રાજકોટ શહેરનો વિચિત્ર કિસ્સો ટ્રાફિકના મેમો થી કંટાળ્યો વ્યક્તિ

ટ્રાફિકના નિયમન માટે મેટ્રો સિટીમાં લગાડવામાં આવેલા કૅમેરા હવે લોકોના જીવનની મોટી સમસ્યા બની ચૂક્યા છે. એવી સમસ્યા કે જેમાંથી મુક્ત થવા લોકોને કિડની વેચવાની પરવાનગી માંગવી પડે છે. તાજેતરમાં જ રાજકોટ શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ ટ્રાફિક વિભાગે ફટકારેલા મેમો ને ભરવા માટે પોતાની કિડની વેચવાની પરવાનગી માંગી છે. રાજકોટ શહેરમાં તો મન ફાવે એમ આડેધડ ફટકારવામાં આવતા મેમો થી પરેશાન થયેલા વકીલોએ પણ મેમો સામે ઝુંબેશ શરૂ કરી હતી.

image source

તેવામાં રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ રાઠોડે મેમો ની રકમ ભરવા માટે કિડની વેચવાની મંજૂરી માંગી છે. તેમણ આ અંગે પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે ટ્રાફિકના દંડની રકમ ભરવાના તેમની પાસે પૈસા નથી. તેમ છતાં મેમોના ઉઘરાણા થઈ રહ્યા છે તો હવે તેમની પાસે કિડની વેચવા સિવાય કોઈ રસ્તો નથી. તેથી પોલીસ કમિશનર તેમને આ મંજૂરી આપે એટલે તે કિડની વેચીને મેમોની જે રકમ થશે તે ભરી દેશે. આ સિવાય તેમણ ધ્રુસકે ધ્રુસકે રડતા એવું પણ જણાવ્યું હતું કે જો હવે તેમને મેમો માટે વધુ હેરાનગતિ કરવામાં આવશે તો તે આત્મવિલોપન કરી લેશે.

image source

આટલી વાત જાણીને એક વાત તો સ્પષ્ટ થઇ જાય છે કે ટ્રાફિક નિયમના ભંગ બદલ જે મેમો ફટકારવામાં આવી રહ્યા છે તેનાથી અને મેમો ભરવા માટે થતી ઉઘરાણીથી વ્યક્તિ કેટલી હદે કંટાળી ગઈ હશે. એક તો મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે તેવામાં સામાન્ય લોકોને ફટકારવામાં આવતા મેમો આર્થિક સમસ્યામાં વધારો કરે છે. રાજકોટ શહેર પોલીસ ટ્રાફિકનું નિયમન કરવાને બદલે કેમેરાનું મહત્તમ ઉપયોગ ટ્રાફિક માટેના દંડ ફટકારવામાં કરે છે તેવી પણ ફરિયાદ ઉઠી છે.

image source

મેમો થી કંટાળેલા પરેશભાઈ રાઠોડ એ એમ પણ જણાવ્યું હતું કે સરકારમાં અનેક લોકો કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખે છે તેમ છતાં અધિકારીઓ તેમને છાવરી લેતા હોય છે. પરંતુ એક તરફ સામાન્ય માણસ જ્યારે પોતાનો જીવન નિર્વાહ એક સાંધતા તેર તૂટે તેવી સ્થિતિમાં કરે છે ત્યારે તેમની પાસેથી દંડના નામે ઉઘરાણા કરવામાં આવે છે.

જોકે પરેશભાઈ ની સમસ્યા એકમાત્ર મેમો નથી તેમનું કહેવું છે કે તેમની પાસે હવે કોઇપણ પ્રકારની મૂડી નથી. બેંકના ખાતામાં જે તેમની બચત હતી તે પણ બેંક મેનેજરે તેની જાણ બહાર વીમા માં નાખી દીધી જેના કારણે હવે દંડ ભરવો હોય તો તેમને કિડની વેચવા સિવાય કોઈ રસ્તો નથી.

image source

પરેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે તેમને અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમને કહ્યા અનુસાર ગત 15 ઓક્ટોબરના રોજ બે ટ્રાફિક પોલીસ તેમના ઘરે આવ્યા હતા અને વર્ષ 2018ના ટ્રાફિક મેમોની રકમ ભરવાની બાકી છે તેવી ઉઘરાણી કરવા લાગ્યા હતા. તેમનું કહેવું છે કે હાલ તેમના ધંધામાં માંડ દિવસ ના ખર્ચા નીકળે છે તેવામાં આવી રીતે મેમોની ઉઘરાણી થાય છે તે સહન થાય તેમ નથી. મેમો ને લઈને રાજકોટ શહેરમાં સર્જાયેલી સમસ્યાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.