પાટણની કોમલ કરાટેમાં બની રાષ્ટ્રીય ચેમ્પિયન, ગુજરાતી દીકરીએ ઈતિહાસ રચી કર્યું દેશનું નામ રોશન

તાજેતરમાં દિલ્હી ખાતે નેશનલ કરાટે ચેમ્પીયનશીપ યોજાઇ હતી. ખાસ વાત એ છે કે આ ચેમ્પિયનશિપમાં પ્રથમ વિજેતા ટીમ ગુજરાતની હતી. તેમાં પણ પાટણની કોમલ આચાર્યએ શાનદાર પ્રદર્શન કરી ગુજરાતને નેશનલ કરાટેમાં 2 એવોર્ડ અપાવ્યા.

દરેક દીકરી આત્મરક્ષણ માટે કરાટે શીખવું જોઈએ એવું માનતી કોમલ આચાર્ય જ્યારે દિલ્હીથી પાટણ પરત ફરી તો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ કરવાનું કારણ હતું કે દિલ્હીમાં યોજાયેલા નેશનલ કરાટે ચૅમ્પિયનશિપમાં કોમલ બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ગોલ્ડ મેડલ જીતી પાટણ પરત ફરેલી કોમલનું ભવ્ય સ્વાગત તેના નિવાસ્થાને કરવામાં આવ્યું હતું.

દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કરાટે ચૅમ્પિયનશિપમાં પ્રથમ વિજેતા ટીમ ગુજરાતની હતી. આ ચેમ્પિયનશિપમાં બીજી વિજેતા ટીમ જમ્મુ-કાશ્મીર અને ત્રીજી વિજેતા ટીમ લખનઉની હતી. તમામ રાજ્યોની ચીન વચ્ચે ગુજરાતની કોમલ એ બે ગોલ્ડ મેડલ જીતી પ્રથમ પદ પોતાના નામે કર્યું હતું.

કરાટે શીખવા માં કોમલ જે મહેનત કરી તેનું ફળ તેને બે ગોલ્ડ મેડલ સ્વરૂપે મળ્યું છે. તેણે કરાટે શીખવાની શરૂઆત દોઢ વર્ષ પહેલાં કરી હતી. તે સમયે તે યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતી હતી અને ત્યાંના કુછ ના માર્ગદર્શન હેઠળ તેણે કરાટે શીખ્યું. તેણે ખુબ ઓછા સમયમાં જ કરાટેમાં મહારત હાંસલ કરી લીધી. કોમલનું આત્મવિશ્વાસ અને મહેનત જોઈને તેના કોચે તેનું નામ નેશનલ ચેમ્પિયનશિપ માટે ફાઇનલ કર્યું.

અનુ ચેમ્પિયનશિપમાં દેશભરના રાજ્યો માંથી ખેલાડીઓ આવ્યા હતા જે તમામને માત આપી ગુજરાતના પાટણની કોમલ બે ગોલ્ડ મેડલ જીતી આવી. કોમલે મેળવેલી આ સિદ્ધિથી પાટણ સહિત રાજ્યભરમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જ્યારે તે દિલ્હી થી પાટણ પરત ફરી ત્યારે તેનું ભવ્ય સ્વાગત સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું.