બોલિવુડના આ કલાકારો રહી ચૂક્યા છે પ્રિયંકા સાથે રિલેશનમાં, આખરે પરણી ગઈ નિક જોનસને

પ્રિયંકા ચોપરા આજે ઇન્ટરનેશનલ લેવલ પર એક મોટું નામ બની ચુકી છે. આજે જે સ્થાન પર દેશી ગર્લ છે ત્યાં સુધી પહોંચવાનું સપનું બોલીવુડની ઘણી અભિનેત્રીઓએ જોયું. વર્ષ 2002માં તમિલ ફિલ્મ થમીજનથી ફિલ્મી દુનિયામાં પગ મુકનાર પ્રિયંકા ચોપરાએ પોતાના 19 વર્ષના કરિયરમાં ઘણા બધા મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું. એમને મેરી કોમ જેવી ફિલ્મની સફળતાની જવાબદારી પોતાના ખભે ઉપાડી. આજે પ્રિયંકા એ અભિનેત્રીઓમાં સામેલ છે જે એક અભિનેતા જેટલી ફી લે છે. તો આજે અમે તમને જણાવીશું પ્રિયંકા ચોપરા વિશે રસપ્રદ વાતો.

image source

પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ 1982માં જમશેદપુરમાં થયો હતો. જો કે પ્રિયંકા ચોપરા બરેલીની રહેવાસી છે અને એમને ત્યાં જ અભ્યાસ કર્યો છે. પ્રિયંકાની માતા મધુ ચોપરા અને પિતા અશોક ચોપરા બન્ને વ્યવસાયે ડોકટર હતા. પ્રિયંકા ચોપરા બાળપણમાં ખૂબ જ તોફાન કરતી હતી જેના કારણે એમના માતા પિતાએ એમને ત્રીજા ધોરણમાં હોસ્ટેલમાં મોકલી દીધી હતી. એ પછી જ્યારે પ્રિયંકા હાઈસ્કૂલમાં હતી તો એમને અભ્યાસ માટે અમેરિકા મોકલવામાં આવ્યા ત્યાં પ્રિયંકા ચોપરાને પોતાના શ્યામ રંગના કારણે રંગભેદનો સામનો કરવો પડ્યો હતો પ્રિયંકા થોડા સમય પછી પાછી પોતાના ઘરે ઇન્ડિયા આવી અને બાકીનો અભ્યાસ અહીંયા જ પૂરો કર્યો. બાળપણમાં પ્રિયંકા ડોકટર નહિ એન્જીનીયર બનવા માંગતી હતી.

image source

પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં 18 વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતવાની સાથે જ પ્રિયંકા ચોપરાએ બતાવી દીધું કે એ બૉલીવુડ કવીન બનવા માટે એકદમ તૈયાર છે. પ્રિયંકા ચોપરાએ આમ તો તમિલ ફિલ્મથી વર્ષ 2002માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી પણ વર્ષ 2003માં એમને સની દેઓલની ફિલ્મ ધ હીરોમાં સેકન્ડ લીડ એક્ટ્રેસ તરીકે કામ કરવાનો મોકો મળ્યો. એ ફિલ્મ પછી પ્રિયંકા ચોપરાએ વર્ષ 2003માં જ અક્ષય કુમાર સાથે ફિલ્મ અંદાજમાં કામ કર્યું પણ આ ફિલ્મની પણ મુખ્ય એક્ટ્રેસ લારા દત્તા હતી.

image source

પ્રિયંકા ચોપરાની કિસ્મત બોલીવુડમાં ત્યારે ચમકી જ્યારે રેમને અક્ષય કુમાર સાથે ફિલ્મ એતરાઝમાં કામ કરવાનો મોકો મળ્યો. જો કે એ પહેલાં પણ પ્રિયંકાએ પ્લાન, કિસ્મત અને અસંભવ જેવી ફિલ્મોમાં કામ કર્યું પણ એમને એ ઓળખ ન મળી શકી જેની એમને ચાહત હતી.વર્ષ 2004માં આવેલી ફિલ્મ એતરાઝમાં પ્રિયંકાએ નેગેટિવ રોલ કર્યો જતો. આ ફિલ્મમાં પણ બે અભિનેત્રીઓ હતી કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા. પણ બે અભિનેત્રીઓ વાળી આ ફિલ્મમાં પોતાના બોલ્ડ અંદાજ અને અભિનયથી પ્રિયંકાએ સાબિત કરી દીધું કે એ ફિલ્મ જગતમાં બીજી અભિનેત્રી તરીકે કામ કરવા નથી આવી. આ ફિલ્મને દર્શકોએ તો પસંદ કરી જ પણ ફિલ્મ સમીક્ષકો પાસેથી પણ પ્રિયંકાને વખાણ મળ્યા. પ્રિયંકાએ આ ફિલ્મ પછી ક્યારેય પાછું વળીને નથી જોયું.

image source

અંદાજ અને એતરાઝ પછી પ્રિયંકા ચોપરા અને અક્ષય કુમારની ઓનસ્ક્રીન જોડી ફેન્સને ખૂબ જ ગમવા લાગી. એનું પરિણામ એ આવ્યું કે એતરાઝની સફળતા પછી એ બન્ને ઘણી ફિલ્મોમાં સાથે દેખાયા અને એમના અંગત સંબંધને લઈને પણ ઘણા સવાલ ઉઠ્યા. મીડિયામાં ખબર આવી કે અક્ષય અને પ્રિયંકાનું અફેર ચાલી રહ્યું છે. ધીમે ધીમે આ ખબર અક્ષયની પત્ની ટ્વીનકલ ખન્નાના કાન સુધી ગઈ. જો કે ટ્વીનકલ ખન્ના પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે એટલે એમને શરૂઆતમાં આ વાત પર ધ્યાન ન આપ્યું.રિપોર્ટ્સ અનુસાર ટ્વીનકલ ખન્નાનો ગુસ્સો ત્યારે ફૂટ્યો જ્યારે પ્રિયંકા અને અક્ષય વક્ત ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને ટ્વિનકલે અક્ષયને લઈને પ્રિયંકાને ફોન કર્યો અને એમનો બરાબરનો જગડો થયો. ગુસ્સામાં ટ્વીનકલ સેટ પર પહોંચી ગઈ પણ એ સમયે પ્રિયંકા સેટ પર નહોતી. એ વાતને લઈને અક્ષય અને ટ્વીનકલ વચ્ચે ઘણી તું તું મેં મેં થઈ અને અંતમાં પરિણામ એ આવ્યું કે ટ્વિનકલે અક્ષયને પ્રિયંકા સાથે કામ કરવાની હંમેશા માટે ના પાડી દીધી. જો કે એ બન્ને એ પછી મુજસે સાદી કરોગીમાં સાથે દેખાયા હતા પણ એ પછી ક્યારેય સાથે નથી દેખાયા.

image source

આમ તો અક્ષય કુમાર આ લિસ્ટમાં એકલા નથી જેનું પ્રિયંકા ચોપરા સાથે અફેરની ખબર આવી છે. અક્ષય પછી પ્રિયંકા ચોપરાનું નામ બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાન સાથે જોડાયું. કહેવામાં આવે છે કે એ બન્ને ડોનની શૂટિંગ દરમિયાન ઘણા નજીક આવી ગયા હતા પણ જ્યારે આ વાત ગૌરી ખાન સુધી પહોંચી તો ગૌરીએ શાહરુખ ખાનને વોર્નિંગ આપી. એ સિવાય પ્રિયંકા ચોપરાનું નામ શાહિદ કપૂર અને હરમન બાવેજા સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

image source

પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઇન્ટરનેશનલ સિંગર નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા. એમને હિન્દૂ અને ક્રિષ્ચયન રીતરિવાજો પ્રમાણે લગ્ન કર્યા હતા. આજે એમના લગ્નને અઢી વર્ષ થઈ ચૂક્યા છે અને બન્નેમાં આજે પણ એવો જ પ્રેમ છે. પ્રિયંકા ચોપરા નિક જોનસ સાથે યુએસમાં રહે છે અને એમનું ઇન્ડિયા આવવાનું ઓછું થાય છે. પ્રિયંકા આજે બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ એક સફળ અભિનેત્રી છે.