45 દિવસ દરમિયાન કઈ કઈ રાશિના જાતકોએ રહેવું સાવધાન જાણી લો ફટાફટ

વૈદિક જ્યોતિષમાં મંગળના રાશિ પરિવર્તનને એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ મહત્વપૂર્ણ ઘટના આગામી 21 ઓક્ટોબરે થવાની છે જ્યારે મંગળ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ ગ્રહના આ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પ્રભાવિત થશે. તેનાથી કેટલીક રાશિઓ પર શુભ અસર થશે અને કેટલીક રાશિ પર અશુભ અસર થશે.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ એક રાશિમાં આશરે 45 દિવસ સુધી રહે છે. તે પછી તેની રાશિ બદલીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. મંગળ એનર્જી, હિંમત અને શક્તિના ગ્રહ છે. મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ છે. તે મકર રાશિમાં ઉચ્ચ અને કર્ક રાશિમાં નીચા ભાવમાં હોય છે.

જ્યોતિષીય ગણતરી મુજબ મંગળ 21 ઓક્ટોબર અને શુક્રવારે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. તે અહીં 5 ડિસેમ્બર 2021 સુધી રહેશે. જણાવી દઈએ કે આ પહેલા મંગળે સોમવાર અને 6 સપ્ટેમ્બર 2021 ના રોજ સવારે 04:22 વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રમા અને શુક્રમાં મૈત્રી સંબંધ હોય છે અને તુલા રાશિને પ્રેમ, સંબંધ અને વિવાહનું પ્રતિક માનવામાં આવે છે. તે ખુશી, પ્રેમનું બેલેન્સ દર્શાવે છે.

image source

મેષ – લાંબા સમયથી અટકેલા કામ પાર પડશે. કાર્યક્ષેત્રમાં લાભકારી ફેરફાર થાય. અણધાર્યા ધન લાભ થાય.

વૃષભ – શત્રુ પર વિજય મળે. નોકરિયાત વર્ગની બદલી થઈ શકે છે. સ્વાસ્થ્યમાં ગળાને લગતી તકલીફ થઈ શકે છે.

મિથુન – નવ યુવાન રમત ક્ષેત્રે નામના મેળવે, વડીલો તરફથી સારા સમાચાર મળે. કોર્ટ કેસમાં જેલમાં જવું પડે.

કર્ક – લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓ માટે સારી કર છે. નોકરી-ધંધામાં મુશ્કેલી આવી શકે છે.

સિંહ – સાહસ અને ધીરજમાં વધારો થાય. સરકારી અને અર્ધસરકારી કામોમાં ધનલાભ થાય. ધાર્મિક યાત્રા શક્ય બને.

કન્યા – વાણીમાં ક્રોધ ન આવે તેનું ધ્યાન રાખવું. અકસ્માત થઈ શકે છે સાવધાન રહેવું. વિદ્યાર્થી માટે સમય અશુભ

image source

તુલા- ધન લાભ થાય. લગ્નજીવનમાં પ્રેમ વધે. મોસાળ જવાની તક મળે.

વૃશ્ચિક – કારણ વિના વિવાદમાં પડવું નહીં. લાંબી બીમારીમાંથી રાહત મળે. માતા સાથે સંબંધ સુધરે

ધન – વડિલો તરફથી ધનલાભ થાય. શેરબજારનું રોકાણ ફળે. સંબંધોમાં સમસ્યા આવી શકે છે.

મકર – નોકરી ધંધામાં સારી તક મળશે. હૃદય સંબંધિત તકલીફ થવાની સંભાવના છે. શેરબજારમાં આંધળુ રોકાણ ન કરવું.

કુંભ – પ્રવાસમાં સમસ્યા આવી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. ધંધામાં ધનલાભ થઈ શકે છે.

મીન – સરકારી ખાતામાંથી નોટીસ આવી શકે છે. વાહનનો અકસ્માત થઈ શકે છે. બીમારીથી સાવધાન રહેવું.