જો તમને પણ સૂર્યોદય નિહાળવાનો શોખ છે તો ભારતના આ સ્થળોની લો મુલાકાત, થશે અદભૂત અનુભવ

સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવો લગભગ સૌથી અદભુત અનુભવ છે. મોટાભાગના લોકો સૂર્યોદય અને સૂર્યાસ્ત રૂબરૂ નિહાળવું પસંદ હોય છે. લોકો આ દ્રશ્ય જોવા માટે મોટા મોટા પહાડો પર પણ ચડવું પસંદ કરે છે.

image source

અમુક લોકોની તો એવી આદત હોય છે કે તેઓ સૂર્યોદયને જોઈને જ પોતાના દિવસની શરૂઆત કરે છે. કહેવાય છે કે ઉગતા સૂર્યને જોઈને તમને એક અદભુત ઉર્જા મળે છે. જો તમે પણ તેનો અનુભવ કરવા ઇચ્છતા હોય તો શાંત ચિત્તે ઉગતો સુરજ નિહાળવો. આજના આ આર્ટિકલમાં આપણે ભારતના અમુક એવા સ્થાનો વિષે જાણીશું જ્યાંથી અદભુત સૂર્યોદય જોવા મળે છે.

દાર્જિલિંગ

image source

દાર્જિલિંગમાં આવેલી ટાઇગર હિલ એક એવી જગ્યા છે જ્યાંથી સૂર્યોદય સ્પષ્ટ અને સુંદર દેખાય છે. મોટાભાગના લોકો જયારે દાર્જિલિંગ ફરવા માટે આવે છે ત્યારે તેઓ પોતાના દિવસની શરૂઆત ટાઇગર હિલની ટોચ સુધી જઈને સૂર્યોદય નિહાળીને કરે છે. સૂર્યોદય જોવાના શોખીન લોકો માટે આ એક અદભુત અનુભવ આપતી જગ્યા છે. કહેવાય છે કે જે રીતે અહીંથી સૂર્યોદયનો નજારો જોવા મળે છે તેવો નજારો અન્ય કોઈ જગ્યાએથી જોવા નથી મળતો.

કન્યાકુમારી

image source

કન્યાકુમારીની સુંદરતા તો લગભગ દરેક પર્યટકોને પસંદ હોય છે. કન્યાકુમારી અરબ સાગર, હિન્દ મહાસાગર, અને બંગાળની ઘાટીથી ઘેરાયેલું છે. એટલા માટે અહીંથી સૂર્યોદય જોવાથી પણ એક અદભુત અનુભવ પ્રાપ્ત થાય છે. પરાવર્તનને કારણે સવાર સવારમાં આકાશમાં જે રીતના રંગો સૂરજની આસપાસ બનીને દેખાય છે તે ખરેખર લાજવાબ હોય છે. સૂર્યોદયને જોઈને તમને એમ જ લાગે જાણે કે સમય થંભી ન ગયો હોય.

જોધપુર

image source

સૂર્યોદય જોવાના શોખીન લોકો જોધપુર જાય છે તો ત્યાં ખાસ કરીને મેહરાનગઢ કિલ્લામાં જાય છે. મેહરાનગઢ કિલ્લાની ઊંચાઈથી એ પ્રકારે સૂર્યોદય જોવા મળે છે કે તેને જોઈને માણસની ઊંઘ જ ઉડી જાય અને તેનું કામ કરવાનું મન થવા લાગે છે. રાઓ જોધા પાર્ક અને જસવંત થાડાથી પણ સૂર્યોદય બહુ સ્પષ્ટ અને સુંદર રીતે દેખાય છે. વાદળી શહેરમાં કેનવાસ જેવા દેખાતા આકાશમાં કુદરતના રંગોની કલાકારી જોવી હોય તો આ સ્થાન સૌથી શ્રેષ્ઠ મનાય છે.

બનારસ

image source

ઘણા લોકો ધાર્મિક રીતે બનારસ જવાનું પસંદ કરે છે. પરંતુ બનારસનો સૂર્યોદયનો નજારો તમને પોતાની સાથે જ મુલાકાત કરાવે તેવો છે. અહીંનો સૂર્યોદય સવાર સવારમાં માણસનો દિવસ કામ કરવાની ઉર્જાથી ભરી દે છે. ખાસ કરીને કોઈ ઊંચી હોટલની અગાશી પરથી હાથમાં ગરમ ગરમ ચા નો કપ હાથમાં હોય અને સામે સૂર્યોદય જોવાનો લાભ તો નસીબદાર હોય તેને જ મળે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત