મોસ્ટ એડમાયર્ડ વુમન 2021ના લિસ્ટમાં ટોપ 10માં પહોંચી પ્રિયંકા ચોપરા, ટોપ 20માં 2 બૉલીવુડ એક્ટ્રેસ

બોલિવૂડમાં દેશી ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ ટૂંક સમયમાં ખતમ થવાનું છે. નવું વર્ષ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં વર્ષના અંતમાં મોસ્ટ એડમાયર્ડ વુમન-2021નું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે. આ વર્ષે આ લિસ્ટમાં ઘણી સેલિબ્રિટીઝના નામ સામેલ છે. પરંતુ ખાસ વાત એ છે કે આ યાદીમાં ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પોતાનું સ્થાન બનાવી લીધું છે.

image soucre

આ વર્ષે ટોપ 10ની યાદીમાં સ્થાન મેળવનારી પ્રિયંકા એકમાત્ર ભારતીય અભિનેત્રી છે. જાણકારી અનુસાર, ગયા વર્ષે અભિનેત્રી આ લિસ્ટમાં 15મા નંબર પર હતી. પરંતુ રેન્કિંગ વધારતા તેણે આ વર્ષે 10મું સ્થાન મેળવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ સર્વેમાં 38 દેશોના કુલ 42,000 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

image soucre

પ્રિયંકા ઉપરાંત એન્જેલીના જોલી, સ્કારલેટ જોનસન, એમા વોટસન અને ટેલર સ્વિફ્ટ પણ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન 13માં નંબર પર છે. મિશેલ ઓબામા નંબર 1 પર છે જ્યારે એન્જેલિના જોલી બીજા સ્થાને છે. બ્રિટનની રાણી એલિઝાબેથ-2 મોસ્ટ એડમાર્ડ વુમન 2021 ત્રીજા નંબરે છે.

image soucre

પ્રિયંકા ઉપરાંત પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર્તા મલાલ યુસુફઝાઈ પણ આ યાદીમાં 5 સ્થાનની છલાંગ લગાવી છે. તે ગયા વર્ષે 14મા ક્રમે હતી જ્યારે આ વર્ષે તેણે 9મું સ્થાન મેળવ્યું છે. આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેના નવા શો ‘સિટાડેલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ઉપરાંત, તે ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘ધ મેટ્રિક્સ રેસુરેક્શન’માં જોવા મળશે.

image soucre

કરિયરની વાત કરીએ તો પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં માત્ર 18 વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે 2002માં આવેલી ફિલ્મ ‘હમરાજ’થી ડેબ્યૂ કર્યું હતું. તેણીએ ‘બાજીરાવ મસ્તાની’, ‘7 ખૂન માફ’, ‘ફેશન’, ‘બરફી’ અને ‘મેરી કોમ’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં તેના અભિનય માટે પણ પ્રશંસા મેળવી હતી. બાદમાં વર્ષ 2015માં તેણે શો ‘ક્વોન્ટિકો’થી હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રિયંકાની છેલ્લી ફિલ્મ ‘ધ વ્હાઇટ ટાઇગર’ હતી.

મોસ્ટ એડમાયર્ડ વુમન-2021

  • 1. મિશેલ ઓબામા
  • 2. એન્જેલીના જોલી
  • 3. કવીન એલિઝાબેથ II
  • 4. ઓપ્રાહ વિન્ફ્રે
  • 5. સ્કારલેટ જોહ્ન્સન
  • 6. એમ્મા વોટસન
  • 7. ટેલર સ્વિફ્ટ
  • 8. એન્જેલા મર્કેલ
  • 9. મલાલા યુસુફઝાઈ
  • 10. પ્રિયંકા ચોપરા
  • 11. કમલા હેરિસ
  • 12. હિલેરી ક્લિન્ટન
  • 13. ઐશ્વર્યા રાય બચ્ચન
  • 14. સુધા મૂર્તિ
  • 15. ગ્રેટા થનબર્ગ
  • 16. મેલાનિયા ટ્રમ્પ
  • 17. લિસા
  • 18. લિયુ યીફેઈ
  • 19. યાંગ મી
  • 20. જેસિન્ડા આર્ડર્ન