બેંકમાં જતા પહેલા જાણો આવનારા દિવસોમાં કઈ તારીખે બેંક રહેશે બંધ, જલ્દી પતાવી લો કામ

જો તમારે આગામી દિવસોમાં બેંક સંબંધિત કોઈ અગત્યનું કામ પતાવવાનું હોય તો આ જાણકારી તમારા માટે ચોક્કસપણે જાણવી જરૂરી છે. કારણ કે ભારતીય રિઝર્વ બેંક અનુસાર આગામી 4 દિવસ સુધી ઘણા શહેરોમાં બેંકો બંધ રહેશે. આ દરમિયાન તમને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. એટલે કે તમારે આજે અને કાલ સુધીમાં બેંકને લગતા લગભગ તમામ કામ પતાવી લેવા જોઈએ. જો કે આમ તો મોટાભાગના કામ ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા થાય છે. તેમ છતાં કેટલીકવાર આપણે કેટલાક મહત્વપૂર્ણ કામ માટે બેંકની નજીકની શાખામાં જવાની જરૂર પડી જ જતી હોય છે. આવા કામ તમારે પણ હોય તો યાદ કરીને કાલ સુધીમાં પતાવી લેજો. સ્થિતિમાં,

image source

તમને જણાવી દઈએ કે દર મહિનાની જેમ ભારતીય રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કેટલાક ખાસ તહેવારોએ બેંકો બંધ રહેશે. તો ચાલો જાણીએ કે કયા કયા દિવસે અને કયા ઝોનમાં બેંકો બંધ રહેશે.

image source

અત્રે એ જણાવવું જરૂરી છએ કે આરબીઆઈની વેબસાઈટ પર આપવામાં આવેલી સપ્ટેમ્બર 2021ની રજાઓની યાદીમાં કેટલીક એવી રજાઓ છે જે ફક્ત સ્થાનિક રાજ્ય સ્તરે જ માન્ય રહેશે. આ રજા તમામ રાજ્યોમાં રહેશે નહીં કારણ કે કેટલાક તહેવારો એવા છે જે આખા દેશમાં એક સાથે ઉજવવામાં આવતા નથી.

image source

આ સપ્તાહે સ્થાનિક તહેવારોના કારણે જે રજાઓ હશે તેમાં 17 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે રાંચીની બેંકોમાં કામ બંધ રહેશે. જ્યારે 19 સપ્ટેમ્બરે રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. 20 સપ્ટેમ્બરે ગંગટોકની બેંકોમાં રજા હશે. 21 સપ્ટેમ્બરે કોચી અને તિરુવનંતપુરમની બેંકો રજા રહેશે.

બેંકો આ ત્રણ દિવસ રહેશે બંધ

19 સપ્ટેમ્બર – રવિવાર (સાપ્તાહિક રજા)

20 સપ્ટેમ્બર – ગંગટોકમાં રજા

21 સપ્ટેમ્બર – કોચી, તિરુવનંતપુરમ

image soure

આ સિવાય, આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં 25 સપ્ટેમ્બર મહિનાનો ચોથો શનિવાર છે જેના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. જ્યારે રવિવારની રજાના કારણે તમામ બેન્કો 26 સપ્ટેમ્બરે બંધ રહેશે.