ટી-20 વર્લ્ડ કપ માટે હાર્દિકની ફિટનેસને લઈ ભારતના પૂર્વ ખેલાડીએ ઉઠાવ્યા સવાલ

આવતા મહિને યુએઈ અને ઓમાનમાં ટી 20 વર્લ્ડ કપ 2021 રમાવાનો છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપ જીતવા માટે સૌથી મોટી દાવેદાર ટીમ છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈંડિયા 24 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. પરંતુ આ ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. આ સમસ્યાનું કારણ છે હાર્દિક પંડ્યા. કારણ કે હાર્દિક પંડ્યાની ફિટનેસ પર પ્રશ્નો ઊભા થયા છે.

image source

હાર્દિક પંડ્યાની ફિટનેસ પર ઘણા સવાલો થઈ રહ્યા છે. તેથી તે વર્લ્ડ કપ રમવા માટ ફીટ છે કે નહીં તે પણ નક્કી નથી. આઈપીએલમાં પણ તેણે મુંબઈ સામે 2 મેચ રમી નહોતી, તેથી હાર્દિક ટી 20 વર્લ્ડ કપ માટે કેટલો ફિટ રહેશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ હાર્દિક અનફિટ હોવાથી શાર્દુલ ઠાકુરને વર્લ્ડ કપ રમવાનો લાભ મળી શકે છે. શાર્દુલ ઠાકુર શાનદાર ફોર્મમાં છે અને તે ટીમ ઇન્ડિયા માટે સારો ઓલરાઉન્ડર બની શકે છે. જો કે તેને આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી અને સ્ટેન્ડબાય ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે.

image source

તેવામાં હવે જો હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ પણ નહીં રમે તો શાર્દુલ ઠાકુરને તક મળવાનું નક્કી છે. શાર્દુલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં 4માંથી 2 મેચ રમી છે, જેમાં તેણે 3 ઇનિંગ્સમાં 39 ની બેટિંગ એવરેજ અને 102.63 સ્ટ્રાઇક રેટથી 117 રન બનાવ્યા છે, જેમાં 2 અર્ધસદીનો સમાવેશ થાય છે. આ સીરીઝમાં શાર્દુલના રનની સંખ્યા અજિંક્ય રહાણે કરતા વધારે છે, રહાણેએ 109 રન બનાવ્યા હતા.

બોલિંગની વાત કરીએ તો શાર્દુલ ઠાકુરે ઇંગ્લેન્ડ સામેની સીરીઝની 4 ઈનિંગ્સમાં 22.00 ની સરેરાશથી 7 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનો બોલિંગ ફિગર 2/22 હતો. શાર્દુલની વિકેટની સંખ્યા રવિન્દ્ર જાડેજા કરતા વધારે હતી. જાડેજાએ આ સીરીઝમાં કુલ 6 વિકેટ લીધી હતી.

image source

ટીમ ઈન્ડિયાના સૌથી મોટા મેચ વિનર ગણાતા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે ફિટ નથી અને તેની ફિટનેસ પર પ્રશ્નાર્થ છે. હાર્દિક પંડ્યા IPL 2021 ના 2 મેચ રમી શક્યો નથી જેને લઈ મુંબઈ ઇન્ડિયન્સના ચાહકો પણ ટેન્શનમાં છે

મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ નિયામક ઝહીર ખાને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ અંગે એક મહત્વની વાત કહી છે. ઝહીર ખાને મેચ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘ પ્રેક્ટિસ સેશન કરવામાં આવશે અને પછી જ નિર્ણય લેવાશે. હાર્દિકે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને આશા છે કે તે ફિટ રહી આગામી મેચ સારી રીતે રમશે.’

image soure

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સબા કરીમે તેના વર્લ્ડ કપ માટેના સિલેકશન પર પ્રશ્ન કર્યા હતા. હાર્દિકની ફિટનેસ પર પ્રશ્નાર્થ હોવા છતાં ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સમાવેશ થતા તેણે સવાલ ઉઠાવ્યા છે. મહત્વનું એ પણ છે કે ગયા વર્ષે બેકનું ઓપરેશન કરાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ ભાગ્યે જ બોલિંગ કરી છે. તે આઈપીએલમાં પણ સતત બે મેચ રમ્યો ન હતો.