જ્વેલર્સની માંગણીના કારણે ફરીથી ટળી શકે છે ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોની તારીખ, જાણો શું છે નવી વ્યવસ્થા

ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોને લાગૂ કરવા માટે મળી રહેલી રાહત ગઈકાલે ખતમ થઈ છે. આ નિયમ લાગૂ થઈ ચૂક્યો છે. સરકારે જ્વેલર્સની માંગ પર 15 જૂન સુધી તેને ટાળી દીધો હતો. મળતી માહિતી અનુસાર જ્વેલર્સ એક વાર ફરીથી સરકારની પાસે પોતાની માંગ લઈને પહોંચ્યા છે. એટલે કે શક્ય છે કે ગઈકાલની બેઠક બાદ સરકાર આ નિયમોને લઈને કોઈ મોટો નિર્ણય લે અને આ નિયમોની તારીખને ફરીથી લંબાવી દેવામાં આવે.

શું ફરી આગળ વધી શકે છે ગોલ્ડ હોલમાર્કિંગની ડેડલાઈન

image source

મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજે થયેલી બેઠક બાદ આજે ખાસ નિયમો તૈયાર થઈ શકે છે. સરકાર અને વ્યાપારીઓની વચ્ચે બેઠક થશે અને નવા નિર્ણયોને લઈને જ્વેલર્સની માંગ પર ચર્ચા કરવામાં આવી શકે છે. સરકાર ફરીથી આ વાત પર વિચાર કરી શકે છે કે ગોલ્ડ હોલમાર્કિંગની તારીખને હજુ એક વાર એક્સટેન્ડ કરવી કે નહીં.

લેબ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર નથી

જ્વેલર્સનું કહેવું છે કે અમારી સરકારને માંગ રહી છે કે ગોલ્ડ હોલમાર્કિંગને લાગૂ કરવાની તારીખને આગળ વધારવામાં આવે. જ્વેલર્સની દલીલ છે કે દેશના અનેક જિલ્લામાં હોલમાર્કિંગને લઈને જરૂરી લેબ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ સુધી તૈયાર થઈ શક્યા નથી. એવામાં નવા નિયમોને લાગૂ કરવાનું મુશ્કેલ બની શકે છે. જ્વેલર્સની સાથે સરકારની બેઠકમાં આ વાત પર પણ વિચાર કરવામાં આવી શકે છે. આ સિવાય નિયમોને ચરણ બદ્ધ રીતે લાગૂ કરવામાં આવે જેથી જ્વેલર્સ પર પણ વધારે પ્રમાણમાં કોઈ દબાણ આવે નહીં. સરકારનું કહેવું છે કે આ તમામ વાતના વિચાર વિમર્શ બાદ ફરીથી કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

5 વાર વધી ચૂકી છે ડેડલાઈન

image source

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નવેમ્બર 2019માં ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓને માટે ગોલ્ડ હોલમાર્કિંગના નિયમોની જાહેરાત કરી હતી. આ નિયમોને જાન્યુઆરી 2021થી દેશમાં લાગૂ કરવાના હતી. પરંતુ કોરોના મહામારીના કારણે જ્વેલર્સની માગંને ધ્યાનમાં રાખીને સરકારે આ તારીખને 1 જૂન સુધી લંબાવી હતી. આ પછી તેને ફરી એકવાર 15 જૂન સુધી વધારી દીધા હતા. નિયમ 16 જૂનથી લાગૂ થવાના હતા. આ સમયે સરકાર તેને ટાળશે તો તે છઠ્ઠી વખત હશે.

હોલમાર્કિંગથી મળશે આ ફાયદો

સોનામાં હોલમાર્કિંગ કરવાથી સોનાની શુદ્ધતાનું પ્રમાણ મળે છે. હોલમાર્કિંગથી એ જાણી શકાય છે કે દાગીનામાં કેટલું સોનું છે અને અન્ય મેટલનું પ્રમાણ કેટલું છે. પ્રમાણિત જ્વેલર્સ પાસે જ બીઆઇએસનું ચિન્હ હોય છે જે નક્કી કરે છે કે દાગીના ભારતીય માનક બ્યૂરો ઓફ ઇન્ડિયાના સ્ટાન્ડર્ડ પર યોગ્ય ઠરે છે કે કેમ?

ગ્રાહકોને હોલમાર્કિંગથી શું થશે ફાયદો અને સોનું ખરીદતા શું ધ્યાન રાખવું પડશે

image source

ગ્રાહક જ્યારે પણ સોનું ખરીદવા જાય તો હોલમાર્ક જોઇને સોનું ખરીદે. હોલમાર્ક નથી તો આ એક રીતની સરકારી ગેરંટી નથી. આ ગેરંટી દેશની એકમાત્ર એજન્સી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS નક્કી કરે છે. હોલમાર્કને જોઇને ખરીદવાનો ફાયદો એ છે કે નજીકના ભવિષ્યમાં જો તમે તેને વેચો છો તો તમને તેના ઓછા ભાવ નહીં મળે.

ગ્રાહકો સાથે છેતરપીંડી કરવા પર આ નિયમ હેઠળ મળશે સજા

નવા નિયમ અનુસાર હોલમાર્ક અનિવાર્ય કર્યા પછી નવા ગ્રાહકો ગ્રાહક સુરક્ષા એક્ટ 2019ના લાગુ થવા પછી જો ગ્રાહક જોડે કોઇ છેતરપીંડી થાય તો જ્વેલર્સ પર જેલ અને દંડ બંને થવાની શક્યતા રહે છે. નવા ગ્રાહક સુરક્ષા નિયમ 2019 મુજબ જો ગ્રાહકના આરોપ સાચા પડે છે તો જ્વેલર્સને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને એક વર્ષની સજા પણ થઇ શકે છે. સાથે જ તેને દંડ પેટે સોનાની કિંમતના 5 ટકા સુધી ચૂકવવાની વ્યવસ્થા પણ છે.

શું થશે ઘરમાં રહેલા સોનાનું

image source

ગોલ્ડ હોલમાર્કિંગ નિયમ લાગૂ થયા બાદ એક મુખ્ય સવાલ એ છે કે ઘરમાં રહેલું જૂનું સોનું છે તેનું શું થશે. તેના વેચાણ પર કેવી અસર થશે. તેનો જવાબ એ છે કે ગોલ્ડ હોલમાર્કિંગના નિયમને લઈને ઘરમાં રાખેલા સોનાની જ્વેલરી પર કોઈ ફરક આવશે નહીં. તે સરળતાથી તમારી પાસે રહી શકે છે. જૂની જ્વેલરીના વેચાણ પર પણ કોઈ અસર થશે નહીં. તેને જ્વેલર્સને ત્યાં વેચી શકાશે. પણ જ્વેલર્સ હવે હોલમાર્ક વિના સોનું વેચી શકશે નહીં.