તાલિબાનની સજા આપવાની રીત જાણી ધ્રૂજી જાય ભલભલાં

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ પરત ફર્યું છે. આ વચ્ચે તાલિબાન સરકારમાં એક નવું મંત્રાલય ચર્ચામાં આવ્યું છે. આ મંત્રાલય ખૂબ જ ક્રૂર કાયદા લાગુ કરવા અને સજા આપવા માટે બન્યું છે. તેને અફઘાનિસ્તારન પર અમેરિકી સેનાના હુમલા બાદ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તાલિબાન દ્વારા તેને ફરીથી શરુ કરવામાં આવનાર છે.

એક અહેવાલ મુજબ તાલિબાનના આ નવા મંત્રાલયનું નામ મિનિસ્ટ્રી ઓફ પ્રોપેગેશન વર્ચ્યુ એંડ પ્રિવેંશન ઓફ વોઈસ છે. તાલિબાનની અંતરિમ સરકારમાં સદ્ગુણના પ્રચાર અને બુરાઈની રોકથામ મંત્રાલયનું ગઠન થયું છે. જેના વડે શરિયા કાયદો લાગૂ કરવામાં આવશે.

image source

અફઘાનિસ્તાનના સેંટ્રલ ઝોનના મુખિયા મોહમ્મદ યૂસૂફે જણાવ્યું હતું કે તેનો મુખ્ય ઉદ્દેશ ઈસ્લામની સેવા કરવાનો છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેઓ ઈસ્લામી નિયમ અનુસાર સજા આપશે.

image source

મોહમ્મદ યુસૂફે કહ્યું કે હત્યાની સજામાં ગુનેગારને મોતની સજા કરવામાં આવશે. જેણે જાણી જોઈને આ અપરાધ કર્યો હોય તેને મારી નાખવામાં આવશે. જો અપરાધ જાણીજોઈને ન કર્યો હોય તો એક નિશ્ચિત રાશિની ચુકવણી કરવા જેવી કોઈ સજા પણ કરી શકાય છે. યુસૂફે આગળ કહ્યું કે ચોરી થઈ તો ચોરી કરનારના હાથ કાપી નાખવામાં આવશે. લગ્ન બહાર અવૈધ સંબંધ હોય તો પથ્થરબાજી કરવામાં આવશે. જણાવાયું છે કે તેમાં પુરુષો અને મહિલાઓ બંનેને સજા આપવાની રીત એક જ હશે.

image source

યૂસુફનું કહેવું છે કે સજા માટે ચાર સાક્ષીઓની જરૂર હશે અને તે તમામ સાક્ષીની વાત એક સમાન હોવી જોઈએ. જો એકની પણ વાતમાં ફેરફાર હશે તો સજા આપવામાં આવશે નહીં. પરંતુ જો બધા સાક્ષી એક જ વાત કરશે તો દોષીને સજા આપવામાં આવશે. જે વ્યક્તિ દોષી સાબિત થશે તેને જ સજા આપવામાં આવશે.