નીતિન ગડકરીએ આપ્યું મહત્વનું બયાન: પેટ્રોલ- ડીઝલની જલ્દી જ કરવાના છે બંધ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઈન્ડિયા ટુડે કોન્કલેવ ૨૦૨૧ માં જણાવ્યું છે કે, પેટ્રોલ- ડીઝલની આયાત ઓછી કરવાની છે તથા પ્રદુષણમાં ઘટાડો કરવાનો છે. અમે લોકોએ બાયોફ્યૂઅલ, ઇથેનોલ, મેથેનોલ, ઇલેક્ટ્રિક ગાડીઓ, બાયોડિઝલ, સીએનજી તથા જો વધુ જરૂરિયાત પડે છે તો એલએનજી અને LPGનો ઉપયોગ કરીશું. પરંતુ પેટ્રોલ- ડીઝલની મોનોપોલી એટલે કે, દાદાગીરી નહીં ચાલવા દઈએ. તેમણે જણાવ્યું છે કે, દિલ્લીમાં કેટલું પ્રદુષણ છે. અમે સતત ડોકટર્સ પાસે જઈએ છીએ. ૫૦% બીમારી તો વાયુ પ્રદુષણ અને જળ પ્રદુષણના કારણે જ થાય છે.

image source

ત્યાં જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે, આ જ કારણોથી મારો સ્પષ્ટ મત છે કે, પેટ્રોલ- ડીઝલની ઉપર કોઈ દેશની દાદાગીરી નહિ ચાલે. વૈકલ્પિક વ્યવસ્થા બનશે. ભારત ગ્રીન હાઇડ્રોજન, આખી દુનિયામાં એક્સપોર્ટ કરનાર સૌથી મોટી તાકાત બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઈડ્રોજન માટે નવી દિશા આપી છે. આપણે બધા વર્લ્ડ લીડર થઈશું. જેમ કે, ક્રૂડ ઓઈલના કેસમાં આ લોકો પોતાની ટર્મ ડિટેકટ કરી રહ્યા છે, એવી જ રીતે હિન્દુસ્તાન ગ્રીન હાઈડ્રોજનના કેસમાં પોતાના ટર્મ ડિટેકટ કરશે.

image source

આ સાથે જ તેમણે કહ્યું છે કે, અમે લોકો પેટ્રોલ અને ડીઝલના વાહનોનો ઉપયોગ કરીને દેશમાં પ્રદુષણ ફેલાવી રહ્યા છે. આપણે આ દેશને ત્રણ પ્રકારના પ્રદૂષણથી બચાવવાની આવશ્યકતા છે. આપણા માટે ઓટો મોબાઈલ સેકટર ખૂબ જ મહત્વનું છે. વર્તમાન સમયમાં આ સેક્ટરનું ટર્ન ઓવર ૭.૫ લાખ કરોડનું છે. GDPમાં ઓટો મોબાઈલ સેકટરનું યોગદાન ૭.૧% છે. આ ભારતનું નંબર વન સેકટર છે. જે ૫ કરોડ વ્યક્તિઓને રોજગાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે. અમારી ટીમ આ સેક્ટરને આખી દુનિયામાં નંબર વન બનાવવા માટે કામ કરી રહી છે. તમામ પ્રતિષ્ઠિત કંપનીઓ ભારતમાં ઉપલબ્ધ છે. મને વિશ્વાસ છે કે, આવનાર પાંચ વર્ષોમાં અમે લોકો ઓટો મોબાઈલ સેકટરમાં નંબર વન થઈ જઈશું.

image source

દેશમાં વધતા જતા પ્રદુષણોને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલ અન ડીઝલના વૈકલ્પિક ઉપાયો શોધીને તેની મદદથી દેશના વાતાવરણમાં ફેલાઈ રહેલ પ્રદુષણને અટકાવવાના પ્રયત્નો શરુ કરવામાં આવશે. જેથી કરીને પ્રદુષણમાં ઘટાડો કરી શકાય અને તેના લીધે થતી બીમારીઓનું પ્રમાણ પણ ઘટાડવામાં મદદ મળી શકે. તેમજ અન્ય દેશોની પેટ્રોલ- ડીઝલના લીધે ચાલી રહેલ મોનોપોલીને પણ પડકારવા માટે ભારતને સક્ષમ બનાવવામાં મદદ મળશે. જો કે, એના માટે દેશના તમામ નાગરિકોએ પોતાનું યોગદાન આપવું આવશ્યક થઈ જશે.