મોદી સરકાર કરી રહી છે હાલ આ નિયમમા બદલાવ, કરો વડીલોની સેવા અને લઇ જાઓ દસ હજાર રૂપિયા…

મિત્રો, હવે કેન્દ્ર સરકાર વાલીઓ અને વડીલોની સાર-સંભાળ લેવા માટે નવો નિયમ લાવવા જઇ રહી છે. ખરેખર, વાલીઓ અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ સુધારો બિલ, ૨૦૧૯ પર મોન્સુન સત્રમા એક વિશેષ નિર્ણય લેવામા આવી રહ્યો છે.

image source

જો તમને ખ્યાલ ના હોય તો અમે તમને જણાવી દઈએ કે, હાલ અગામી સોમવારથી જ ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનું કલ્યાણ સુધારો બિલ – ૨૦૧૯ લાંબા સમયથી કેન્દ્ર સરકારના એજન્ડા પર હતુ. કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રની શરૂઆતમાં જ આ બિલ લેવા ઈચ્છતી હતી.

ડિસેમ્બર-૨૦૧૯ મા પાસ કરવામા આવ્યો હતો આ નિયમ :

વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સીનીયર સીટીઝન બીલ ડિસેમ્બર-૨૦૧૯મા કેબિનેટ દ્વારા પાસ કરવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ લોકોને માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોનો ત્યાગ કરતા અટકાવવાનો છે. આ બિલમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણની મૂળભૂત જરૂરિયાતો, સલામતી અને સુરક્ષાની ખાતરી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.

image source

હાલ, દેશમાં કોવિડ-૧૯ રોગચાળાના બે વિનાશક તરંગોને પગલે આવતું આ ખરડો વર્તમાન સત્રમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકો અને માતા-પિતાને વધુ શક્તિ મળશે. આ બિલ સંસદમાં રજૂ થાય તે પહેલાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.

જાણો આ નિયમો સાથે સંકળાયેલ મહત્વની માહિતી :

વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન્સ બિલ કેબિનેટે ડિસેમ્બર ૨૦૧૯મા બાળકોનો વ્યાપ વધાર્યો છે. આમાં બાળકો અને પૌત્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાવકા બાળકો, દત્તક લીધેલા બાળકો અને સગીર બાળકોના કાનૂની વાલીઓને પણ આ બિલમાં શામેલ કરવામાં આવ્યા છે.

image source

જો આ બિલ કાયદો બની જાય છે તો વાલીઓને જાળવણી તરીકે દસ હજાર રૂપિયા ચૂકવવા પડશે. જીવનધોરણ અને માતા-પિતાની આવકને ધ્યાનમાં રાખીને સરકારે આ રકમ નક્કી કરી છે. બાયોલોજીકલ બાળકો, દત્તક લીધેલા બાળકો અને સાવકા માતા-પિતાનો પણ આ કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

આ ઉપરાંત જાળવણીના પૈસા ચૂકવવાનો સમય પણ ૩૦ દિવસથી ઘટાડીને ૧૫ દિવસ જેવો કરવામાં આવ્યો છે. હવે જો આ કાયદો અમલમા આવી જાય તો ઘણા મા-બાપ રાહતનો શ્વાસ લઇ શકશે અને હાલ પ્રવર્તમાન સમયમા જે માતા-પિતાથી બાળકોનું અલગ રહેવા માટેનું ચલણ વધ્યું છે તેમા પણ ઘટાડો જોવા મળશે. જો હવે જોઈએ આ કાયદો ક્યારે આવશે અને સાથે શું-શું નવા રંગ લાવશે?