ફક્ત 10 પૈસામાં કપાઈ જશે 1 કિ.મી અંતર, મેડ ઈન ઈન્ડિયા લાવ્યું સૌથી સસ્તી અને સારી સાયકલ

અહી વાત થઈ રહી છે એવી બે ઇલેક્ટ્રિક સાયકલો વિશે જેને બેટરી અને પેડલ બંને દ્વારા ચલાવી શકાય છે. એક નજર કરીએ આવા શાનદાર સાયકલો પર. નાહક મોટર્સે આ જુલાઈમાં ભારતમાં તેની બે ઇલેક્ટ્રિક સાયકલો લોન્ચ કરી છે. તેમના નામ ગરુડ અને જિપ્પી છે. આ ઇલેક્ટ્રિક સાયકલમાં રીમુવેબલ બેટરી, એલસીડી ડિસ્પ્લે અને પેડલ સેન્સર ટેકનોલોજી જેવી સુવિધાઓ આપવામાં આવી છે આ ઇલેક્ટ્રિક સાયકલ ભારતીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ખાસ બનાવવામાં આવ્યા છે.

image source

આ ગરુડ સાયકલ વિશે વિગતે વાત કરીએ તો આ સાયકલોમાં લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે જે સંપૂર્ણ ચાર્જ કરવા માટે લગભગ 3 કલાકનો સમય લાગે છે. તેનું ચાર્જર ઘરના સામાન્ય પાવર સોકેટમાં સરળતાથી ફિટ થાય છે અને એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ ઇલેક્ટ્રિક સાયકલ 40 કિ.મીનું અંતર કાપી શકે છે. ઝીપ્પી અને ગરુડ ઇલેક્ટ્રિક સાયકલમાં એલોય સ્ટીલની ફ્રેમ્સ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સાયકલો પર ગ્રાહકો પ્રતિ કિલોમીટર કાપવા માટે 10 પૈસાનો ખર્ચ આવશે.

આ ઇલેક્ટ્રિક સાયકલની સારી વાત એ છે કે તેને બેટરી અને પેડલ બંનેથી ચલાવી શકાય છે. એટલે કે જ્યારે તમારી સાયકલની બેટરી પૂરી થઈ જાય છે ત્યારે તમે તેને સામાન્ય સાયકલની જેમ પણ ચલાવી શકો છો. હાલમાં ભારતીય બજારમાં ગરુડ ઇલેક્ટ્રિક સાયકલની કિંમત 31,999 રૂપિયા છે અને ઝિપ્પી ઇલેક્ટ્રિક સાયકલની કિંમત 33,499 રૂપિયા છે.

image source

Roadlark ઇલેક્ટ્રિક સાયકલ વિશે વાત કરીએ તો નેક્સઝુએ આ વર્ષે એપ્રિલમાં તેની નવી ઇલેક્ટ્રિક સાયકલ Roadlark ભારતમાં લોન્ચ કરી હતી. આ ઇલેક્ટ્રિક સાયકલ 100 કિ.મીની રેન્જ આપે છે. આ ઇલેક્ટ્રિક સાયકલની બેટરી પૂર્ણ ચાર્જ કર્યા કઈ પણ સમસ્યા વગર 100 કિલોમીટર સુધી ચાલી શકે છે અને ત્યારબાદ જ્યારે તેની બેટરી પૂરી થઈ જાય છે ત્યારે તમે તેને સામાન્ય સાયકલની જેમ પેંડલ મારીને પણ ચલાવી શકો છો. આ રીતે આ સાયકલ ટુ ઇન વન સાયકલની જેમ કામ કરે છે.

આ ઇલેક્ટ્રિક સાયકલ મેડ-ઇન-ઇન્ડિયા સ્કીમ અંતર્ગત બનાવવામાં આવી છે. તેમાં ડ્યુઅલ બેટરી સિસ્ટમ છે. તેમાં પ્રાઇમરી 8.7 Ahની હળવી અને રીમુવેબલ બેટરી આપવામાં આવી છે. તેમાં 5.2 Ahની સેકન્ડરી ઇન-ફ્રેમ બેટરી પણ મળશે. તેને ઘરના સામાન્ય સોકેટ દ્વારા પણ ચાર્જ કરી શકાય છે.

image source

આ સાથે વાત કરીએ આ સાયકલની સ્પીડ વિશે તો તેમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મળશે. તેમાં ડ્યુઅલ વેન્ટિલેટેડ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે જેની મદદથી આ સાયકલ સરળતાથી બેલેન્સ કરી શકાય છે. મુશ્કેલ રસ્તાઓ પર ચલાવતા સમયે કોઈ સમસ્યા ન થાય તે માટે તેમાં રગ્ડ ફ્રન્ટ સસ્પેન્શન આપવામાં આવ્યું છે. કંપની દ્વારા ભારતીય બજારમાં આ સાયકલની કિંમત 42,000 રૂપિયા રાખવામાં આવી છે.