પીજીમાં રહીને તૈયારી કરતો હતો NEET માં ટોપર આવેલો શોએબ, જાણો તો ખરા પોતાની સફળતાનું શ્રેય કોને આપ્યું અને કેવી રીતે કરી મહેનત

NEET માં પ્રથમ પ્રયાસમાં જ 720માથી 720 અંક મેળવીને ઓડિસાના શોએબ આફતાબે છે, ઇતિહાસ રચી દીધો છે. તે તેના પરિવારમાંથી પહેલો ડોક્ટર બનવા જઈ રહ્યો છે. તેના પિતા શેઠ મોહમ્મદ અબ્બાસ ઉદ્યોગપતિ છે અને માતા સુલતાના રિજાયા ગૃહિણી છે. તેની સફળતા પાછળ શોએબે તેની માતાની વિશેષ ભૂમિકા જણાવી, જેણે તેના માટે પોતાનું શહેર છોડી દીધું અને અન્ય શહેરોમાં આવી ગયા.

શોએબે કોટાની એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ લીધુ

image source

23 મે 2002 ના રોજ જન્મેલા, શોએબે કોટાની એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં કોચિંગ લીધુ હતું. તેણે NEET ની પરીક્ષામાં 720 માંથી 720 અંક મેળવ્યા છે. શોએબ તેના પરિવારનો પ્રથમ વ્યક્તિ છે જેણે મેડિકલનો અભ્યાસ કર્યો છે અને હવે ડોક્ટર બનશે. શોહેબે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન હતું, જે હવે સાકાર થવા જઇ રહ્યું છે. વર્ષ 2018 માં તે કોટા આવ્યો હતો. તેણે કહ્યું કે મને બેસ્ટ કોમ્પિટિશન મળ્યું છે અને મેં મારુ બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું કે હું કોટામાં મારી માતા અને નાની બહેન સાથે પીજીમાં રહેતો હતો.

image source

શોએબે આ વર્ષે 12 માં 95.8 ટકા માર્કસ મેળવ્યા હતા. તેણે કેવીપીવાયમાં ઓલ ઈન્ડિયાનો 37 મો રેન્ક અને 10 માં 96.8 ટકા મેળવ્યો હતા તેમણે કહ્યું કે મેં આ સફળતા એલનના શિક્ષકોના માર્ગદર્શન દ્વારા જ મેળવી છે. આ દરમિયાન તેને લોકડાઉનનો લાભ પણ મળ્યો હતો. શોએબે કહ્યું કે આ સમય દરમિયાન હું અટક્યો નહીં, મેં મારી નબળાઇઓને દૂર કરી, હું NEET ના અભ્યાસક્રમમાં નબળા વિષયોને વારંવાર સુધારતો રહ્યો. આને કારણે ડાઉટ્સ પણ સામે આવતા હતા. જે ટોપિક્સ સારા હતા તેમના પર વધુ ધ્યાન કેન્દ્રિત ન કર્યું.

પહેલીવાર બે વિદ્યાર્થીઓએ પરફેક્ટ સ્કોર કર્યો

image source

NEETની પરીક્ષામાં પહેલીવાર પરફેક્ટ સ્કોર બે વિદ્યાર્થીઓએ કર્યો છે. દિલ્હીની આકાંક્ષાસિંહ અને મૂળ ઓડિશાના અને કોટામાં ભણેલા શોએબ આફતાબે એઆઈઆર-1 સાથે આ પરીક્ષામાં 720માંથી 720 માર્ક્સ મેળવી ઈતિહાસ રચી દીધો છે. અગાઉ આજ સુધી કોઈએ મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 100 ટકા માર્ક્સ મેળવ્યા નહોતા. રુરકેલાના વતની અને રાજસ્થાનના કોટામાં કોચિંગ મેળવનાર શોએબે આ ઉપરાંત બીજો ઈતિહાસ ઓડિશાથી પહેલીવાર નીટ ટોપર બનીને પણ રચ્યો છે. જોકે એનટીએની આન્સર કી જારી કરાતા જ શોએબ હવે દિલ્હીની એઈમ્સમાં એડમિશન મેળવવા ઈચ્છે છે.

NMC કાઉન્સેલિંગ કરશે

image source

આ પરીક્ષામાં જે ઉમેદવારોના માર્ક્સ 50 ટકાથી વધુ હશે તેને સફળ મનાશે. જોકે મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોલેજમાં એડમિશન માટે સીટ મેરિટ આધારિત કાઉન્સેલિંગથી અપાશે. પ્રવેશ માટે હવે મેડિકલ કાઉન્સેલિંગ ઓફ ઈન્ડિયાના સ્થાને બનેલા નેશનલ મેડિકલ કમિશન દ્વારા કાઉન્સેલિંગ અપાશે.

13 સપ્ટેમ્બરે લેવાઈ હતી પરીક્ષા

image source

સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં એન્ટ્રી અપાવનાર નીટની પરીક્ષાનું 16 તારીખે પરિણામ જાહેર થયું. ગત 13 સપ્ટેમ્બરે સમગ્ર દેશભરમાં નીટની પરીક્ષા લેવામાં આવી હતી. 14.37 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોતાની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જાહેર કરશે. અગાઉ 12 ઑક્ટોબરે રિઝલ્ટ જાહેર કરવાની જાહેરાત થઈ હતી પરંતુ કોવિડ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને પણ અવસર આપવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે 15.97 લાખ વિદ્યાર્થીઓએ રજિટ્રેશન કરાવું હતું પરંતુ 90 ટકા જ વિદ્યાર્થીઓએ જ નીટની પરીક્ષા આપી હતી.

આ વેબસાઈટ પર જાણી શકાશે સ્કોર

NTA દ્વારા NEET 2020ના પરિણામો જાહેર કર્યા બાદ તમામ ઉમેદવાર પોતાના સ્કોર ઓફિશિયલ વેબસાઈટ ntaneet.nic.in જોઈ શકે છે. NEET 2020 પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ કોરોના મહામારી વચ્ચે યોજવામાં આવી હતી. આ ઉપરાંત, NEET UG આન્સર કી 26 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી. પરીક્ષાનું આયોજન કોરોના સંકટ વચ્ચે કરવામાં આવ્યું હતું. એવામાં આ વર્ષે જુદા જુદા રાજ્યો દ્વારા મફત પરિવહન અને રોકાણ માટેની વ્યવસ્થાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ રીતે તૈયાર થાય છે પરિણામ

image source

નીટનું પરિણામ ત્રણ સેક્શન અને સરેરાશ સ્કોરમાં ઉમેદવારના અંકોને આધારે તૈયાર કરાય છે. ઓવર ઓલ રો નંબર અને આ સિવાય 15 ટકા ઓલ ઇન્ડિયા કોટા કાઉન્સિલિંગ આ પહેલાં ઓવરઓલ રો માર્કમી ગણતરી કરાય છે. રો સ્કોરને પર્સિન્ટાઇલ સ્કોરમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ પર્સન્ટાઈલ સ્કોરના આધારે એઆઈક્યું રેન્કિંગ તૈયાર કરાય છે.

NEET સ્કોરકાર્ડમાં ત્રણ વિભાગમાંના પ્રત્યેક માટે પર્સન્ટાઇલ સ્કોરનો ઉલ્લેખ અલગથી કરવામાં આવશે. આ સિવાય એકંદર ટકાવારીનો સ્કોર પણ છે. એસસી / એસટી / ઓબીસી માટે 40 ટકા અને પીડબ્લ્યુબીડી માટે 45 ટકા પર્સન્ટાઈલ સ્કોર છે.

આ રીતે રેન્કિંગ નક્કી કરવામાં આવે છે

image source

છેલ્લે, 15 ટકા એઆઇક્યુ રેન્ક છે. આ રેન્ક એવા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેઓ જરૂરી લઘુતમ ટકાવારી પ્રાપ્ત કરે છે. પછી રેન્કિંગ એકંદરે પર્સન્ટાઇલ સ્કોરના આધારે કરવામાં આવે છે. જો પર્સન્ટાઇલ વધારે છે તો તેનો અર્થ થાય છે ઉચ્ચ ક્રમ. જો બે કે તેથી વધુ ઉમેદવારોને સમાન ગુણ મળે, તો બાયોલોજીમાં ઉચ્ચ ગુણ મેળવવા માટે ટાઇ-બ્રેકિંગ કરવામાં આવે છે. છતાં પણ જો ટાઇ ટકી રહે છે, તો રસાયણશાસ્ત્રમાં ઉચ્ચ ગુણ ટાઇ-બ્રેકિંગ માટે માનવામાં આવે છે. જો સમસ્યાનું હજી નિરાકરણ કરવામાં આવ્યું નથી, તો ઓછામાં ઓછા નકારાત્મક ગુણવાળા ઉમેદવારોને વધુ જગ્યા આપવામાં આવે છે. તેમ છતાં, જો ટાઇ ઉકેલી ન આવે તો, ઉમેદવારોને તેમની ઉંમરના આધારે ક્રમ આપવામાં આવે છે અને જૂના ઉમેદવારને ઉચ્ચ સ્થાન પર મૂકવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત