સ્માર્ટફોનના આ 5 નિયમો સપ્ટેમ્બર મહિનામાં બદલાઈ ગયા, જાણો તમારા ખિસ્સાને કેવી થશે અસર

જો તમે સ્માર્ટફોન યૂઝર છો અને ડિઝની પ્લસ હોટસ્ટાર જેવા OTT પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. 1 સપ્ટેમ્બરથી મોબાઈલ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ બદલાઇ ચૂકી છે. ડિઝની પ્લસ હોટસ્ટાર આ મહિનાથી તેના સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત વધારવા જઈ રહી છે. તો સાથે જ એમેઝોન, ગૂગલ અને ગૂગલ ડ્રાઇવના સર્વિસ રૂલ્સ પણ આ મહિનાથી બદલાવાના છે. તેવામાં તમારે આ 5 ફેરફારો વિશે પણ જાણકારી મેળવવી જરુરી છે. કારણ કે તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

ડિઝની પ્લસ હોટસ્ટાર મોંઘુ થયું

image source

1 સપ્ટેમ્બરથી ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર મોંઘું થઈ ગયું છે. હવે લોકોને 399 રૂપિયાના બદલે 499 રૂપિયાની પ્રારંભિક કિંમતે પ્લાન મળશે. તેનો અર્થ એ થયો કે ગ્રાહકોને હવે 100 રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ સિવાય ગ્રાહકો ડિઝની + હોટસ્ટાર એપ દ્વારા બે ફોન પર 899 રૂપિયાનો પ્લાન ચલાવી શકશે. આ પ્લાનમાં HD પિક્ચર કવોલેટી છે. આ એપ યુઝર તેણે 4 સ્ક્રીન પર 1,499 રૂપિયામાં ચલાવી શકે છે.

એમેઝોનથી ખરીદી થશે મોંઘી

image source

1 સપ્ટેમ્બરથી તમારે એમેઝોનથી ખરીદી કરવા માટે વધુ ખર્ચ કરવો પડી શકે છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થવાને કારણે કંપની લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં 500 ગ્રામના પેકેજ માટે 58 રૂપિયા ચૂકવવા પડી શકે છે. પ્રાદેશિક ખર્ચ 36.50 રૂપિયા થશે.

પર્સનલ લોન એપ

image source

15 સપ્ટેમ્બર 2021 ગૂગલ પ્લે સ્ટોર પર નવા નિયમો લાગુ થશે. આ નવા નિયમ અંતર્ગત ભારતમાંથી શોર્ટ પર્સનલ લોન એપ પર પ્રતિબંધ મુકવામાં આવશે, જે લોનના બહાને યુઝર્સ સાથે છેતરપિંડી કરી રહી છે. ગૂગલને 100 શોર્ટ લોન એપ વિશે ફરિયાદો મળી હતી, ત્યારબાદ ગૂગલ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.

ગૂગલ ડ્રાઇવ

image source

13 સપ્ટેમ્બરથી ગૂગલ ડ્રાઈવમાં નવું અપડેટ મળશે, જે ગૂગલ ડ્રાઇવના ઉપયોગ પહેલા કરતા વધુ સુરક્ષિત અને સલામત બનાવશે.

ફેક કન્ટેન્ટ પર પ્રતિબંધ

ગૂગલની નવી નીતિ અમલમાં આવશે, જે અંતર્ગત ફેક કન્ટેન્ટને પ્રોત્સાહન આપતી એપ પર 1 સપ્ટેમ્બરથી પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે ગૂગલ પ્લે સ્ટોરના નિયમોને ગૂગલ દ્વારા પહેલા કરતા વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે.