કાળા, મજબૂત અને હેલ્ધી વાળ માટે આ સસ્તી ચીજથી ઘરે બનાવી લો શેમ્પૂ, જુઓ ફરક

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમના વાળ કાળા, લાંબા અને ઘાટા હોય (hair black, thick and long) જેનાથી તે સ્ટાઈલીશ દેખાઈ શકે, પરંતુ આ ઈચ્છા દરેક વ્યક્તિની પૂરી થઈ શકતી નથી, કેટલાક લોકો ખરતા વાળથી હેરાન થતા રહે છે તો કેટલાક લોકોના વાળ સફેદ થઈ જવાની ટેન્શન સતાવ્યા કરે છે. જો આપ પણ આવા પ્રકારની કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ જાણકારી આપના માટે કામમાં આવી શકે છે. આજે અમે આપના માટે નારિયેળ તેલના ફાયદા લઈને આવ્યા છીએ, જેનાથી આપ વાળની ખાસ સંભાળ (hair care) રાખી શકો છો. નારિયેળ તેલથી બનેલ શેમ્પુ આપના વાળને નવું જીવન આપી શકે છે.

image source

હેર એક્સપર્ટસનું કહેવું છે કે, નારિયેળ તેલ લગાવવાથી વાળને પોષણ (hair nourishment) મળે છે. નવી ચમક અને જીવન મળે છે. વાળનું રુક્ષપણું દુર થઈ જાય છે. વાળ સુલઝેલા રહે છે. ડેમેજ થયેલ વાળ જલ્દી જ રીપેર થઈ શકે છે. આ જાણકારીમાં અમે આપને નારિયેળ તેલની મદદથી તૈયાર કરવાની વિધિ અને એનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિષે જણાવી રહ્યા છીએ.

વાળ માટે નારિયેળ તેલથી તૈયાર કરેલ શેમ્પુ (How to prepare shampoo with coconut oil)

image source

-નારિયેળ તેલ અને મધથી તૈયાર કરેલ શેમ્પુ.

આપ નારિયેળ તેલ અને મધને ભેળવીને શેમ્પુ બનાવી શકો છો.

આપને ૧ કપ નારિયેળ તેલ, ૧ મોટી ચમચી મધ, અડધો કપ એલોવેરો જેલ અને પાણીની જરૂર પડશે.

સૌથી પહેલા મધમાં થોડું પાણી નાખો. એને મિક્સ કરીને એલોવેરા જેલ, નારિયેળ તેલ પણ નાખવું જોઈએ.

આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને અને એરટાઈટ બોટલમાં બંધ કરીને રાખી દો.

આ બોટલને આપ ફ્રિઝમાં પણ રાખી શકો છો.

image source

અઠવાડિયામાં આ નેચરલ શેમ્પુને વાળમાં લગાવીને ૧૦ મિનીટ માટે છોડી દો અને ત્યાર બાદ વાળને પાણીથી ધોઈ લો.

એનાથી સફેદ વાળની સમસ્યાથી છુટકારો મળશે અને વાળ મજબુત થશે.

-નારિયેળનું દૂધ અને તેલથી બનાવો શેમ્પુ.

નારિયેળના દૂધને મોટાભાગના લોકો કેટલીક રેસીપીમાં ઉપયોગ કરે છે. હવે આપ એને વાળમાં ઉપયોગ કરો તે પણ શેમ્પુની જેમ.

નારિયેળનું તેલ જ નહી વાળને પોષણ આપવા માટે નારિયેળનું દૂધ પણ ઉત્તમ માનવામાં આવે છે.

આપને ૨ ચમચી નારિયેળનું તેલ લઈને તેમાં ૧ ચમચી નારિયેળના દુધને સારી રીતે ભેળવી લેવું જોઈએ.

image source

હવે એમાં ગ્લિસરીન, કોઈ માઈલ્ડ લિક્વિડ સાબુના કેટલાક ટીપા ભેળવી લો. હવે એને એક બોટલમાં ભરી લો. જયારે વાળમાં આ શેમ્પુનો ઉપયોગ કરવાના છો તો સારી રીતે બોટલને હલાવીને મિક્સ કરી લો. આ શેમ્પુથી આપના વાળ કાળા અને સાઈનિંગ કરશે.

-એલોવેરા જેલ અને નારિયેળ તેલ.

એલોવેરા જેલ અને નારિયેળ તેલની મદદથી હોમમેડ શેમ્પુ બનાવવા માટે અડધો કપ નારિયેળ તેલ લેવું. આ જ પ્રમાણમાં એલોવેરા જેલ પણ લેવું. આપે પોતાની પસંદનું એસેન્શિયલ ઓઈલના કેટલાક ટીપા ભેળવી દો. હવે એને બોટલમાં નાખીને ભરી લો.

અઠવાડિયામાં બે વાર આમ કરવાથી આપ સ્વસ્થ અને જાડા વાળ મેળવી શકો છો.