અય્યાશ ઉદ્યોગપતિઓએ કરાવી ન્યૂડ ડાંસ પાર્ટી, રાજકોટ પહેલા આ જગ્યાએ યોજાવાની હતી પાર્ટી

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરની ઈમ્પિરીયલ હોટલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. હાલ શહેરભરમાં આ વાયરલ થયેલ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમગ્ર મામલે પોલીસ પ્રશાસન તરફથી પણ ખાનગી રાહે તપાસ કરવામાં આવી હોવાના સમાચાર પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી હોટલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓથી માંડી બોલિવૂડ તેમજ કલા જગત સાથે જોડાયેલા અનેક નામાંકિત કલાકારો ઉતરતા હોય છે. સાથે જ આ હોટલમાં કેન્દ્રીય કક્ષાના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ પણ યોજતા હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલો વીડિયો ખૂબ જ પ્રસિદ્ધ ધારાવાહિકની એક અભિનેત્રીનો છે. હાલ આખા રાજકોટમાં આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

image source

ઈમ્પિરીયલ હોટલ એ શહેરની મધ્યમાં આવેલી હોટલ છે, જેમાં જે પ્રમાણે અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેના કારણે આ હોટેલ ફરી એક વખત ચર્ચાના એરણે ચડી છે.અગાઉ હોટલ ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહી તેમજ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી અંતર્ગત વિવાદોમાં સપડાઈ હતી. ફરી એક વખત આ નામાંકિત હોટલ ચર્ચાના એરણે ચડી છે. વાયરલ થયેલો વીડિયો હોટલની સામેની બાજુથી શૂટ કરવામાં આવ્યો છે. જેમાં હોટલની અંદર કોઈ યુવતી ડાન્સ કરી રહી હોવાનું નજરે પડે છે.

પોલીસનાં આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિત મુજબ, યુવતી મુંબઇની મોડેલ હતી. આ પાર્ટી પહેલા ઉદ્યોગપતિઓ મોરબીમાં યોજવાના હતા, પરંતુ વરસાદે બાજી બગાડતાં નાછૂટકે ઇમ્પીરિયલ હોટલનો મોંઘોદાટ 608 નંબરનો રૂમ બુક કરાવ્યો હતો. આ રૂમનું એક રાતનું ભાડુ 20 હજાર જેવું હોય છે. આ એક રેવ પાર્ટી જ હતી. યુવતી રાતના 12 વાગ્યે મુંબઇથી રાજકોટ આવી હતી અને સવારે છ વાગ્યે ફરી મુંબઈ જતી રહી હતી.

ગુરુવારના રોજ સાંજના સમયે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ.વી.રબારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોચ્યો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે રજિસ્ટર્ડ તેમજ સીસીટીવી ફૂટેજ નો ડેટા ચેક કર્યો હતો. આ સમગ્ર બનાવમાં બે પૈકીનો એક વીડિયો પોલીસને ફેક લાગે છે. પોલીસને શા માટે આ વીડિયોની સત્યતા પર ભરોસો નથી તે પણ પોલીસ જણાવે છે.

શું કહ્યું સમગ્ર મામલે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ

image source

સમગ્ર મામલે રાજકોટ શહેરના ઇન્ચાર્જ ડીસીપી ઝોન 1 મનોહર સિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સ રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે આવેલા કોન્ફરન્સ હોલમાં યોજવામાં આવી હતી. ત્યારે મીડિયા ને માહિતી આપતા મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ હાલમાં જે વિડીયો વાયરલ થયો છે. તે કઈ હોટલનો છે તે પોલીસ તપાસ અંતર્ગત સ્પષ્ટ થઈ ચૂક્યું છે. સમગ્ર મામલે હોટલનાં જવાબદાર નુ કહેવું છે કે, અમારે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પરંતુ રૂમમાં તેઓ શું કરે છે તે બાબતે અમે બધું ધ્યાન આપતા નથી હોતા.

જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે અને જે વાતો ચર્ચાઇ રહી છે કે હોટલમાં પાર્ટી યોજાઈ હતી. તો કોઈ પણ પ્રકારની પાર્ટી હોટલમાં યોજાઈ ન હોવાનું હોટલનાં જવાબદાર વ્યક્તિએ જણાવ્યું છે. મનોહર સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ પૂરતી અમે હોટલનાં વ્યક્તિઓને સ્ટ્રોંગ ઇન્ટરોગેશનના ભાગમાં સમાવિષ્ઠ નથી કર્યા. હાલ અમે હોટલમાંથી એક સપ્તાહના રજિસ્ટર્ડની ઝેરોક્ષ, એક સપ્તાહના સીસીટીવી ફૂટેજ નો ડેટા એકત્રિત કર્યો છે. ડેટા ખૂબ મોટો હોવાથી તેને વેરીફાઈ કરવામાં સમય લાગી શકે છે. તેમજ અમારી પાસે જ્યાં સુધી કોંક્રિટ એવિડન્સ હાથ ન લાગે ત્યાં સુધી કઈ કહેવું મુશ્કેલ છે.

શું હોટેલની અંદરના બે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે?

image source

પ્રેસ મીડિયાને સંબોધતા મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ હોટેલની અંદરના બે કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તે પૈકી એક વિડીયો નું બેક ગ્રાઉન્ડ હોટલનાં બેક ગ્રાઉન્ડ સાથે સામ્યતા નથી દર્શાવતું. ત્યારે વાયરલ થયેલ બે વિડીયો પૈકી એક વિડીયો ફેક હોવાનું ડીસીપી મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું છે.

જો કે બે વિડીયો પૈકી એક વિડીયો ફેક છે તેવું તો ડીસીપીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જ્યારે કે અન્ય વાયરલ થયેલ વિડીયોનું બેક ગ્રાઉન્ડ હોટલનાં બેક ગ્રાઉન્ડ સાથે સામ્યતા દર્શાવે છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરવામાં આવી.

શું વાયરલ વિડીયો મામલે કોઈ ગુનો દાખલ કરવામાં આવશે?

મીડિયા દ્વારા વાયરલ થયેલ વીડિયો મામલે કોઇ ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછતા મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જો કોઈ પતિ પત્ની અથવા તો ગર્લ ફ્રેન્ડ બોય ફ્રેન્ડ હોટલની અંદર આ પ્રકારે હરકત કરી રહ્યા હોય તો તે બાબતે કોઈ ગુનો બનતો નથી. પરંતુ કોઈ ગેર પ્રવૃત્તિના ભાગ રૂપે કોઈ પાર્ટી યોજાઈ હશે તો ચોક્કસ ગુનો દાખલ કરવામાં આવશે.

શું પોલીસ શોધી રહી છે વિડીયો બનાવનારને?

image source

હાલ પોલીસ દ્વારા વિડીયોના ઓરીજીન સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે જેમણે આ વિડીયો બનાવ્યો છે તેણે ક્યાં હેતુ થી આ વિડીયો બનાવ્યો હતો. ક્યારે બનાવ્યો હતો તે સહિતની તમામ બાબત અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વિડીયો ના ઓરિજીન ની તપાસ અને વિડિયો ક્યાં દિવસ નો છે તે બાબતની તપાસ અંગે વિડીયો ને FSL માં તપાસ અંગે મોકલવામાં આવશે. ત્યાર બાદ જ વધુ પ્રકાશ પાડી શકાશે. પોલીસના જણાવ્યા પ્રમાણે વાયરલ થયેલ વિડીયો 23,24,25 તારીખ આસપાસ નો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

પ્રેસ કોન્ફરન્સ બાદ પણ પોલીસ તપાસ પર ઉઠી રહ્યા છે સવાલો

1. પોલીસના જણાવ્યા પ્રમાણે વિડીયો 23,24,25 નો છે તો શું 20 કલાક બાદ પણ આ ત્રણ દિવસના ડેટા ની તપાસ પૂર્ણ નથી થઈ?

2. ત્રણ દિવસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં શું 20 કલાક નો સમય પર્યાપ્ત નથી?

3. ત્રણ દિવસના અને તેમાં પણ એકજ ફ્લોર ના સીસીટીવી ફૂટેજ અને રજીસ્ટર્ડ દ્વારા ચેક ઈન ચેક આઉટ ટાઇમ દ્વારા પોલીસ કોંક્રિટ પુરાવા એકત્ર ન કરી શકે 20 કલાકમાં?

4. જે પણ ઘટના બની છે તે રાત્રીના બની હોવાનું સામે આવ્યું છે. તે બાબત જગ જાહેર છે. ત્યારે સ્પષ્ટ છે કે પોલીસે હોટલનાં પર્ટિક્યુલર ફ્લોરના અને તેમાં પણ ચોક્કસ રૂમમાં કોણ દાખલ થાય છે? કેટલા વ્યક્તિઓ દાખલ થાય છે તે બાબત અંગે જ તપાસ કરવાની રહે છે. તો શું આ બાબત અંગે 20 કલાકમાં તપાસ પૂર્ણ ન થાય શકે.

image source

પત્રકારો સાથે વાત કરતા હોટેલના મેનેજરે પણ તમામ હદો વટાવતા રાહુલ રાવે જણાવ્યું કે હોટેલને હોટલ રીતે જોવી જઈએ. અહીં રૂમની અંદર શું ચાલે છે એ જોવાનું અમારૂ કામ નથી. આ મંદિર નથી કે લોકો અંહી પૂજા કરવા આવે. તેમણે જણાવ્યું કે આમા કશું અશ્લિલ નથી. આ વીડિયો સાચો હોય તો અમે પૂરી વિગતો આપવા તૈયાર છીએ અને પોલીસની તપાસમાં બધી જ સત્ય હકિકત બહાર આવશે. હોટલના મેનેજર રાહુલ રાવે જણાવ્યું હતું કે હોટલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો એડિટિંગ કરી કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાયરલ વીડિયોમાં દેખાતી યુવતી મુંબઈથી રાજકોટ આવી હોવાનું અને યુવતી મોડેલ હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે હોટલમાં આવતા લોકોનો રેકોર્ડ તપાસી આગળની કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે વાયરલ વીડિયો એક સપ્તાહ પૂર્વેનો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હોટલની બારી ખુલ્લી રાખી હતી કે પછી કોઈ અંદરથી ફૂટી ગયું હોય એવી ચર્ચા જાગી છે.