જોખમ વિનાનું રોકાણ અને સારું વળતર આપતી આ સ્કીમ છે બેસ્ટ

કોરોના કાળમાં જે અણધારી પરિસ્થિતિનું નિર્માણ થયું તેમાં લોકોને એક વાત સારી રીતે સમજાય ગઈ કે ભવિષ્યની આવી અણધારી ઘટનાઓ માટે બચત કરવી ખૂબ જ જરૂરી છે. તેવામાં જો તમે પણ બચત કરવાનું વિચારતા હોય અને કોઈ સારા રીટર્નવાળી યોજનાની શોધમાં છો તો આ જાણકારી તમારા માટે ખૂબ જ કામની છે.

image source

સારું વળતર અને સરુક્ષિત બચત આ બંને વસ્તુનો લાભ આપતી આ સ્કીમ પોસ્ટ ઓફિસની છે. લોકો પોસ્ટ ઓફિસની બચત સ્કીમ પર આંખ બંધ કરી ભરોસો કરી શકે છે. અહીં કોઈ પણ પ્રકારનું જોખમ રહેતું નથી. તો આજે તમને અમે જણાવીએ છીએ પોસ્ટ ઓફિસ મન્થલી ઇનકમ સ્કીમ વિશે.

જેમ કે તેના નામ પરથી જ અંદાજ આવી જાય છે કે આ માસિક આવક યોજના છે, આ યોજના દ્વારા તમે તમારા રોકેલી રકમ સંપૂર્ણ ગેરંટી સાથે પાછી મેળવી શકો છો અને તે પણ સારા વ્યાજ સાથે.

image source

પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ કરનારને 6.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. આ યોજનાની પરિપક્વતા અવધી 5 વર્ષની છે. એટલે કે 5 વર્ષ પછી તમને ગેરંટીથી માસિક આવક મળવાનું શરૂ થઈ જશે. દાખલા તરીકે જો તમે આ યોજનામાં એકસાથે 4.5 લાખ રૂપિયા જમા કરો છો તો 5 વર્ષ પછી તમને દર વર્ષે 29,700 રૂપિયા મળશે. જો તમને દર મહિને આવક જોઈએ છે તો તમને દર મહિને 2475 રૂપિયા મળશે.

પોસ્ટ ઓફિસની આ માસિક આવક યોજના એવા રોકાણકારો માટે એક સારી યોજના છે જે દર મહિને નિશ્ચિત આવક ઇચ્છે છે. તે પણ કોઈ પણ પ્રકારના જોખમ વિના. આ સિવાય જો કોઈને નિવૃત્તિ પછી મોટી રકમ મળી છે તો તે રકમ આ યોજનામાં સુરક્ષિત રાખી અને તેના દ્વારા દર મહિને એક નિશ્ચિત રકમ મેળવી શકાય છે. જો તમે હપ્તાની જગ્યાએ એકલ રકમનું રોકાણ કરીને નિયમિત વળતર ઇચ્છતા હોય તો પણ આ એક સારો વિકલ્પ છે.

image source

પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના અંતર્ગત માત્ર 1000 રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે. એક વ્યક્તિ વધુમાં વધુ 3 ખાતાધારકો સાથે ખાતું ખોલી શકે છે.

કેવી રીતે અકાઉન્ટ કરવું ઓપન

– સૌથી પહેલા તો પોસ્ટ ઓફિસમાં તમારું બચત ખાતું હોવું જરૂરી છે.

– તમારી પાસે આઈડી પ્રૂફ માટે આધાર કાર્ડ અથવા પાસપોર્ટ અથવા મતદાર કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.

– તમારી પાસે 2 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ હોવા જોઈએ.

– એડ્રેસ પ્રૂફ માટે સરકાર દ્વારા અપાયેલું આઈડી કાર્ડ અથવા યુટિલિટી બિલ હોવું જોઈએ.

image source

આ તમામ દસ્તાવેજો તૈયાર કરી પોસ્ટ ઓફિસમાં જઈને સૌથી પહેલા પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે. તમે તેને ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. આ ફોર્મમાં સાચી વિગતો ભરીને અને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરી અને આ યોજના માટે સરળતાથી ખાતું ખોલી શકશો. ફોર્મ ભરવાની સાથે સાથે નોમિનીનું નામ પણ આપવાનું રહેશે. આ ખાતું ખોલવા માટે શરૂઆતમાં 1000 રૂપિયા રોકડા અથવા ચેક દ્વારા જમા કરાવવાનો રહેશે.