19 નવેમ્બર એટલે આંતરરાષ્ટ્રિય પુરુષ દિવસ, જાણો ગુજરાતના બે ટ્રાંસ વુમનના અનુભવ વિશે

વર્ષ 2007થી દર વર્ષે 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટીય પુરુષ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે પુરુષોના અધિકાર, સ્વાસ્થ્ય અને પુરુષત્વના સકારાત્મક ગુણોની સરાહના કરવામાં આવે છે. ત્યારે આજે આપણે જાણીએ ગુજરાતના એવા બે પુરુષોના જીવન વિશે જેમણે જન્મ પુરુષ તરીકે લીધો હતો પરંતુ ત્યારબાદ સેક્સ ચેન્જ કરાવી પુરુષમાંથી સ્ત્રી બન્યા છે. આ બંને ટ્રાંસવુમન કેવી રીતે સમાજ માટે પ્રેરણારૂપ બન્યા તેના પર કરીએ એક નજર.

image soucre

આજે પણ સમાજમાં એવા અનેક લોકો છે જેઓ જેન્ડર ડાયસ્ફોરિયા ધરાવે છે પરંતુ તેઓ ખુલીને સમાજ સામે પોતાની લાગણી વ્યક્ત કરી શકતા નથી. આવા લોકોને સપોર્ટ પુરો પાડી અને તેમના માટે કામ કરી રહ્યા છે રાજકોટના પાયલ રાઠવા. પાયલ એક ડાન્સર, ચિત્રકાર હોવાની સાથે માનવ અધિકાર કાર્યકર્તા તરીકે પણ સક્રિય છે. તે જન્મથી તો પુરુષનું શરીર ધરાવતી હતી પરંતુ જ્યારે તે 14 વર્ષની ઉંમરે પહોંચ્યા તો તેમને સમજાય ગયું કે તે ટ્રાંસવુમન છે. આ વાત સામે આવતા તેણે ઘર છોડી દીધું કેમકે તેને પરિવારનો સપોર્ટ ન હતો. ત્યારબાદ તે રાજકોટ સ્થાયી થયા અને અનેક સમસ્યાઓનો સામનો કર્યો. કઠીન પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ આજે તેઓ સારા ચિત્રકાર, નૃત્યાંગના અને માનવ અધિકાર આયોગના કાર્યકર્તા બન્યા છે.

image soucre

પુરુષમાંથી ટ્રાંસવુમન બનેલા પાયલની ઈચ્છા એવી પણ છે કે સમાજમાં ટ્રાંસવુમનને દરેક જગ્યાએ આવકાર આપવો જોઈએ, કંપનીમાં નોકરી મળે, શિક્ષણક્ષેત્રે તેમને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. તેમનું કહેવું છે કે રોજગારીના અભાવના કારણે તેને કોરોના કાળમાં સેક્સવર્કર મહિલા તરીકે કામ કરવું પડ્યું હતું.

image source

આવી જ કંઈક કહાની છે પોરબંદર જિલ્લાના રાણાવાવમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિલેશ મહેતાની. તેઓ પણ પુરુષમાંથી સેક્સ ચેન્જ કરાવી સ્ત્રી બન્યા છે. જો કે તેમનું કહેવું છે કે જ્યારે તેમણે તેમની ઓળખ જાહેર કરી અને હવે તે બહાર નીકળે છે ત્યારે કોઈ એલિયન હોય તેમ તેને જોવે છે અને ઘણા લોકો તો પુછે પણ છે કે સેક્સ ચેન્જ કર્યા બાદ કેવું લાગે છે ? તેમનું કહેવું છે કે સમાજમાં આજે પણ એવો વર્ગ છે જે ટ્રાન્સમેન, ટ્રાન્સવુમન કે ટ્રાન્સજેન્ડરને સામાન્ય વ્યક્તિની સ્વીકારી શકતા નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સમાજ સ્વીકારશે નહીં તે ડરે અનેક લોકો આ સ્થિતિમાં પીડાય છે. ઘણા લોકો તેમની મદદ પણ માંગે છે.

image soucre

બીજલ મહેતાની વાત કરીએ તો તેઓ નિલેશ મહેતા તરીકે જીવન જીવતા હતા. તેમને નાનપણથી જેન્ડર ડાયસ્ફોરિયા હતું પરંતુ આ અંગે તે કોઈ નિર્ણય કરી શકે તે પહેલા જ તેમના લગ્ન થઈ ગયા. લગ્ન જીવનથી તેમને એક પુત્રીનો જન્મ પણ થયો પરંતુ અંદરથી તેઓ સ્ત્રી છે તે લાગણી હોવાથી તેમનુ લગ્નજીવન ટક્યું નહીં. છૂટાછેડા બાદ તેમણે સેક્સ ચેન્જ કરાવવાનો મક્કમ નિર્ધાર કરી લીધો અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી.

કેવી રીતે થાય છે ટ્રીટમેન્ટ ?

image soucre

સેક્સ ચેન્જ સર્જરીનો ખર્ચ 5થી 10 લાખ સુધીનો હોય છે. આ સર્જરી પહેલાં જે તે વ્યક્તિને હોર્મોન ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ તે વ્યક્તિના શરીરમાં ફેરફાર થવા લાગે છે. વ્યક્તિના હેર સોફ્ટ થાય છે, સ્કીન ટોન, અવાજ, વાળ, બ્રેસ્ટનો ગ્રોથ અને સ્વભાવમાં પણ ફેરફાર થાય છે. ત્યારબાદ સેક્સ ચેન્જ સર્જરી કરવામાં આવે છે.