બાથરૂમમાં આ કામ કરવા પડે છે સ્વાસ્થ્ય પર ભારે, વાંચો આ લેખ અને જાણો…

એવું માનવામાં આવે છે કે બાથરૂમ અથવા ટોઇલેટમાં 3.2 મિલિયન બેક્ટેરિયા હોય છે. મોટાભાગના લોકો તેમની ખરાબ ટેવોને કારણે તે બધા બેક્ટેરિયા ને દરેક જગ્યાએ ફેલાવતા રહે છે. તેનું પરિણામ એ થાય છે કે તમે અને તમારા પરિવારના સભ્યો ત્વચા અને પેટ ની બીમારીઓથી પીડાવ છો.

image source

લૂફાનો ઉપયોગ કરવો ત્યારે જ યોગ્ય હોય છે જ્યારે તે નવો હોય. તે તમારી મૃત ત્વચા કોશિકાઓ ને બંધ કરી દે છે, જે સ્પોન્જમાં મળી જાય છે અને ત્યાં જ રહે છે. સામાન્ય રીતે સ્નાન કર્યા પછી તમે તેને બાથરૂમમાં મૂકી દો છો, જેના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તેથી આગલી વખતે જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો, ત્યારે ગંદકી તમારા શરીર પર પાછી આવે છે. તેને સમયાંતરે બદલતા રહો. તેને સુકાવા દો અને તેને બાથરૂમમાં ન છોડો.

image source

જો તમને લાગે કે બિકીની એરિયા શેવ કરવાથી બેક્ટેરિયાથી બચવામાં મદદ મળે છે, તો તમે ખોટા છો. તેનાથી ઉલટું આમ કરવાથી તમારી ત્વચાને ચોક્કસપણે નુકસાન થઈ શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારો પેલ્વિક એરિયા સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જાય, તો તમે મહિલાઓના રેઝર અને શેવિંગ ક્રીમનો ઉપયોગ કરો. સાબુ તમારા માટે સૌથી હાનિકારક છે, તે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

ઘણીવાર લોકો સ્નાન કરતી વખતે પીઠ, માથા ઉપરની ચામડી, પગ નીચે અને કાનના પાછળ ના ભાગને સાફ નથી કરતા. તેનાના કારણે ધીમે-ધીમે આ ભાગોમાં ગંદકી થતી રહે છે અને ચામડીના રોગોનું જોખમ રહે છે. આ ભાગોને સાફ કરવા અને તેની સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે ખાસ બ્રશનો ઉપયોગ કરો.

image source

ઘણીવાર લોકો દાંત સાફ કર્યા પછી બ્રશ ખુલ્લું છોડી દે છે, જેનાથી તેના પર જંતુઓ જામી જાય છે, અને બીજા દિવસે તે જ બ્રશનો તમે ઉપયોગ કરો છો. બાથરૂમમાં ટૂથબ્રશ રાખવાથી કીટાણુઓ નું જોખમ વધે છે. તમારા ટૂથબ્રશ ને રાખવા માટે એક સુરક્ષિત સ્થળ શોધો જે ટોઇલેટ થી દૂર હોય. દર ત્રણ મહિને તમારું ટૂથબ્રશ બદલો.

લગભગ દરેક જણ તેમના ગેજેટ્સ બાથરૂમમાં લઈ જાય છે. હા, આપણે આપણા હાથ સાફ કરીએ છીએ, પરંતુ ટોઇલેટ પછી ફોનને સાફ નથી કરતા. તે પછી બપોરના સમયે ફોન સાથે લઈ જઈને ટેબલ પર મૂકી દઇએ છીએ. આમ કરવાનું ટાળો. બાથરૂમના ટુવાલનો ઉપયોગ મોંને સાફ કરવા માટે ના કરો અને ખાતરી કરો કે તમે જે ટુવાલથી મોં લૂછી રહ્યા છો તે ભીનું ન હોય. ભીના રહેવાથી બેક્ટેરિયા ઝડપથી વિકાસ પામે છે.

image source

ડિસ્પોઝેબલ ટુવાલ નો ઉપયોગ કરો. તે તમારી ત્વચાને બચાવશે, સાથે જ ટુવાલ ધોવાની જરૂર નહીં પડે. બાથરૂમમાં ભીના ટુવાલ ન રહેવા દો, ટોઇલેટમાં લાંબા સમય સુધી ન બેસો, ટોઇલેટ ને સારી રીતે ફ્લશ કરો, શેમ્પૂ કરતા સમયે વાળને નીચેથી પકડો. આમ કરવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો, અને સ્વસ્થ રહી શકો છો.