્યો

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. બંગાળના અલીપુરદ્વારમાં એક મહિલાએ લગ્નેત્તર સંબંધ બાંધ્યો હતો, જેના કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ પંચાયતની બેઠકમાં મહિલાને નગ્ન કરીને માર માર્યો અને ગામમાં લઈ ગયા હતા. ગામના લોકોએ જ્યારે મહિલાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો ત્યારે ક્રૂરતાની હદ પહોંચી ગઈ. વાયરલ વીડિયો જોયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

image source

મળતી માહિતી મુજબ ગામની સલીસી સભામાં (પંચાયતની સભામાં) લગ્નેત્તર સંબંધના આરોપમાં આદિવાસી મહિલાને નગ્ન કરી માર મારવામાં આવ્યો હતો અને ક્રુરતા બતાવવામાં આવી હતી. પછી ગામમાં ચક્કર લગાવવામાં આવ્યા. આ દરમિયાન તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ શરમજનક ઘટના ગુરુવારે બની હતી, પરંતુ તેનો ખુલાસો રવિવારે રાત્રે થયો હતો. કારણ કે વીડિયો અને ફોટો વાયરલ થવાના કારણે મામલો પ્રકાશમાં આવ્યો હતો.

image source

આ શરમજનક ઘટના અલીપુરદ્વાર જિલ્લાના કુમારગ્રામ બ્લોકના આદિવાસીઓના દૂરના ગામમાં બની છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત મહિલાએ લગ્નેત્તર સંબંધ બાંધ્યો હતો અને છ મહિના પહેલા તે એક બીજા પુરુષ સાથે ગામ છોડીને ફરીથી આવી ગઈ હતી, પરંતુ આ પુરુષ સાથેના સંબંધો બગડ્યા પછી તે તેના પતિ પાસે પાછી આગી ગઈ હતી.

image source

આ અંગે ગામોના વડીલોએ નારાજગી વ્યક્ત કરી હતી. ગામના વડીલોના કહેવાથી મહિલા અને તેના પતિને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે પછી વડીલોએ ગુરુવારે બપોરે આદિવાસી દંપતીને સલિસીની બેઠકમાં ભાગ લેવા સૂચના આપી હતી. આ કિસ્સામાં મહિલાના પતિને સમાજની બહાર રહેવાની સૂચના આપવામાં આવી હતી.

પીડિત મહિલાનો આરોપ છે કે બેઠક દરમિયાન મહિલાને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ બેઠકમાં ઉપસ્થિત ગામના યુવકોએ પીડિત મહિલાના તમામ કપડાં એક પછી એક ફાડી નાખ્યા. મહિલાને ગામમાં નગ્ન કરી લેવામાં આવી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો અને રવિવાર બપોર સુધીમાં તે શરમજનક ઘટનાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

image source

વીડિયો જોઇને પોલીસે આઠ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, એસપી ભોલાનાથ પાંડેએ જણાવ્યું હતું કે, પીડિત મહિલાની ફરિયાદના આધારે સોમવારે છ લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.