નોકરી દરમિયાન થયો એક અફઘાની સાથે પ્રેમ, હવે ફસાઈ ગઈ છે અફઘાનિસ્તાનમાં કાનપુરની આ યુવતી

અફઘાનિસ્તાનમાં ફસાયેલી કાનપુરની એક યુવતીએ પોતાની માને ફોન કરીને ભારત પરત ફરવા માટે મદદની યાચના કરી છે. યુવતીએ માને ફોન પર જણાવ્યું હતું કે તેને કાબુલથી 80 કિલોમીટર દૂર ઝુરમુટ નામની જગ્યાએ રાખવામાં આવી છે, જ્યાં તેને બંધક બનાવીને માર મારવામાં આવી રહ્યો છે.
ભૂતકાળમાં હીનનો પરિવાર ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. પિતાના નિધન પછી એના પર એના આઠ ભાઈ બહેનોની જવાબદારી આવી પડી હતી. એના કારણે વર્ષ 2007માં એ મુંબઈના તાળદેવમાં રહેતા પોતાના કાકા લાલા સાથે ચાલી નીકળી. આમ તેમ ભટક્યા પછી એક બારમા એને કામ મળ્યું અને એના પરિવારની પણ એ મદદ કરવા લાગી.

હિનાની માતા સ્મિરુંન નિશા એમના આઠ બાળકો સાથે ચીડિમાર મોહલ્લામાં સાતસો રૂપિયા મહિને ભાડાના એક રૂમમાં રહે છે. એમનું પિયર નહરોન ઘાટ દેવરિયામાં છે. 33 વર્ષ પહેલાં એમના લગ્ન ઇખલાફ અહમદ સાથે થયા છે. ઇખલાક લક્ષમી કોટન મિલમાં ઓપરેટર હતા. સ્મિરુંનના કહેવા અનુસાર એ ખૂબ જ દારૂ પિતા હતા.

વર્ષ 2004માં વધુ દારૂ પીવાને કારણે એમનું નિધન થઈ ગયું હતું. હિના ત્યારે નાની હતી. સ્મિરુંનના એ જ વર્ષે જન્મેલી ફેમિના સહિત આઠ બાળકો થઈ ચૂક્યા હતા. એ સમયે એમનો પરિવાર ગોવિંદનગરમાં રહેતો હતો. વર્ષ 2007માં અમુક મહિનાઓ માટે શુકલાગંજમાં રહયા પછી એ જ વર્ષે નવેમ્બરમાં બગાહીમાં આવીને વસી ગયા હતા.

સ્મિરુંને જણાવ્યું છે કે બેંકમાં એમનું ખાતું નથી. હિના એમના પરિચિતો દ્વારા એક હજારથી લઈને પાંચ હજાર રૂપિયા સુધી દર મહિને મોકલતી હતી. હિના છેલ્લીવાર વર્ષ 2013માં ઘરે આવી હતી. ત્યારે એ બે મહિનાથી પ્રેગ્નેન્ટ હતી.વર્ષ 2014માં હીનાએ બગાહી સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં એના પહેલા બાળકને જન્મ આપ્યો હતો.

કાનપુરના બાબુપુરવા પોલીસ સ્ટેશનના બગાહી વિસ્તારમાં રહેતી સમીરુલ નિશાની દીકરી હિના ખાન 2008માં નોકરી કરવા મુંબઈ ગઈ હતી. જ્યાં એક અફઘાનિસ્તાનના યુવકે તેને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લીધા. લગ્ન પછી યુવક તેને લઈને અફઘાનિસ્તાન ચાલ્યો ગયો. હવે દીકરીને વેચવા અને બંધક બનાવીને માર મારવામાં આવતો હોવાના સમાચાર મળી રહ્યા છે.

અફઘાનિસ્તાનમાં ફસાયેલી હિના ખાન અને એમના બાળકોને બચાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સોમવારે મોદી રાત્રે એડીસીપી સાઉથ ડૉ અનિલ કુમારે વિદેશ મંત્રાલયને આખી જાણકારી આપી છે. પોલીસ કમિશનર અસીમ અરુણ અને ડીસીપી રવીના ત્યાગીને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. એડીસીપીએ જણાવ્યું છે કે વિદેશ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર ચાલી રહ્યો છે.

આ ઘટનાની જાણકારી વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યા પછી પીડિત પરિવારને મદદ પહોંચાડવામાં આવશે. સાથે જ મંત્રાલયની મદદથી પરિવારને પરત લાવવાના બધા જ પ્રયત્ન કરવામાં આવશે. પોલીસ કમિશનરએ જણાવ્યું છે કે મહિલાએ જે માહિતી આપી છે એમાં એના જમાઈ પર આરોપ લગાવ્યા છે જેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.