જાણી લો આ લક્ષણો વિશે, જે દેખાય શરદી-ખાંસી પહેલા તો થઇ જજો સાવધાન કારણકે…

જો શરદી અને ખાંસીમાં આ લક્ષણો દેખાય તો ચેતી જજો, આ લક્ષણોથી સાવધાન રહેજો

image source

કોરોના વાયરસને ઓળખવા માટે સામાન્ય રીતે શરદી અને ખાંસીને જ પ્રારંભિક લક્ષણ માનવામાં આવે છે. પણ એક નવા અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે જો તમને કોરોના થયો હોય તો તમારી સુંઘવાની અને સ્વાદ પારખવાની ક્ષમતા પણ ઓછી થઇ જાય છે. જો કે આ લક્ષણો શરદી અને ખાંસીથી પહેલા પણ દેખાવા લાગે છે. એક અધ્યયન મુજબ આ બંને લક્ષણોના આધારે શંકાસ્પદ કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે એવા વ્યક્તિને ક્વોરેન્ટાઈન કરવામાં સહાયતા મળી રહે છે તેમજ ઓળખવામાં મદદ મળી રહે છે.

204 જેટલા કોરોના દર્દીઓ પર સર્વે

image source

જો કે JAMA ઓટોલરીંગોલોજી હેડ અને નેક સર્જરી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અધ્યયન પ્રમાણે, વૈજ્ઞાનિકોએ 204 જેટલા કોરોના દર્દીઓ પર એક સર્વે કરીને શોધી કાઢ્યું હતું કે, એ દર્દીઓમાંથી 55 ટકામાં સ્વાદમાં ઘટાડો થયો હતો, જ્યારે સુંઘવામાં કમી લગભગ 41 ટકા જેટલા લોકોમાં જોવા મળી હતી. જો કે આ અભ્યાસના તારણોને આધારે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સતત સ્વાદ અને ગંધને સુંઘવામાં આવતી કમી એ કોરોનાના શરૂઆતી લક્ષણો હોઈ શકે છે.

359 દર્દીઓનો ટેલીફોન સર્વે

image source

જો કે ટેલીફોન સર્વે દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં 5 માર્ચ, 2020 વચ્ચે કોરોના પોજીટીવ રહેલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જે પણ હોસ્પીટલમાં હતા એ બધા જ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા હતા. જો કે આ અભ્યાસ સાથે જોડાયેલા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 359 દર્દીઓમાંથી 116 જેટલા દર્દીઓમાં જોવા મળ્યું હતું કે એમના સ્વાદ પારખવાના તેમજ ગંધ અનુભવી શકવાની ક્ષમતા ઓછી થઇ હતી. જો કે આ દર્દીઓમાંથી ૮૫ લોકોને માત્ર ગંધ પારખવામાં મુશ્કેલી હતી તો 113 જેટલા દર્દીઓમાં માત્ર સ્વાદ પારખવામાં મુશ્કેલીઓ જોવા મળી હતી.

કોરોનાનો શરૂઆતી તબક્કો

image source

આ દરમિયાન આ અભ્યાસમાં જોડાયેલા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કોરોનાના રોગમાં પુરુષ દર્દીઓની તુલનામાં મહિલા દર્દીઓમાં સ્વાદ અને ગંધ ક્ષમતાનો ત્રીવ્ર અભાવ જોવા મળે છે. જ્યારે, મધ્યમ વયની વ્યક્તિઓ યુવાન લોકો કરતા વધારે સશક્ત હતા. જો કે સંશોધનકાર એવું માને છે કે સ્વાદ પારખવામાં આવતી કમી અથવા ગંધ અનુભવી ન શકવાની કમજોરી એ કોરોનાનો શરૂઆતી તબક્કો છે.

image source

જો આ પ્રકારના લક્ષણો જોવા મળે, તો સામાન્ય રીતે એવા વ્યક્તિને તરત જ ક્વોરેન્ટાઇન માટે જવાની સલાહ આપવામાં આવી શકે છે. જો કે સુગંધ અને સ્વાદની ક્ષમતામાં ઘટાડો એ કોરોનાનાં લક્ષણોમાં સૌથી છેલ્લે સમાવવામાં આવેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત