હોસ્પિટલમાં માલિકની ચાલી હતી સારવાર, અને કૂતરો 6 દિવસ સુધી બહાર જોતો રહ્યો રાહ, વાંચો આ હૃદયસ્પર્શી કિસ્સો

કુતરાને હંમેશાથી વફાદાર મિત્ર તરીકે જોવામાં આવે છે. આ પ્રાણીઓમાં પણ એક લાગણીની દુનિયા હોય છે. એક હ્રદયસ્પર્શી જાય તેવી ઘટના તુર્કી દેશમાં આવેલ ઈસ્તાંબુલ માંથી સામે આવ્યો છે. જયા એક પાલતું કુતરા દ્વારા તેના માલિક માટેનો પ્રેમ, કાળજી અને ચિંતાને અલગ રીતે દર્શાવવામાં આવી છે. ચાલો જાણીએ કેવી રીતે……….

image source

કુતરાને એક વફાદાર પ્રાણી તરીકે માનવામાં આવે છે. આપ સુક્ખમાં હોવ કે પછી દુઃખનો સમય પસાર કરી રહ્યા હોવ તો કુતરો હંમેશા પોતાના માલિકની સાથે જ ઉભો રહે છે. તુર્કી દેશમાં આવા જ એક કૂતરાની વફાદારીની ઘટના સામે આવી છે.

image source

આ કૂતરાના માલિકનો અંદાજીત છેલ્લા ૬ દવસથી હોસ્પીટલમાં સારવાર ચાલી રહી હતી. આવી પરિસ્થિતિમાં કુતરો હોસ્પિટલની બહાર પોતાના માલિકના આવવાની રાહ જોતા બેસી રહે છે. આ હોસ્પિટલમાં કૂતરાના માલિકની સારવાર ચાલી રહી હતી. આ કુતરો પોતાના માલિકની ચિંતા કરતા આ કુતરો સતત ૬ દિવસ સુધી પોતાના માલિકની ચિંતા કરતા હોસ્પીટલની બહાર જ ઉભો રહે છે. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ અય છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ કુતરાના ફોટોસ અને વિડિયોઝ પણ વાયરલ થઈ જાય છે.

image source

મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ તુર્કી દેશના ઉત્તર પૂર્વી શહેર ટ્રબજોનમાં ૬૮ વર્ષીય એક વૃદ્ધ વ્યક્તિને દિમાગમાં કોઈ સમસ્યા થઈ હતી જેના પરિણામે આ વૃદ્ધ વ્યક્તિને તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ દાખલ કરાવવામાં આવ્યા હતા. આ વૃદ્ધ વ્યક્તિ પાસે બોનક નામનો એક કુતરો હોય છે જેને આ વાતની જાણ થઈ જાય છે કે, તેના માલિકને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાર બાદ આ કુતરો એમ્બ્યુલન્સનો પીછો કરતા હોસ્પિટલ સુધી પહોચી જાય છે. હોસ્પીટલમાં કામ કરતા કર્મચારીઓ પણ આ ઘટનાને જોતા આશ્ચર્યચકિત થઈ જાય છે, તેમ છતાં હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા કુતરાનું ધ્યાન રાખવામાં આવ્યું અને આ કુતરાને ખવડાવવાનું અને પીવડાવવાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

image source

જયારે આ વૃદ્ધ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે સમય દરમિયાન આ વૃદ્ધ વ્યક્તિની દીકરી દ્વારા કુતરાને ઘરે લઈને જવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા પરંતુ પણ તેને સફળતા મળી નહી. અંતે જયારે આ કુતરાના માલિકને સ્વસ્થ થઈ જાય અને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવે છે ત્યારે આ કુતરો ખુશ થતા વ્હીલચેર નજીક દોડી જાય છે અને પોતાના માલિકની સાથે જ ઘરે આવી જાય છે. આ કુતરાના માલિકે જણવ્યું છે કે, આ મારો ખુબ જ નજીકનો મિત્ર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત