દુનિયાના આ 5 દેશ બદલી ચૂક્યા છે પોતાનું રાષ્ટ્રગીત, જાણો તેની પાછળનું કારણ

બ્રિટીશો કોલોની રહેલા દેશ ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી રાષ્ટ્રગીતને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

image source

આ દેશનો એક મોટો વર્ગ માને છે કે બ્રિટિશરોએ આ દિવસે ઓસ્ટ્રેલિયામાં ઘૂસણખોરી કરી હતી. બ્લેક લાઇવ્સ મેટર પછી હવે અહિયા સંસ્કૃતિ અને ઇતિહાસને મહત્વ આપવાના કારણે દક્ષિણપંથી સરકાર દ્વારા રાષ્ટ્રગીતના શબ્દોમાં બદલાવ કરવામા આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તે દેશો વિશે જણાવીશું કે જેમણે તેમના રાષ્ટ્રગાનમાં ફેરફાર કર્યા છે.

દક્ષિણ આફ્રિકા

image source

1997 માં દક્ષિણ આફ્રિકાનું રાષ્ટ્રગીત બદલવામાં આવ્યું હતું. રંગભેદી શાસનનો ભોગ બનેલા આ દેશનું રાષ્ટ્રગીત પણ રંગભેદના સૂત્રને અંદર રાખતું હતું. જો કે, નવું રાષ્ટ્રગીત દક્ષિણ આફ્રિકાની પાંચ સ્થાનિક ભાષાને જોડીને બનાવવામાં આવ્યું હતું, જેને ચર્ચમાં રંગભેદની વિરુદ્ધ વાંચવામાં આવતી એક સુક્તિ પર આધારિત હોવાનું કહેવાય છે.

કેનેડા

image source

વર્ષ 2018 માં કેનેડામાં રાષ્ટ્રગીત બદલવાની કવાયત જોર પકડી હતી. અહેવાલો અનુસાર, રાષ્ટ્રગીતમાં લિંગ ભેદભેદના જે સંકેતો હતા તેને બદલીને સુધારવાના હતા, જેના માટે સંસદના સ્તરે અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. નવા રાષ્ટ્રગીતને લિંગ ભેદભાવથી મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

નેપાળ

image source

નેપાળમાં 2006 પહેલા રાજાશાહી સિસ્ટમ હતી, પરંતુ 2006 ની લોકતાંત્રિક ચળવળ પછી નેપાળની વચગાળાની વિધાનસભાએ રાષ્ટ્રગીત બદલવાની પ્રક્રિયા શરૂ કરી. 2007 માં નેપાળનું રાષ્ટ્રગીત બદલાયું, જેમાં નેપાળને એક રાજાશાહીને બદલે રાષ્ટ્ર તરીકે માનવામાં આવ્યું.

રશિયા

image source

સોવિયત સંઘનું જૂનું રાષ્ટ્રગીત જોસેફ સ્ટાલિનની પ્રશંસા જેવું હતું. જ્યારે સોવિયત યુનિયન સિસ્ટમનો અંત આવ્યો અને રશિયા એક અલગ દેશ તરીકે નકશા પર આવ્યો ત્યારે વ્લાદિમીર પુતિન વહીવટીતંત્ર દ્વારા 2000 માં એક નવું રાષ્ટ્રગીત તૈયાર કરવામાં આવ્યું. આ પહેલા પણ, 1956 માં સોવિયત રાષ્ટ્રગીત બદલવામાં આવ્યું હતું અને પછી 1877 માં સ્ટાલિનનો ઉલ્લેખ દૂર કરીને, બીજી આવૃત્તિને સત્તાવાર જાહેર કરવામાં આવી હતી.

ઇરાક

image source

વર્ષ 2003 માં સરમુખત્યાર તરીકે ઓળખાતા સદ્દામ હુસેનના શાસનના અંત પછી રાષ્ટ્રગીતને બદલવાની પ્રક્રિયા શરૂ થઈ. હુસેનના શાસનના ગુણગાન કરનાર રાષ્ટ્રગીતને બદલવાનો વર્ષો પ્રયાસ કર્યા પછી પણ ઇરાકને યોગ્ય રાષ્ટ્રગીત મળી શક્યું ન હતું. 2004 માં ઇરાકમાં મોતીની ગીતને રાષ્ટ્રગીત તરીકે અપનાવવાના અહેવાલો આવ્યા હતા, તેમ છતાં, મે 2020 માં એક અહેવાલમાં જણાવાયું હતું કે નવું રાષ્ટ્રગીત અને ધ્વજ ની કામગીરીને હાલમાં હોલ્ડ પર રાખી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત