ભગવાન વિષ્ણુને માટે આ 2 દિવસ વ્રત રાખે છે દેવી તુલસી, પાણી ચઢાવશો તો મુરઝાઈ જશે છોડ

તુલસીનો છોડ અનેક ઘરોમાં હોય છે અને લોકો તેમાં જળ ચઢાવે છે. સાંજે દીવો કરે છે. ભગવાન વિષ્ણુને તુલસીજી ખૂબ પ્રિય હોય છે. આ સાથે તુલસીની આરતી કરવાથી, તેમને જળ ચઢાવવાથી તુલસીની સાથે સાથે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પણ પોતાની કૃપા વરસાવે છે. તો જાણો ભગવાન વિષ્ણુની પ્રિય તુલસીનો ખ્યાલ કેવી રીતે રાખી શકાશે.

તુલસીજીને જળ અર્પિત કરવાના છે ખાસ નિયમ

image source

તુલસીના છોડને ક્યારેય રવિવારે અને એકાદશી એટલે કે અગિયારસના દિવસે પાણી ચઢાવવું નહીં. માન્યતા છે કે આ બંને દિવસોએ તુલસીજી ભગવાન વિષ્ણુને માટે વ્રત રાખે છે. એવામાં જળ ચઢાવવાથી તેમનું વ્રત તૂટી જાય છે અને તુલસીનો છોડ મુરઝાઈ જાય છે.

તુલસીના છોડને અન્ય દિવસોમા તમે યોગ્ય પ્રમાણમાં જળ ચઢાવો છો તો તેનાથી છોડ ખરાબ થશે નહીં.

image source

સામાન્ય દિવસોમાં એક દિવસ છોડીને એક દિવસ એ રીતે તમે જળ ચઢાવી શકો છો. જો સીઝન ચોમાસાની છે તો તમે અઠવાડિયામાં 2 વાર જ તુલસીજીને જળ ચઢાવો તે જરૂરી છે.

વધારે ઠંડી અને ગરમીની સીઝનમાં પણ તુલસીજી સૂકાઈ શકે છે. ઠંડીની સીઝનમાં છોડની આસપાસ કપડું લગાવીને રાખી શકો છો. વધારે વરસાદની સ્થિતિમાં પણ તુલસીજીને બચાવીને રાખવા જોઈએ.

image source

તો હવેથી તમે પણ તુલસીજીની પૂજામાં આ નાની પણ ખાસ વાતોનું ધ્યાન રાખશો તો તુલસીજીનું વ્રત તૂટશે નહીં અને સાથે તમારા ઘરના તુલસીજી પણ મુરઝાશે નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ