સાસુ-સસરાએ પણ કહ્યું દીકરાને ગમતી નથી તો જતી રહે તારા દીકરાને લઈને…પછી વહુએ કર્યું એવુ કે…

આપણે સૌ જાણીએ છીએ કે પોલીસ આપણી અને આપણા હિતોની રક્ષા કરવા માટ હોય છે. કોઈપણ વ્યક્તિને જ્યારે સામાજિક જીવનમાં સમસ્યા થાય ત્યારે પણ પોલીસ પાસે તે પહોંચે છે. આજકાલના સમયમાં તો ગૃહકંકાશના કેસમાં પણ મહિલાઓને સુરક્ષા અને ન્યાય આપવા માટે પણ પોલીસ ખડેપગે રહે છે. મહિલાઓ માટે ખાસ હેલ્પ લાઈન પણ શરુ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ શહેરમાં એવો કેસ બન્યો છે જેમાં મહિલાના ગુનેગાર જ પોલીસ છે.

image soucre

વાતમાં ગુનેગાર છે અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાંચમાં કોન્સ્ટેબેલ તરીકે ફરજ બજાવતા વ્યક્તિ. શહેરમાં ગુનાખોરીને ડામવાનું કામ કરતાં પોલીસ કોન્સ્ટેબલ મહિલાના ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. શહેરની ક્રાઈમ બ્રાંચમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ સ્થાનિક મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ફરિયાદમાં જણાવ્યાનુસાર આ પોલીસ કોન્સ્ટેબલ ત્રણ ત્રણ લગ્ન કરી ચુક્યો છે છતાં ચોથી મહિલા સાથે આડા સંબંધ રાખ્યા હતા. જો કે ત્રણ ત્રણ લગ્ન કર્યા બાદ પણ ચોથી મહિલા સાથે છાનગપતીયા કરનાર પતિને તેની પત્નીએ પણ ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા.

image soucre

પોતે પોલીસમાં હોવાથી કોઈ કંઈ ન કરી શકે તેવા ગુમાનમાં રહેલા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ 28 વર્ષીય પત્નીએ કોન્સ્ટેબલ પતિ અને તેની પ્રેમીકા તેમજ સાસુ સસરા વિરુધ્ધ ઘરેલું હિંસાનો કેસ કર્યો છે. આ વ્યક્તિ મહિલા પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. યુવતીએ ફરિયાદ નોંધાવ્યું છે કે તે જ્યારે 18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન દાહોદના રહેવાસી યુવક સાથે થયા હતા. આ યુવક પોલીસ કર્મચારી હોવાના કારણે તેની બદલી અમદાવાદ થઈ અને તે પણ તેના પતિની સાથે અમદાવાદ આવી ગઈ.

image soucre

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસ કર્મચારીના અગાઉ પણ બે વખત લગ્ન થઈ ચુક્યા હતા. બંને લગ્નમાં તેણે છૂટાછેડા લીધા બાદ તેણે ત્રીજા લગ્ન કર્યા હતા. પોલીસ કર્મીના ત્રીજા લગ્ન 2011માં થયા હતા. લગ્નના 10 વર્ષ સુધી પતિ અને પત્ની વચ્ચે બધું સારું હતું પરંતુ ત્યારબાદ પતિનો સ્વભાવ અચાનક બદલાઈ ગયો અને પત્નીને શંકા થઈ. તે દરમિયાન યુવતીને પોલીસકર્મીની પ્રેમિકાનો ફોન આવ્યો અને તેણે તેને છૂટાછેડા લઈ લેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ વાતની જાણ થતાં સાસુ સસરાએ પણ પુત્રનો સાથ આપ્યો હતો અને પુત્રવધુને કહી દીધું કે દીકરા સાથે તે જતી રહે કારણ કે તેના દીકરાને તે ગમતી નથી. ત્યારબાદ યુવતીએ પતિ, પ્રેમિકા તેમજ સાસુ સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.