Whatsapp ની આ ટિપ્સ છે એવી જોરદાર કે તમને પડી જશે મજા

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટસએપ આપણા સૌના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. સ્થિતિ એવી સર્જાઇ છે કે હવે આપણા દિવસની શરૂઆત પણ વોટસએપ ના મેસેજ ચેક કરવાથી થાય છે અને રાત્રે ઊંઘ ના આવી જાય ત્યાં સુધી લોકો મોબાઈલ માં વોટસએપ જોતા હોય છે.

image source

હવે મોટાભાગના લોકો એસએમએસને બદલે વોટસએપ પર ચેટ નો જ ઉપયોગ કરે છે. એસએમએસને બદલે વોટ્સઅપનો ઉપયોગ વધારે સરળ છે અને સારા વિકલ્પો સાથે કરી શકાય છે. જેમકે વોટસએપમાં તમે ચેટિંગ કરવાની સાથે ફોટો શેર કરી શકો છો, વિડયો શેર કરી શકો છો અને મહત્વના ડોક્યુમેન્ટ્સ કે પીડીએફ પણ એક બીજા ને મોકલી શકાય છે. જ્યારે એસએમએસમાં આવું થઈ શકતું નથી.

જોકે વોટસએપ પર અનેક ફીચર હોવા છતાં એવું કોઈ ફીચર અત્યાર સુધી નથી કે જેની મદદથી લોકો પોતાનો નંબર છુપાવી શકે. જોકે આવું કોઈ ફીચરની મદદથી નહીં પરંતુ એક ટેકનિકની મદદથી સરળતાથી કરી શકાય છે. આજે તમને જણાવીએ આ ટ્રિક વિશે જે તમને વોટસએપ નંબર છૂપાવવામાં મદદ કરી શકે છે.

image source

Whatsapp પર પોતાનો નંબર જોવા માટે સૌથી પહેલા આ સ્ટેપ્સને ફોલો કરો.

1. વોટ્સએપ પર લેન્ડલાઈન નંબર રજિસ્ટર કરવા માટે વોટસએપનું કલોન બનાવો.

2. આ ક્લોન એપમાં લેન્ડલાઈન નંબર એન્ટર કરો.

3. ત્યારબાદ ઓટીપી માટે કોલ મી ઓપ્શન ક્લીક કરો.

4. ત્યારબાદ ઓટીપી એન્ટર કરો.

image source

5. આટલા સ્ટેપ્સ ફોલો કરશો એટલે લેન્ડલાઈન નંબર વોટસએપ પર સેવ થઈ જશે.

6. હવે તમે મોબાઈલ નંબર ન દેખાય એ રીતે બીજાને મેસેજ કરી શકો છો.

આ સિવાય તમે અસ્થાયી કે વર્ચ્યુઅલ નંબરની મદદથી પણ પોતાના સાચા નંબર ને છુપાવી શકો છો. તેના માટે તમે ટેક્સ નાવ અને વર્ચ્યુઅલ ફોન જેવી સેવાનો ઉપયોગ કરી શકો છો.

image source

મહત્વનું છે કે વોટસએપ દ્વારા થોડા મહિના પહેલા ડીસઅપીયરીંગ મેસેજ ફિચરને લોન્ચ કર્યું હતું. તેની ખાસિયત એ છે કે વોટ્સએપ પર આવતા મેસેજ સાત દિવસની અંદર આપોઆપ જ ડીલીટ થઈ જાય છે. આ ફીચર નો ઉપયોગ કરવા માટે તમારે તમારા એકાઉન્ટના સેટિંગમાં જઇને તેને એક્ટિવ કરવાનું રહે છે.