5000 કલાકનું રિસર્ચ અને 700 પીડિતોના ઈન્ટરવ્યુ લીધા, 4 વર્ષમાં આ રીતે બની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’

વિવેક અગ્નિહોત્રીની ધ કશ્મીર ફાઇલ્સ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારને દર્શાવે છે. હાલમાં આ ફિલ્મે એવા ઘણા સેટ સ્ટાન્ડર્ડ તોડી નાખ્યા છે જે ફિલ્મ વિશે માનવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ ફિલ્મની જેમ તેમાં કામ કરતા મોટા સ્ટાર્સના નામની ચર્ચા થાય છે કે પછી ફિલ્મનું કોઈ ગીત ફિલ્મ રિલીઝ થાય તે પહેલા હિટ થઈ જાય છે. પરંતુ ધ કશ્મીર ફાઈલ્સની સૌથી મહત્વની વાત એ છે કે આ ફિલ્મની સૌથી વધુ ચર્ચા કોઈ મોટા સ્ટારની નહીં પણ ફિલ્મ ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીની છે. જોકે આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર જેવા મોટા કલાકારોએ કામ કર્યું છે. તેનું એક કારણ એ છે કે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મના પ્રમોશનની સંપૂર્ણ જવાબદારી પોતાના ખભા પર લીધી છે.

દિલ્હીમાં વિવેક અગ્નિહોત્રીની પ્રેસ કોન્ફરન્સ

image source

આજે દિલ્હીમાં ફિલ્મને લઈને પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સામાન્ય રીતે આવી ફિલ્મ માટે પ્રેસ કોન્ફરન્સ મુંબઈમાં અને ફિલ્મ રીલીઝ પહેલા યોજવામાં આવે છે, પરંતુ વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ રીલીઝના 3 દિવસ બાદ દિલ્હીમાં પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે વિવેક અગ્નિહોત્રી એ જણાવવા માગતા હતા કે ફિલ્મ બનાવવા માટે કેટલી મહેનત કરવામાં આવી છે, કઈ વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેમજ આ ફિલ્મ હકીકત અને વાસ્તવિકતાની દૃષ્ટિએ કેટલી સચોટ છે.

વિવેક કહે છે કે આ ફિલ્મ બનાવવા માટે 5000 કલાકનું રિસર્ચ કરવામાં આવ્યું હતું, 15 હજાર પેજના દસ્તાવેજો એકઠા કરવામાં આવ્યા હતા. લગભગ દોઢ કલાકની પ્રેસ કોન્ફરન્સમાં વિવેક અગ્નિહોત્રીએ 20 મિનિટનો વીડિયો પણ બતાવ્યો હતો. આ વીડિયોમાં તે કાશ્મીરી પંડિતોનો ઈન્ટરવ્યુ હતો જેઓ તે દિવસોમાં ખરેખર કાશ્મીરમાં હાજર હતા. વિવેક જણાવે છે કે તે અને તેની પત્ની પલ્લવી જોશી વાસ્તવિક પીડિત કાશ્મીરી પંડિતોને મળવા માટે વિશ્વના ઘણા દેશો અને ભારતના ઘણા શહેરો ગયા અને 700 થી વધુ પીડિત કાશ્મીરી પંડિતોના ઇન્ટરવ્યુ રેકોર્ડ કર્યા. આ ફિલ્મને બનાવવામાં 4 વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. 20 મિનિટના આ વીડિયોમાં વિવેક અને પલ્લવી જોશી ઘણી જગ્યાએ પીડિતો સાથે વાત કરતા તેમના આંસુ લૂછતા જોવા મળે છે.

image source

વિવેક કહે છે કે આ કાશ્મીરી પંડિતોનું દર્દ છે કે તેમને તેમના ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યા. પરંતુ સૌથી મોટી પીડા એ છે કે તે સમયની રાજકીય વ્યવસ્થાએ મોટાભાગના લોકોને કાશ્મીરી પંડિતો પર કેટલો અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો તેની બરાબર જાણ થવા દીધી ન હતી. સરકારોએ આ દુર્ઘટનાને છુપાવવા માટે તમામ પ્રયાસ કર્યા.

હવે વેબ સિરીઝ બનાવવાની તૈયારી કરી રહી છે

image source

વિવેક કહે છે કે પીડિત કાશ્મીરી પંડિતોએ બોલિવૂડના ઘણા મોટા લોકોને આ મુદ્દા પર ફિલ્મ બનાવવા માટે વિનંતી કરી હતી, પરંતુ દરેક વખતે તેઓ નિરાશ થયા હતા. 2018 માં, જ્યારે તેમને આ ફિલ્મ વિશે વિચાર આવ્યો, ત્યારે તેમણે તેના માટે સંમત થવામાં દોઢ મહિનાનો સમય લીધો. વિવેક કહે છે કે આ નિર્ણય લેવો સરળ ન હતો. તમને ઘણા પ્રકારનો ખતરો રહે છે. તમને આતંકવાદીઓ દ્વારા પણ ધમકી આપવામાં આવી શકે છે અને જ્યારે આતંકવાદીઓ હુમલો કરે છે ત્યારે કોઈ પોલીસ અથવા સેના તમને બચાવવા નથી આવતી. જોકે, મારી પત્ની પલ્લવી જોશીએ મને હિંમત આપી અને અમે નક્કી કર્યું કે અમે આ ફિલ્મ એક સર્જનાત્મક સૈનિક તરીકે બનાવીશું. હાલમાં, The Kashmir Files ને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. વિવેક અગ્નિહોત્રીએ પણ જાહેરાત કરી છે કે તેના પર ટૂંક સમયમાં વેબ સિરીઝ બનાવવામાં આવશે.