પગ મોઢામાં લઈ ગળી જવાની તૈયાર કરતા અજગર પર 10 વર્ષનો ટેણિયો તુટી પડ્યો

બહાદુરીની કોઈ ઉંમરની મર્યાદા નડતી નથી. નાના બાળકો પણ બહાદુર હોય છે. આ વાત સાબિત કરી બતાવી છે જૂનાગઢ જિલ્લાના 10 વર્ષના આશિષે. જી હાં સામાન્ય રીતે આ ઉંમરે બાળકો સાપ કે અજગરને દૂરથી જોઈ લે તો પણ ડરી જતા હોય છે ત્યારે આ ટેણીયાએ તો અજગરના ભરડામાંથી પોતાને મુક્ત કરાવ્યો છે અને એ પણ કોઈની મદદ વિના.

image source

વાત જાણે એમ છે કે 10 વર્ષના આશિષના પિતા ખેડૂત છે. તેમનું ખેતર જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જલંધર નામના ગામમાં આવેલું છે. અહીં નાનો આશિષ ખેતરમાં રમતો હતો. તે એ વાતથી અજાણ હતો કે ખેતરમાં અજગર છે. રમતા રમતા તે અજગરની નજીક પહોંચી ગયો અને પછી શું… અજગરે આશિષનો પગ મોઢામાં લઈ લીધો અને તેને ભરડામાં લેવાનું શરુ કરી દીધું. જો કે આશિષ આટલું થયા પછી પણ જરા પણ ડર્યો નહીં અને તેણે પોતાનો બચાવ કરવાનું શરુ કરી દીધું.

image source

આશિષને ગળી જવાના ઈરાદે અજગર ભરડો લેતો ગયો અને આશિષ પણ ડર્યા વિના અજગરનો સામનો કરવા માટે તેના મોઢા પર મુક્કા મારવા લાગ્યો. આશિષે પોતાની હિંમતથી અજગરને એટલા મુક્કા માર્યા કે અજગરે અંતે તેનો પગ છોડી દીધો અને ત્યાંથી છૂમંતર થઈ ગયો. આટલું થયા સુધીમાં આસપાસના લોકો એકઠા થઈ ગયા અને તેમણે જોયું કે આશિષના પગમાં ઈજા થઈ છે તેથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

image source

આ વાતની જાણ તુરંત વન વિભાગને પણ કરવામાં આવી અને વન વિભાગની ટીમે અજગરને પકડી લીધો હતો. જાણવા મળતી વિગતો અનુસાર આશિષનો શિકાર કરી લેવા તેની સામે આવેલો અજગર નાનો-સુનો ન હતો. આ અજગરની સાઈઝ 14 ફુટની હતી. તે આશિષના પગમાં વળગી ગયો હતો. પરંતુ બહાદુર એવા આશિષે ડર્યા વિના તેને મુક્કા મારવાનું શરુ કરી દીધું અને અજગર ડરીને ભાગી ગયો. જો કે આશિષની બહાદુરીને સલામ એટલા માટે કરવી પડે કે અજગરે તેના પગમાં 20 દાંત બેસાડી દીધા હતા છતાં એ તકલીફમાં રડતા રહેવાને બદલે તેણે પોતાનો બચાવ બહાદુરી પૂર્વક કર્યો.