ગુજરાતમાં દેશનું સૌથી મોટું ગણેશ મંદિર છે, ઓસ્ટ્રેલિયન ટેક્નોલોજીના ઉપયોગથી બની છે આ મંદિરની ડિઝાઈન

અત્યારે બધી જગ્યાએ ગણેશ ચતુર્થી નો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. સૌ આ તહેવાર આવતાની સાથે જ ખુબ ખુશ થઇ જાય છે, લોકો પોતાના ઘરે ગણેશજી ની સ્થાપના કરે છે, ભારતમાં આ તહેવારને ખૂબ જ માનવામાં આવે છે, લોકો ગણપતિ મંદિર ની મુલાકાત લેવા જાય છે. તેવા જ એક ગણપતિ મંદિર ની આપણે આજે મુલાકાત લેવાના છીએ જે ગુજરાતમાં આવેલું છે.

image socure

આ મંદિર મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર સાથે સરખાવવામાં આવે છે, મંદિર ખૂબ જ વિશાળ અને સુંદર છે, મંદિરની ઉંચાઈ ૭૩ ફૂટ છે, મંદિરનું નિર્માણ વર્ષ ૨૦૧૧મા ભૂમિપૂજન કરીને કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણ માટે ચૌદ કરોડ રૂપિયા લાગ્યા હતા. આ મંદિરમાં સિમેન્ટ તથા લોખંડ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમ જ તેની જમીન પણ ખુબ જ આકર્ષિત છે. અહીં લોકો દૂર-દૂર થી ગણપતિ બાપાના દર્શન કરવા આવે છે.

image source

આ મંદિરમાં ગણપતિ પૂજા માટે બુક રાખવામાં આવી છે. તથા અહીં બહુ પ્રકાર ના બેનર લગાવવામાં આવ્યા છે. આ મંદિરમાં શ્રીલંકા ના ગણપતિ, બાંગ્લાદેશ ના ગણપતિ, ચાઇના ના ગણપતિ તથા દરેક જગ્યાએ જે ગણપતિ રાખવામાં આવ્યા છે. તેમની મૂર્તિઓ નો સમાવેશ અહીં કરવામાં આવ્યો છે.

image socure

તથા તેમની બાજુમાં પોસ્ટર લગાવી ને તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મંદિર ની ખાસિયત એ છે કે આ મંદિર ગણપતિ ના આકારમાં જ બનાવવામાં આવ્યું છે. અંદર જતા ગુફા જેવો આકાર બને છે. આ મંદિર ખૂબ જ સૌંદર્ય પૂર્ણ છે. આ મંદિર ને તેની બનાવટ માટે વખાણવામાં આવે છે

આ વિશાળ મંદિર પોતાના સ્થાપત્યની સાથે અન્ય અનેક વાતો માટે જાણીતું છે. મંદિર સાઠ હજાર વર્ગ ફીટમાં ફેલાયેલું છે. અહીં ભગવાન ગણેશ ની પ્રતિમાની સાથે વિશેષ રીતે તૈયાર કરાયું છે. આ મંદિર એકસો વીસ ફીટ લાંબુ, એકોતેર ફીટ ઉંચું અને એંસી ફીટ પહોળું છે.

image socure

અહીં ઓસ્ટ્રેલિયન ટેક્નોલોજી નો ઉપયોગ કરીને અલૌકિક ડિઝાઈન તૈયાર કરાઈ છે. ડિઝાઈન માટે રિવેટ સોફ્ટવેર નો ઉપયોગ કરાયો છે. દાદર ના સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશ નું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઇએ તેમજ તે સ્થળે સફેદ આકડો હોવો જરૂરી છે. એટલે જ વાત્રક નદીના કિનારે આ મંદિર બનાવાયું છે.

image soucre

આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયા ની સુવિધા છે. આ મંદિરમાં ગણેશજી ની અખંડ જ્યોત પણ છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જેના છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે, જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.