આ દેશે ભારતીયો માટે નિયમોમાં કર્યો મોટો ફેરફાર, મુસાફરો માટે પ્રતિબંધો હટાવ્યા

તુર્કીએ જાહેરાત કરી છે કે ભારતથી આવતા મુસાફરો હવે શનિવારથી ફરજિયાત 14 દિવસના ક્વારન્ટાઈન નિયમનું પાલન કરવું પડશે નહીં. આ ઘોષણા મુજબ ભારતથી મુસાફરી કરનારા અથવા છેલ્લા 14 દિવસમાં ભારતમાં વસવાટ કરનારા 12 વર્ષથી વધુ ઉંમરના પૂર્ણ રસીકરણવાળા મુસાફરો માટે યાત્રા પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવી છે.

image source

ભારતમાં તુર્કી પ્રજાસત્તાકના દૂતાવાસની સંસ્કૃતિ અને પ્રવાસન કાર્યાલયે કહ્યું કે WHO અથવા તુર્કી સરકાર દ્વારા મંજૂર કરાયેલી રસીઓ આ મુક્તિ હેઠળ આવરી લેવામાં આવી છે. ડબ્લ્યુએચઓ દ્વારા માન્ય રસીઓ ઉપરાંત, તુર્કી સરકાર દ્વારા માન્ય રસીઓ ફાઇઝર બાયોન્ટેક, સ્પુટનિક વી અને સિનોવાક છે. એક નિવેદન અનુસાર, લોકોએ મુસાફરીની તારીખના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા બીજી માત્રા લેવી જોઈએ. ભારતીય પ્રવાસીઓ માટે જેમણે કોવિડશિલ્ડની રસી લીધી છે તેમને પણ તુર્કીની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. ડબ્લ્યુએચઓ તરફથી કોવેક્સિનને મંજૂરી આપવામાં આવે તો તેનાથી રસીકરણ કરાનાર પ્રવાસીઓને પણ તુર્કીની મુસાફરી કરવાની મંજૂરી મળી જશે.

બ્રિટને પણ રેડ લીસ્ટમાંથી બહાર કર્યું

Corona ની દહેશત: આ દેશે ભારતથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી | World News in Gujarati
image source

પરિસ્થિતિમાં સુધારો થયા બાદ બ્રિટને પણ ભારતને યાત્રા સંબંધિત રેડ લિસ્ટમાંતી હટાવી દીધું છે અને તેને એમ્બર યાદીમાં મૂક્યું છે. એમ્બર સૂચિમાં રહેતા દેશના પ્રવાસીઓને 10 દિવસ માટે ક્વારન્ટાઈન રાખવામાં આવતા નથી. જો કે, તેઓએ યુકે પહોંચ્યાના 2 દિવસની અંદર ફરીથી RTPCR ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જર્મનીમાં ભારતીયો પર મુસાફરી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, જર્મનીએ ભારતને વેરિએન્ટની ચિંતાવાળા દેશોની શ્રેણીમાંથી દૂર કર્યું છે. જો કે, મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે તેમજ તેમને 10 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

દક્ષિણ કોરિયામાં આ નિયમ છે

દક્ષિણ કોરિયામાં માત્ર તે જ ભારતીય પ્રવાસીઓને મંજૂરી છે જેમને કોવિશિલ્ડના બંને ડોઝ મળ્યા છે. વળી, આ મુસાફરો માટે 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન હોવું ફરજિયાત રહેશે. તે જ સમયે, કોવેક્સીન લેતા લોકોએ પણ ક્વોરેન્ટાઇન રહેવું પડશે.

image source

તો બીજી તરફ અબુધાબી જવાની યોજના બનાવી રહેલા ભારતીયો માટે મોટા રાહતના સમાચાર છે. યુએઈના સત્તાવાળાઓએ જાહેરાત કરી છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે અમુક નિયમો હેઠળ દેશમાં ક્વારન્ટાઈનમાં રહેવા માટે કહેવામાં આવશે નહીં. જો કે, સંયુક્ત આરબ અમીરાતની રાજધાની જનારા પ્રવાસીઓને જ આ મુક્તિ મળશે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે.

image source

જો કે, અબુ ધાબી જતા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 24 કલાકથી વધુના સમયગાળા માટે એરપોર્ટ પર નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે. બધા મુસાફરોએ અબુ ધાબી પહોંચ્યા બાદ RT-PCR ટેસ્ટ પણ કરાવવો પડશે. નવો નિયમ 5 સપ્ટેમ્બર એટલે કે રવિવારથી અમલમાં આવશે. સંયુક્ત આરબ અમીરાતની એતિહાદ એરવેઝે મંગળવારે તેની મુસાફરી માર્ગદર્શિકા અપડેટ કરી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે અબુધાબી આવતા મુસાફરો માટે 12 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત રહેશે, જો કે આ હવે નાબૂદ કરવામાં આવ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે ભારતથી સંયુક્ત આરબ અમીરાત માટે ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે. યુએઈએ પ્રવાસીઓ માટે તેના નિયમોની યાદી જાહેર કરી છે જેને સતત અપડેટ કરવામાં આવી રહી છે. આરોગ્ય વર્કરો અને વિદ્યાર્થીઓ જેવી કેટલીક શ્રેણીઓને યુએઈ દ્વારા મુસાફરીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

image source

આ અગાઉ, સાઉદી અરેબિયાએ પણ જાહેરાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને હવે અમુક ધોરણો હેઠળ કોઈ ત્રીજા દેશમાં ક્વારન્ટાઈન રહેવા માટે કહેવામાં આવશે નહીં. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય નાગરિકો જેમણે સાઉદી અરેબિયામાં કોરોના રસીના બંને ડોઝ લીધા છે અને ભારતની યાત્રા કરી છે. આવા લોકો હવે ત્રીજા દેશમાં ક્વારન્ટાઈન સમયગાળો વિતાવ્યા વગર સીધા સાઉદી પરત ફરી શકે છે.